google.com, newstruggle : મે 2024

મંગળવાર, 28 મે, 2024

ગુજરાત માં વાવણી લાયક વરસાદ કયારે થશે, ગુજરાત માં વાવણી લાયક વરસાદ ની આગાહી, આ તારીખે થશે વરસાદ

ગુજરાતમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગે આવતીકાલથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે, હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે દાહોદ-છોટા ઉદેપુર- ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, માં વરસાદ અને વાવાઝોડાં ની આગાહી કરવામાં આવી છે, સોમવારે પંચમહાલ- દાહોદ-મહિસાગર-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-સુરત-ડાંગ-તાપી નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, માં વરસાદ ની આગાહી છે, જયારે મંગળવારે ડાંગ-નવસારી- વલસાડ-બનાસકાંઠા-સાબરકાંઠા- અરવલ્લી-પંચમહાલ-દાહોદ- મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-સુરત- તાપી-અમરેલી-ભાવનગર- ગીર સોમનાથ-દીવ-દમણ-દાદરા નગર હવેલી, જ્યારે બુધવારે સાબરકાંઠા-અરવલ્લી-બનાસકાંઠા-ગાંધીનગર- ખેડા-અમદાવાદ-આણંદ-પંચમહાલ- દાહોદ-મહીસાગર-વડોદરા-ભરૂચ- સુરત-ભાવનગર-બોટાદમાં ૩૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા, ઉપરાંત ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે,.   ગુજરાતમાં આ વર્ષના પ્રારંભથી અવાર-નવાર માવઠાનું સંકટ સર્જાયું છે. અગાઉ આ વર્ષે જાન્યુઆરી, માર્ચ એપ્રિલમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. 


ગુજરાતની નજીક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં બે દિવસથી વાતાવરણમાં પલટો શરૂ થયો છે. આજે રવિવારે પણ રાજ્યનાં છુટા છવાયાં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. 

બીજી તરફ હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાગી મુજબ અઠવાડીયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમપ્રકારનો વરસાદી માહોલ રહેશે. 

સોમવારના રોજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં અસહ્ય બફારો અને ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયાં છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાઈને ૨૯.૬ ડિગીએ પહોચી ગયો છે. સામાન્ય કરતાં ૨.૫ ડિગ્રી વધુ તાપમાન નોંધાતા શહેરીજનો અકળાયા છે.

 હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પર નજર કરવામાં આવે તો ૧૪ અને ૧૫ મેના રોજ રાજ્યનાં ૨૩ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

 આ બે દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ, સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ રહેશે,


સાપુતારા, કપડવંજ અને કરજણમાં ઝાપટાં અને વરસાદ ખાબક્યો,

અમદાવાદ આજ રોજ ખેડા જિલ્લાના કપડવંજ, ડાંગના સાપુતારા અને વડોદરાના કરજણમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડયાં હતાં. કપડવંજ તાલુકાના ભૂતિયા, વિરણીયા, સુણદા સહિતના ગામની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડયો હતો. ડાંગના મુખ્ય મથક આહવા સહિત સાપુતારામાં ભારે પવન ફૂંકાયો હતો. સાપુતારામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. કરજણના નારેશ્વર રોડ પર આવેલ ગામોમાં વરસાદ પડતાં કેરીના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ છે.

હવામાન ખાતાએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાનાં કાંઠાનાં વિસ્તારોમાં ૨૬મી અને ૨૭મીએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

 


બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું વાવાઝોડું રેમલ શનિવારે સાંજે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું, અને રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશ પર ત્રાટકશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. રવિવારે રાત્રે વાવાઝોડું રેમલ બંગાળ અને બાંગ્લાદેશનાં કાંઠા સાથે ટકરાઈને વિનાશ વેરી શકે છે. વાવાઝોડું કલાકમાં ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ટકરાયું. તે વખતે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કલાકનાં ૧૩૫ કિ,મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન ખાતાએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાનાં કાંઠાનાં વિસ્તારોમાં ૨૬મી અને ૨૭મીએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. ૨૭મી અને ૨૮મીએ ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે. વાવાઝોડું ત્રાટકે તે સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ૧.૫ મીટર ઊંચા મોજા ઊછળી રહ્યા છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી પણ આવવાની શક્યતા છે, આ તસવીરો જોતા સમજી શકાય છે કે આ વાવાઝોડું કેટલું ભયંકર હશે,



શુક્રવાર, 17 મે, 2024

નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે ૧૯મી મેથી આંદામાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે. 2024 ના ચોમાસા ના આગમન ના એધાણ

 દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. લોકો અંગ દઝાડતી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. ત્યારે હવામાન ખાતા દ્વારા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાનાં એંધાણ છે. 

નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે ૧૯મી મેથી આંદામાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે. જે આગળ વધીને ૧ જૂનનાં રોજ તે કેરળનાં કાંઠે આવી પહોંચશે અને પછી દેશનાં અન્ય ભાગોમાં વિસ્તરશે.


સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસુ ૨૨મી મે પછી શરૂ થતું હોય છે. પણ આ વર્ષે તે ૩ દિવસ વહેલું શરૂ થઈ શકે છે. 

દેશમાં અલ નિનોની અસર નબળી પડી રહી છે. લા નિનાની અસર સક્રિય થઈ રહી છે જે સારા ચોમાસા ના એંધાણ પોકારે છે. દેશમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. 

૧ જૂને તે કેરળમાં આવી શકે છે. ૧૦મી જૂને મહારાષ્ટ્રમાં અને ૧૫મી જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં પહોંચી શકે છે. 


હવામાન ખાતાનાં મહાનિર્દેશક મૃત્યુંજય માહાપાત્રાનાં જણાવ્યા મુજબ દરિયાઈ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ તોફાની આંધી અને ધૂળની ડમરીઓ જોવા મળી શકે છે. ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ તેમજ તાપમાન ઊંચું રહેતા વરસાદની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ધૂળની આંધી ફૂંકાઈ શકે છે.

આગામી કેટલાક દિવસ રાજસ્થાનમાં વધારે ગરમી પડી શકે છે. રાજસ્થાન અને ગુજરાતમાં ધૂળની આંધી ફૂંકાઈ શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીમાં તાપમાન વધતા ગરમીનો પારો ઊંચો રહી શકે છે. બુધવારથી શનિવાર સુધી ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે.

સોમવાર, 13 મે, 2024

ગુજરાત માં આજ થી પાસ દિવસ સુધી વરસાદ ની આગાહી, ચોમચા પહેલા પ્રિ મોન્સુન ના ભાગ રૂપે વરસાદ ની આગાહી,

 દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વીજળીનો કડાકા સાથે વરસાદ પડ્યો છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી.


હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને કર્ણાટકમાં રવિવારે ભારે વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં કરા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, કેરળ, કર્ણાટક, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હળવો વરસાદ પડશે. અહીં ધૂળની ડમરીઓ પણ ઉડશે.

બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની અસર યથાવત છે. રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણામાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં શનિવારે સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

13 મે ના રોજ 6 રાજ્યોમાં વીજળી પડવાની આગાહી, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે. હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરીઓ ઉડશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ પડશે.

14 મેના રોજ છત્તીસગઢ-ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ ક્લાકની ઝડપે પવન ફૂંકાશે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વીજળી પડવાની સંભાવના છે.

મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં 40- 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

15 મેના રોજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વીજળી અને વાવાઝોડાનું એલર્ટ છે. ઓડિશા સહિત ઉત્તર-પૂર્વના 7 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને ગોવામાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદનું એલર્ટ છે.


ગુજરાતમાં દાહોદ, લીમડી, નર્મદા જિલ્લામાં વરસાદ હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે બપોરના સમયે દાહોદમાં આકાશમાં વરસાદી વાદળો સાથે શહેર સહિત ગ્રામ્ય પંથકમા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના અમીછાંટણા થયા હતા. લીમડી નગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નર્મદા જિલ્લામાં દેડીયાપાડા સહિત તાલુકા સરીબાર, કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ પડી રહ્યો છે. બીજા ગામોમાં ધીમી ધારે બપોર બાદ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાત, વડોદરા, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હીટવેવમાં ઘટાડો, ચોમાસાના મજબૂત સંકેતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સારા ચોમાસાના સંકેતો ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે. સારા વરસાદ માટે જરૂરી ફેરફારો પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં દેખાવા લાગ્યા છે. વિશ્વની તમામ હવામાન એજન્સીઓ આગાહી કરી રહી હતી કે અલ નીનો ચોમાસાના પહેલા મહિનામાં સમાપ્ત થઈ જશે અને થોડા અઠવાડિયાની ન્યુટ્રલ કંડિશન પછી લા નીનાની સ્થિતિનું નિર્માણ શરૂ થશે.

😱😱💫💫🔥⭐😃👇👇👉👉😭😭⭐⭐👉



2024 monsoon start date.

2024 monsoon.

2024 monsoon start date in india.

2024 monsoon prediction.

2024 monsoon in india.

2024 monsoon forecast.

2024 monsoon kaisa rahega.

2024 monsoon in kerala.

2024 monsoon month.

2024 monsoon prediction in india in hindi.

24 ચોમાસાની શરૂઆતની તારીખ.

 2024 ચોમાસુ.

 ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.

 2024 ચોમાસાની આગાહી.

 ભારતમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસાની આગાહી.

 2024 ચોમાસુ કૈસા રહેગા.

 કેરળમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસુ મહિનો.

 હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.

શનિવાર, 11 મે, 2024

ગુજરાત માં આવનારા સાત દિવસ વરસાદ ની આગાહી, ગુજરાત માં આ વર્ષે વહેલા વરસાદ આવવાની શક્યતા, આજ નું હવામાન,

2025 ની ઉનાળા ની આગાહી  રાજ્ય માં હાલ ગરમી પ્રકોપ યથાવત રહ્યો હતો, આજે પણ અખાત્રીજ ના દિવસે પણ ગરમ પવનો ફૂંકાયા હતા, ગુજરાત માં હવામાન વિભાગ ની વાત કરીએ તો આવનારા દિવસો માં વાતાવરણ માં બદલાવ આવશે, હાલ બંગાળ ની ખાડી એક લો પ્રેશર જે સક્રિય થયું છે,તે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે, જે વિશાખાપટનમ, હૈદરાબાદ, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્ર અને ગુજરાત માં ભારે થી  અતિ ભારે વરસાદ ની આગાહી કરવા માં આવી છે,  ગુજરાત ની જો વાત કરવા માં આવે તો આવનારા પાસ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે, 


જેમાં તારીખ અગિયારે મે ના રોજ ડાંગ, તાપી, નવસારી, અને સુરત માં વીજળીના કડાકા સાથે ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે,  તારીખ  બાર મે ના રોજ વડોદરા, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે, તારીખ  તેર મે ના રોજ ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્ર ભાવનગર, અમરેલી, રાજકોટ, અને દરિયાકિનારા ના વિસ્તાર માં વરસાદ અને દરિયા કિનારે પવન ની આગાહી કરવામાં આવી છે, અને આવનારા દિવસોમાં પણ સુટો સવાયો વરસાદ ની આગાહી કરવામાં આવી છે, 


આમ જોતા આ વર્ષે ચોમાસુ વહેલું સરુ થવાની શક્યતા છે, જેથી પ્રિ મોન્સુન એક્ટિવીટી ના ભાગ રૂપે વરસાદ અને વાવાઝોડાં ની શક્યતા રહે છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂરર કરજો, અને અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને ફોલો જરૂર કરજો, 

 😱😱💫💫🔥⭐😃👇👇👉👉😭😭⭐⭐👉


2024 monsoon start date.

2024 monsoon.

2024 monsoon start date in india.

2024 monsoon prediction.

2024 monsoon in india.

2024 monsoon forecast.

2024 monsoon kaisa rahega.

2024 monsoon in kerala.

2024 monsoon month.

2024 monsoon prediction in india in hindi.

2024 ચોમાસાની શરૂઆતની તારીખ.

 2024 ચોમાસુ.

 ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.

 2024 ચોમાસાની આગાહી.

 ભારતમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસાની આગાહી.

 2024 ચોમાસુ કૈસા રહેગા.

 કેરળમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસુ મહિનો.

 હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.

ગુરુવાર, 9 મે, 2024

રાજ્યમાં મે મહિનાની કાળાઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલના સંકેત, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ૧૧મી મેથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી,

 


  રાજ્યમાં મે મહિનાની કાળાઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચુક્યો છે. ચામડી દઝાડતી લૂ ફૂંકાતા બપોરના સમયે રસ્તાઓ પણ સૂમસામ બની રહ્યાં છે ત્યારે બીજી તરફ હવામાન ખાતા દ્વારા વરસાદી માહોલના સંકેત અપાયા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી તા.૧૧મી મેથી ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.  બીજી તરફ આજે બે શહેરમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ નોંધાયો હતો. અમદાવાદમાં ૪૩ અને સુરેન્દ્રનગરમાં ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન ખાતા દ્વારા અમદાવાદ શહેરના તાપમાન અંગેની આગામી દિવસની પ્રસિદ્ધ કરેલ આગાહી મુજબ ગરમી ઘટવાની કોઈ શક્યતાઓ જણાતી નથી.


હવામાન ખાતા દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ બુધવારના રોજ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. એ સિવાય અમદાવાદમાં ૪૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૨.૭ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૪, અમરેલીમાં ૪૨, ભુજમાં ૪૧.૭, વડોદરામાં ૪૧.૨, કંડલા એરપોર્ટમાં ૪૧.૩ અને વિ.વિ.નગરમાં ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આમ ૪૧થી ૪૩ ટિગ્રી તાપમાન સાથે ૧૧મી મેથી ત્રણ દિવસ ક્રમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પ્રથમ દિવસે તા.૧૧મી મેના રોજ ડાંગમાં અને ૧૨-૧૩ મેના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.



સોમવાર, 6 મે, 2024

આજ થી ગુજરાત માં આકરો ઉનાળો જામશે, ત્રણ દિવસ પારો 43 ડિગ્રી સુધી જવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી,

 ગુજરાતમાં આવતીકાલથી ઉનાળો અસલ મિજાજમાં આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાઈ છે અને અનેક શહેરમાં તાપમાન ૪૩ને પાર જવાની પણ સંભાવના છે.

 આજથી આગ વરસાવતી ગરમી પડશે : પાંચ દિવસ યલો એલર્ટ,


હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સુરત-દીવ, મંગળવારથી ગુરુવાર પોરબંદર- ભાવનગર-દીવમાં યલો એલર્ટ રહેશે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૩૯.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ૩ દિવસ અમદાવાદમાં તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી એક સપ્તાહમાં તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે.

ગત રાત્રિએ અમદાવાદમાં ૨૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૮ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. દરમિયાન આજે ભાવનગરમાં ૪૧ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આ ઉપરાંત અમરેલી-સુરતમાં પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી વધારે નોંધાયો હતો.


હીટવેવની સંભાવના: મતદાન મથકમાં વેલ્ફેર-હાઈજીન-મેડિકલ કિટ રખાશે.

ચૂંટણી તંત્ર દ્વારા જે-તે વિધાનસભા મતવિસ્તાર વાઈઝ તેમાં સમાવિષ્ટ બુથની સંખ્યા પ્રમાણે પ્રતિ બુથ એક કિટ તૈયાર કરવામાં આવી છે. જે કિટમાં ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર આશરે ૧૭૦ જેટલી વસ્તુઓ મૂકવામાં આવે છે. હીટ વેવની આગાહી જોતાં ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સામગ્રીઓ ઉપરાંત વેલ્ફેર કિટ, હાઈજીન કિટ અને મેડિકલ કિટ તમામ બૂથમાં રાખવામાં આવશે. વેલ્ફેર કિટમાં સૂકો નાસ્તો, ચોકલેટ, બિસ્કિટ-હાઈજીન કિટમાં સાબુ, મોસ્કિટો રેપિલન્ટ કિટ જ્યારે મેડિકલ કીટમાં જરૂરી દવાઓ અને ઓઆરએસના પેકેટ વગેરે મૂકવામાં આવશે.


અદનાન અને નિકોબાર માં પ્રિ મોન્સુન ની આગાહી.


😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.














રવિવાર, 5 મે, 2024

કાળઝાળ ગરમીથી બપોરના મતદાન ઘટી શકે, ગુજરાતમાં મતદાનના દિવસે હીટ વેવની આગાહી : યલો એલર્ટ જાહેર

                          ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે કલાકોમાં શરૂ થઈ ગયું છે. ૭ મેના મતદાન છે ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચવાની વામાન વિભાગ ના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

શનિવારે ૪૩ ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી : અમદાવાદમાં ૪૦.૮ ડિગ્રી,


હવામાન વિભાગની આગાહી  અનુસાર ૫-૬ મેના ગુજરાતમાં ગરમીને લગતી કોઇ એલર્ટ નથી. પરંતુ ૭-૮-૯ મેના પોરબંદર-ભાવનગર-ગીર સોમનાથ-કચ્છમાં યલો એલર્ટ જ્યારે અન્યત્ર હીટ વેવ રહેશે. અમદાવાદમાં ૭ મેના તાપમાન ૪૩ ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં ૭ મેના તાપમાન ૪૨ ડિગ્રી થઈ શકે છે.


દરમિયાન આજે અમરેલીમાં ૪૩ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. છોટા ઉદેપુર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, ડાંગમાં પણ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં ૨૮.૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૨.૫ ડિગ્રી વધ્યું હતું.


ક્યાં વધારે ગરમી


   શહેર.            તાપમાન 


   અમરેલી.          ૪૩.૦

   છોટા ઉદેપુર      ૪૧.૪ 

   વડોદરા            ૪૧.૨

   રાજકોટ.          ૪૦.૯ 

  અમદાવાદ         ૪૦.૮ 

   સુરત               ४०.६

   ડાંગ                 ૪૦.૫

 ભાવનગર.           ૪૦.૪

  દાહોદ                ૩૮.૪

   ભુજ                 ૩૯.૪

  ગાંધીનગર           ૩૭.૮

  પોરબંદર             ૩૬.૮

  ડીસા                  ૩७.३

  કંડલા                 ૩૭.૬


😱💫⭐⭐⭐⭐⭐🔥🔥🔥💫⭐🔥⭐💫🔥

તાપમાન ડિગ્રી.

આજે હવામાન.

ટેપમેન ડિગ્રી.

ટેપમેન ડિગ્રી સેલ્સિયસ.

આજે ટેપમેન ડિગ્રી.

તપમાન ડિગ્રી કિતની હૈ.

તપમાન ડિગ્રી આજ કા.

આજ કા તાપમાન કિતના ડિગ્રી હૈ.

આજનું તાપમાન ડિગ્રી.

તાપમાન કેટલી ડિગ્રી છે.

તાપમાન કેટલા ડિગ્રી છે.

તપમાન ડિગ્રી કિતના હૈ.

ટેપમેન ડિગ્રી તાપમાન.

તાપમાન.

આજનું તાપમાન.

શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ.

તાપમાન હવામાન.

તાપમાન ડિગ્રી.

weather today.

tapman degree.

tapman degree celsius.

tapman degree today.

tapman degree kitni hai.

tapman degree aaj ka.

aaj ka taapman kitna degree hai.

આજનું તાપમાન ડિગ્રી.