બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું વાવાઝોડું રેમલ શનિવારે સાંજે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું, અને રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશ પર ત્રાટકશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. રવિવારે રાત્રે વાવાઝોડું રેમલ બંગાળ અને બાંગ્લાદેશનાં કાંઠા સાથે ટકરાઈને વિનાશ વેરી શકે છે. વાવાઝોડું કલાકમાં ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ટકરાયું. તે વખતે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કલાકનાં ૧૩૫ કિ,મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન ખાતાએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાનાં કાંઠાનાં વિસ્તારોમાં ૨૬મી અને ૨૭મીએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. ૨૭મી અને ૨૮મીએ ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે. વાવાઝોડું ત્રાટકે તે સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ૧.૫ મીટર ઊંચા મોજા ઊછળી રહ્યા છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી પણ આવવાની શક્યતા છે, આ તસવીરો જોતા સમજી શકાય છે કે આ વાવાઝોડું કેટલું ભયંકર હશે,