કચ્છ જીલ્લો ભારત ના પશ્ચિમ ભાગમાં આવેલો છે,ગુજરાત રાજ્ય નો સૌથી મોટો જિલ્લો કચ્છ છે, કચ્છ જિલ્લા નું મુખ્ય મથક ભુજ છે, કચ્છ જિલ્લા માં મુખ્યત્વે રણ વિસ્તાર આવેલો છે,


કચ્છ જિલ્લામાં જોવાલાયક સ્થળો વિસ્તાર થી નીચે મુજબ છે,

ભૂજ : - ભૂજ ભૂજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે. ડુંગર પર ભુજંગ નાગનું મંદિર છે. જૂના શહેરની ફરતે ભૂજિયો કિલ્લો આવેલો છે.

આ ઉપરાંત ભૂજમાં દેસલસર અને હમીરસર તળાવ, રાજ્યનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ એવું કચ્છ મ્યુઝિયમ, ભારતીય સંસ્કૃતિદર્શન (લોકકલા સંગ્રહ), પ્રાગમહેલ, આનંદકુંજ, અણગોરગઢ શિવમંદિર, શરદબાગ પૅલેસ, મુહમ્મદ પન્ના મસ્જિદ વગેરે જોવાલાયક છે.


રામસંગ માલમે પરદેશથી કાચવિદ્યા શીખી બંધાવેલો કલાત્મક આયનામહેલ,ઈ.સ.1803 થી 1813 દરમિયાન કચ્છના જમાદાર ફતેહ મુહમ્મદ આરબનો હજીરો, મહારાવ લખપતસિહજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ જોવાલાયક છે.

ધોળાવીરાઃ - ધોળાવીરા કચ્છમાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવે છે. ધોળાવીરામાંથી ઈ.સ.1960 માં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. ત્યારબાદ ઈ.સ.1991 માં ડૉ. બિસ્ટના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતાં જાણવા મળ્યું કે ધોળાવીરા એ સિંધુ સંસ્કૃતિનું અગત્યનું કેંદ્ર હતું.

કોટાય : - અહીં કાઠીઓએ બંધાવેલું સૂર્યમંદિર આવેલું છે. 

રાપર : - અહીં ત્રિકમસાહેબની સમાધિ આવેલી છે.

ધોળાવીરામાંથી મળી આવેલા અવશષો : - તોલમાપના સાધનો,ધોળાવીરામાંથી મળી આવેલા અવશેષો હોકાયંત્ર, અલંકારો, મનોરંજનની પદ્ધતિઓ, સિક્કાઓ વગેરે. 

અંજાર : - અંજાર ખાતે જેસલ - તોરલની સમાધિ આવેલી છે.અંજાર છરી-ચપ્પા-સૂડીના ઉદ્યોગ માટે તથા ચાદર-લુંગી માટે પણ જાણીતું છે.


નારાયણ સરોવર : - 68 તીર્થોમાંનું એક તીર્થ અને ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર. [હિંદુ ધર્મના પાંચ પવિત્ર સરોવરો - માન સરોવર (તિબેટ, ચીન),  બિંદુ સરોવર (ગુજરાત), નારાયણ સરોવર (ગુજરાત),  પુસ્કર સરોવર        (રાજસ્થાન), પંપા સરોવર (હમ્પી, કર્ણાટક)]  નારાયણ સરોવરની પાસે જ “કોટેશ્વર” મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે. આ ઉપરાંત લક્ષ્મીનારાયણ મંદિર, ત્રિકમજી મંદિર, ગોવર્ધનનાથ, કલ્યાણરાય મંદિર, નીલકંઠ મંદિર આવેલાં છે. 

→ નારાયણ સરોવરનું પાણી મીઠું છે. 

ભદ્રેશ્વર : - આ જૈનોનું પવિત્ર તીર્થધામ છે. જે પ્રાચીનકાળમાં  ‘ભદ્રાવતી’ તરીકે ઓળખાતું હતું. અહીં મહાભારતકાળની લગભગ 4500 વર્ષ જૂની ‘‘પાંડવકુંડ વાવ’ આવેલી છે. આ ઉપરાંત શેઠ જગડુશાએ જીર્ણોદ્ધાર કરાવેલ જૈન દેરાસર પણ આવેલ છે. આ ઉપરાંત 52 જૈન દેરાસરો આવેલાં છે. 

જૈન પંચતીર્થ : - કચ્છમાં આવેલા “જખૌ, નલિયા, તેરા, કોઠારા અને સુથરી” ગામોને સામૂહિક રીતે જૈન પંચતીર્થ કહેવામાં આવે છે. 

અલ્લાહ બંધ : -ઈ.સ .1819 માં કચ્છના દરિયાકિનારે આવેલા ભૂકંપથી સુનામીના મોજા ઉત્પન્ન થયા. આ દરમિયાન કચ્છમાં ભૂગર્ભીય હિલચાલના કારણે એક ટેકરા જેવો ભાગ ઉપસી આવ્યો. તેના પર આશ્રય લીધેલા લોકો ત્સુનામીથી સુરક્ષિત રહ્યા. અલ્લાહે ત્સુનામીથી રક્ષણ કરવા આ ટેકરાનું નિર્માણ કર્યું છે. આથી આ ટેકરાને "અલ્લાહ બંધ"નામ આપવામાં આવ્યું.

 માતાનો મઢ :- કચ્છના રાજવીઓના કુળદેવી આશાપુરા માતાનું મંદિર આવેલું છે. અહીં ગૂગળ પણ મળી આવે છે. 

ધીણોધર :- ધીણોધર ડુંગર ઉપર ગોરખનાથની સમાધિ આવેલી છે. તેમણે કાનફટા પંથની સ્થાપના કરી હતી. 

હાજીપીરની દરગાહ :- કચ્છમાં જાણીતા મુસ્લિમ સૂફીસંત અને “કચ્છના ગરીબનવાઝ” તરીકે ઓળખાતા હાજીપીરની દરગાહ આવેલી છે.

લખપત :- ગુરુ નાનક આ શહેરમાં આવ્યા હતા. તેમની યાદમાં અહીં શીખો નું ગુરુદ્વારા આવેલું છ

કંડલા  : - ગુજરાતનું સૌથી મોટું બંદર છે. કંડલા 1955 માં જાહેર થયેલું આંતરરાષ્ટ્રીય મહાબંદર ઉપરાંત ભારતનું એકમાત્ર “મુક્ત વ્યાપાર ક્ષેત્ર' (FTZ - Free Trade Zone) છે. કંડલાના 283 હેક્ટરના વિસ્તારને મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. ઈ.સ .1965 માં કંડલા એ ભારતનું સૌપ્રથમ (SEZ - Special Eco – nomic Zone) બન્યું હતું.

મુંદ્રા : - મુંદ્રાને ''કચ્છનું પૅરિસ'' કહેવાય છે. “ખારેક સંશોધન કેન્દ્ર” આવેલું છે. મુંદ્રાને કચ્છનો 'હરિયાળો પ્રદેશ'' પણ કહેવાય છે.માંડવી : - માંડવી રુકમાવતી નદીના કિનારે આવેલું છે. "

 ભરૂચ જિલ્લાના જોવાલાયક સ્થળો

એશિયાનું સૌપ્રથમ વિન્ડફાર્મ આવેલું છે. આ ઉપરાંત માંડવીના દરિયાકિનારે સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઈવેટ બીચ’ આવેલો છે. માંડવીમાં જાણીતો “વિજય વિલાસ પૅલેસ’ આવેલો છે જ્યાં  “હમ દિલ દે ચૂકે સનમ’’ અને “લગાન” ફિલ્મનું શુટિંગ થયું હતું.ટી.બી.ના રોગીઓ માટે ટી.બી. સેનેટોરિયમ’ આવેલું છે. 

ચોખંડા (ભદ્રેશ્વર પાસે) : - સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે.

સુથરી : - ઈ.સ.1965 માં ભારત - પાકિસ્તાન યુદ્ધ સમયે તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તૂટી પડ્યું જેથી શ્રી બળવંતરાય મહેતા અને તેમના પત્નીનું મૃત્યું થયું. તેમની યાદમાં સુથરી ખાતે ‘બળવંત સાગર’ બનાવવામાં આવ્યું છે.

કંથકોટ : - વાગડના મેદાની પ્રદેશમાં કંથકોટનો ડુંગર આવેલો છે.  જેના પર આવેલા ઐતિહાસિક કિલ્લામાં ઈ.સ.1026 માં મહમૂદ ગજનવીના આક્રમણ સમયે ભીમદેવ પહેલો સંતાયો હતો. 

ગંગાજીનો મેળો : - કારતક સુદ પુનમના રોજ કચ્છમાં રામપરવેકરા નામના સ્થળે ગંગાજીનો મેળો ભરાય છે. અહીં “ગંગાજી’’અને ‘‘જમનાજી’’ નામના કૂંડ આવેલાં છે. રામપરવેકરા એ રુકમાવતી નદીના કિનારે આવેલું છે.

ગાંધીધામ : - દેશના વિભાજન સમયે પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતો માટે આ શહેર વસાવવામાં આવ્યું છે. 

વીરા : - જોગણીદેવીનું 500 વર્ષ જૂનું મંદિર છે. શ્રાદ્ધક્રિયા કરવા માટે જાણીતું છે.

હબા ડુંગર : - કોટાયની પાસે આવેલા હબા ડુંગર પર સંત મેકરણદાદાની સમાધિ આવેલી છે. (કચ્છમાં સંત મેકરણદાદા, લાલિયો ગધેડો અને મોતિયા કૂતરાની કથા જાણીતી છે.) 

⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

કચ્છ વિશે માહિતી,

કચ્છ નો નિબંધ,

કચ્છ નો નકશો,

કચ્છ નો પ્રવાસ,

કચ્છ નો અર્થ.

કચ્છ ના જોવાલાયક સ્થળો 

કચ્છ ની વસ્તી.

કચ્છ નો ઇતિહાસ.

કચ્છ જિલ્લાની નદીઓ.

કચ્છ જીલ્લો.

કચ્છ જીલ્લો ભારત.

કચ્છ જીલ્લા.