છેલ્લા ઘણા વર્ષોથી ફેબ્રુઆરીમાં દરિયાકાંઠે હીટવેવની સ્થિતિ વધતી જાય છે. પવનના બદલાવને કારણે પણ હીટવેવની સ્થિતિ ઊભી થતી હોય છે. કોસ્ટલ વિસ્તારમાં સામાન્ય રીતે હૂંફાળું કન્ડિશન રહેતી હોય છે અને યલો એલર્ટના કારણે 3થી 4 ડિગ્રી તાપમાન વધી શકે છે.
પવનની દિશા ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ સુધી અનિયમિત હોય છે તેથી તાપમાનમાં વધઘટનું પ્રમાણ જોવા મળતું હોય છે. મે મહિનામાં નેઋત્વ દિશામાં પવન સેટ થવા લાગે છે. રાજ્યમાં એક અઠવાડિયામાં ગરમીનું પ્રમાણ ઘણું વધી જશે.' - ડૉ. મનોજ લુણાગરિયા, પ્રાધ્યાપક-વડા, હવામાન શાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી
આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ.
રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાની વિદાય પહેલાં જ ગરમી આકરી થવા લાગી છે. સવાર-સાંજ આંશિક ઠંડકને બાદ કરતાં આખો દિવસ ગરમીનો પારો ઊંચો જતો રહે છે.
હજુ ઉનાળો બેઠો પણ નથી ને રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ દરિયાકાંઠા વિસ્તારો વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેના કારણે ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે.
દાસે વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફુંકાયા છે.
1 કાંઠા વિસ્તારોમાં કેમ યલો એલર્ટ?
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મુજબ, ગરમ-ભેજવાળા હવામાનના અનુભવને લીધે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 24થી 28 ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ અપાયું છે. તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ આવી રહ્યો છે જેના કારણે અકળામણનો અનુભવ થશે. હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વની દિશામાં પવન આવી રહ્યો છે. જેના લીધે તાપમાન સામાન્યથી ઉપર ગયું છે.
24 આગામી 7 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે.
રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે. 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ તાપમાનામાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદના તાપમાન અને પવનની દિશા વિશે એ. કે. દાસે જણાવ્યું કે, અત્યારે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ છે. 24 કલાક દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.
ઉત્તર-મધ્ય ગુજરાતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. માર્ચની શરૂઆતમાં હવામાન ફરી બદલાવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં બેવડું હવામાન રહેશે. આ સાથે રાજ્યમાં હવામાન હવે ધીમે ધીમે ગરમ થવા લાગશે.
0 ટિપ્પણીઓ