ગુજરાતમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગે આવતીકાલથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે, હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે દાહોદ-છોટા ઉદેપુર- ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, માં વરસાદ અને વાવાઝોડાં ની આગાહી કરવામાં આવી છે, સોમવારે પંચમહાલ- દાહોદ-મહિસાગર-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-સુરત-ડાંગ-તાપી નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, માં વરસાદ ની આગાહી છે, જયારે મંગળવારે ડાંગ-નવસારી- વલસાડ-બનાસકાંઠા-સાબરકાંઠા- અરવલ્લી-પંચમહાલ-દાહોદ- મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-સુરત- તાપી-અમરેલી-ભાવનગર- ગીર સોમનાથ-દીવ-દમણ-દાદરા નગર હવેલી, જ્યારે બુધવારે સાબરકાંઠા-અરવલ્લી-બનાસકાંઠા-ગાંધીનગર- ખેડા-અમદાવાદ-આણંદ-પંચમહાલ- દાહોદ-મહીસાગર-વડોદરા-ભરૂચ- સુરત-ભાવનગર-બોટાદમાં ૩૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા, ઉપરાંત ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે,.   ગુજરાતમાં આ વર્ષના પ્રારંભથી અવાર-નવાર માવઠાનું સંકટ સર્જાયું છે. અગાઉ આ વર્ષે જાન્યુઆરી, માર્ચ એપ્રિલમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. 


ગુજરાતની નજીક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં બે દિવસથી વાતાવરણમાં પલટો શરૂ થયો છે. આજે રવિવારે પણ રાજ્યનાં છુટા છવાયાં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. 

બીજી તરફ હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાગી મુજબ અઠવાડીયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમપ્રકારનો વરસાદી માહોલ રહેશે. 

સોમવારના રોજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં અસહ્ય બફારો અને ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયાં છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાઈને ૨૯.૬ ડિગીએ પહોચી ગયો છે. સામાન્ય કરતાં ૨.૫ ડિગ્રી વધુ તાપમાન નોંધાતા શહેરીજનો અકળાયા છે.

 હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પર નજર કરવામાં આવે તો ૧૪ અને ૧૫ મેના રોજ રાજ્યનાં ૨૩ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

 આ બે દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ, સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ રહેશે,


સાપુતારા, કપડવંજ અને કરજણમાં ઝાપટાં અને વરસાદ ખાબક્યો,

અમદાવાદ આજ રોજ ખેડા જિલ્લાના કપડવંજ, ડાંગના સાપુતારા અને વડોદરાના કરજણમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડયાં હતાં. કપડવંજ તાલુકાના ભૂતિયા, વિરણીયા, સુણદા સહિતના ગામની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડયો હતો. ડાંગના મુખ્ય મથક આહવા સહિત સાપુતારામાં ભારે પવન ફૂંકાયો હતો. સાપુતારામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. કરજણના નારેશ્વર રોડ પર આવેલ ગામોમાં વરસાદ પડતાં કેરીના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ છે.