દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વીજળીનો કડાકા સાથે વરસાદ પડ્યો છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી.


હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને કર્ણાટકમાં રવિવારે ભારે વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં કરા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, કેરળ, કર્ણાટક, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હળવો વરસાદ પડશે. અહીં ધૂળની ડમરીઓ પણ ઉડશે.

બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની અસર યથાવત છે. રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણામાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં શનિવારે સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

13 મે ના રોજ 6 રાજ્યોમાં વીજળી પડવાની આગાહી, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે. હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરીઓ ઉડશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ પડશે.

14 મેના રોજ છત્તીસગઢ-ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ ક્લાકની ઝડપે પવન ફૂંકાશે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વીજળી પડવાની સંભાવના છે.

મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં 40- 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

15 મેના રોજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વીજળી અને વાવાઝોડાનું એલર્ટ છે. ઓડિશા સહિત ઉત્તર-પૂર્વના 7 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને ગોવામાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદનું એલર્ટ છે.


ગુજરાતમાં દાહોદ, લીમડી, નર્મદા જિલ્લામાં વરસાદ હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારે બપોરના સમયે દાહોદમાં આકાશમાં વરસાદી વાદળો સાથે શહેર સહિત ગ્રામ્ય પંથકમા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના અમીછાંટણા થયા હતા. લીમડી નગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નર્મદા જિલ્લામાં દેડીયાપાડા સહિત તાલુકા સરીબાર, કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ પડી રહ્યો છે. બીજા ગામોમાં ધીમી ધારે બપોર બાદ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાત, વડોદરા, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હીટવેવમાં ઘટાડો, ચોમાસાના મજબૂત સંકેતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સારા ચોમાસાના સંકેતો ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે. સારા વરસાદ માટે જરૂરી ફેરફારો પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં દેખાવા લાગ્યા છે. વિશ્વની તમામ હવામાન એજન્સીઓ આગાહી કરી રહી હતી કે અલ નીનો ચોમાસાના પહેલા મહિનામાં સમાપ્ત થઈ જશે અને થોડા અઠવાડિયાની ન્યુટ્રલ કંડિશન પછી લા નીનાની સ્થિતિનું નિર્માણ શરૂ થશે.

😱😱💫💫🔥⭐😃👇👇👉👉😭😭⭐⭐👉



2024 monsoon start date.

2024 monsoon.

2024 monsoon start date in india.

2024 monsoon prediction.

2024 monsoon in india.

2024 monsoon forecast.

2024 monsoon kaisa rahega.

2024 monsoon in kerala.

2024 monsoon month.

2024 monsoon prediction in india in hindi.

24 ચોમાસાની શરૂઆતની તારીખ.

 2024 ચોમાસુ.

 ભારતમાં ચોમાસાની શરૂઆતની તારીખ 2024.

 2024 ચોમાસાની આગાહી.

 ભારતમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસાની આગાહી.

 2024 ચોમાસુ કૈસા રહેગા.

 કેરળમાં 2024 ચોમાસું.

 2024 ચોમાસુ મહિનો.

 હિન્દીમાં ભારતમાં 2024 ચોમાસાની આગાહી.