* જોવાલાયક સ્થળો :-
છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો
હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર
-> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે.
દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો
આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે.
→ આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો.
પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસેથી કર્કવૃત્ત પસાર થાય છે.
ખેડબ્રહ્મા :- ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે. પરંતુ ખેડબ્રહ્માથી પહેલા હરણાવને બીજી બે નદીઓ કોસંબી અને ભીમાક્ષી મળે છે. ખેડબ્રહ્માથી આગળ હરણાવ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
→ સમગ્ર ભારતમાં બ્રહ્માજીનાં માત્ર બે જ મંદિરો છે. એક રાજસ્થાનમાં પુષ્કર ખાતે તથા બીજું ગુજરાતમાં ખેડબ્રહ્મામાં છે. બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિના કારણે આ નગર “ખેડબ્રહ્મા” કહેવાયું.
→ ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદિર આવેલું હોવાથી “નાના અંબાજી’” તરીકે પણ ઓળખવામાં આવે છે.
વડાલી :- અહીંથી 13મી સદીના શિલાલેખો મળી આવ્યા છે.
♦ પોળો:-વિજયનગરની પાસે અનુમૈત્રક કાળમાં બંધાયેલાં જૈનમંદિરોનો સમૂહ આવેલ છે.
સપ્તેશ્વર ઃ સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર :- આવેલું છે.
સાબરકાંઠા :- વિદ્યાપીઠ :- સાબરગ્રામ વિદ્યાપીઠ, સનોસણ
પોશીના (ગુણભાખરી) :- શ્વેતાંબર જૈનોનું તીર્થધામ
→ અહીં ગુણભાખરી ગામે સાબરમતી, આકુલ અને વ્યાકુલ નદીઓના ત્રિવેણીસંગમે હોળીના બે અઠવાડિયા પછી ચિત્ર-વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે. (ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય શાંતનુ રાજાના બે પુત્રો હતા.)
* મુખ્ય નદીઓ :- હાથમતી નદી સાબરકાંઠાની મુખ્ય નદી છે. આ ઉપરાંત હરણાવ, ગુહાઈ વગેરે અગત્યની નદીઓ છે.
સાબરમતી નદી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે. સિંચાઈ યોજના :- હરણાવ બંધ-1 ખેડબ્રહ્મા ખાતે - હરણાવ નદી પર
→ હરણાવ બંધ-II (વણજડેમ) - વણજ, તાલુકો - વિજયનગર, હરણાવ નદી પર
ડાંગ જિલ્લાના જોવાલયક સ્થળો....ગુહાઈ ડેમ – ખાંડિયાલ ગામ, તાલુકો - હિંમતનગર - ગુહાઈ નદી પર * ખેતી :- બાજરી, ઘઉં, મકાઈ, કપાસ, મગફળી, બટાટા વગેરેની ખેતી થાય છે.
ખનીજ :- સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અરસોડિયા ખાતે ચિનાઈ માટીનો જથ્થો આવેલો છે. જે એશિયાનો ચિનાઈ માટીનો સૌથી મોટો જથ્થો છે. આ ઉપરાંત એકલારા ખાતેથી પણ ચિનાઈ માટી મળી આવે છે.
* ઉદ્યોગ :- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે. જેમાં હિંમતનગર ખાતે આવેલી એશિયન ગ્રેનિટો લિમિટેડ (AGL) જાણીતી સંસ્થા છે. આ ઉપરાંત હિંમતનગર ખાતે લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે. તેમ જ ક્વૉરી ઉદ્યોગ પણ વિકસેલ છે.
* રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.
* મેળા ઃઃ-
ચિત્ર-વિચિત્રનો મેળો :- ગુણભાખરી ગામ, તાલુકો - પોશીના ખાતે યોજાતો આદિવાસી લોકમેળો હોળીના પખવાડિયા પછી ભરાય છે.
વાવ / કૂવા ઃ- કાઝી વાવ – હિંમતનગર
કુંડ / તળાવ :- હંસલેશ્વર તળાવ – ઈડર રણમલસર રાણી તળાવ - ઈડર
→ સપ્તેશ્વર મહાદેવનો કુંડ - સપ્તેશ્વર, ઈડર
* ડેરી :- સાબરડેરી - હિંમતનગર (ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપિત)
વિશેષતા:
બ્રિટિશકાળમાં સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સીનો ભાગ હતો. પરંતુ સામાજિક કાર્યકરોના આંદોલનના કારણે તેમનું અલગનામકરણ ‘સાબરકાંઠા’ કરવામાં આવ્યું.
→ સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર “અરસોડિયા તાલુકો-ઈડર” સાબરકાંઠામાં આવેલું છે.
→ સમગ્ર ભારતની સૌપ્રથમ ઍનિમલ હૉસ્ટેલ ‘આકોદરા’ ગામ ખાતે હિંમતનગર પાસે આવેલી છે.
સાબરકાંઠા જિલ્લાની સરહદ :
→ ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં અરવલ્લી જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને પશ્ચિમમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે.
સાબરકાંઠા :-
♦ મુખ્યમથક : હિંમતનગર •
તાલુકા : 8
ખેડબ્રહ્મા
ઈડર
વડાલી.
પ્રાંતિજ
તલોદ
પોશીના
હિંમતનગર
વિજયનગર
* ક્ષેત્રફળ - 4138 ચો.કિ.મી.
♦ કુલ વસતી - 13,75,600
♦ લિંગપ્રમાણ - 950
♦ શિશુ લિંગપ્રમાણ - 899
♦ વસતીગીચતા - 328
સાક્ષરતા - 76.60%
♦ સ્ત્રી સાક્ષરતા - 65.29%
પુરુષ સાક્ષરતા - 87.45%
0 ટિપ્પણીઓ