google.com, newstruggle : માર્ચ 2024

મંગળવાર, 26 માર્ચ, 2024

ફેકટ શોર્ટ વીડિયો, ગુજરાતી ફેકટ વીડિયો, સ્મોલ પીન્ટર મશિન, ડુંગળી ભરવા નું મશિન, વલી ગયેલા પાઇપ લાઇન સીધા કરવા નું મશિન


 હવે તમે આ વીડિયો જોવો, વિદેશ માં કેવુ ગજબ નું ડુગલી ના કેરેટ ભરવા નું મશિન આવી ગયું છે,આ મશિન ખેતર માં ડુંગળી હોઈ છે તે જાતે ભરાતી જાય છે અને પશી કેરેટ માં પણ ભરાતી જાય છે,આ મશિન થી ખેડૂત મિત્રો ને ડુંગળી ભરવા માં જે ખર્ચ થાય છે તે ખર્ચ બચી જાય છે,અને માર્કેટ માં વેચવા માટે ઉપયોગી છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્ક્રાઈબ જરૂર કરજો,



હવે તમે આ વીડિયો જોવો, કેવુ ગજબ નું નાનું પ્રિન્ટર મશિન આવી ગયું છે, આ પ્રિન્ટર મશિન એ મોબઈ સાથે બ્લૂતુથ થી કનેક્ટ કરી શકાય છે, અને પ્રિન્ટર વડે જે પણ પ્રિન્ટ કરવું હોઈ તો મોબાઈલ માં ટાઇપિંગ કરી દેવાથી પ્રિન્ટર તે સાપી દેય છે,આ નાનું પ્રિન્ટર ખૂબ ઉપયોગી છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો,



હવે તમે આ વીડિયો જોવો,કેવુ ગજબ નું મશિન આવી ગયું છે, વળી ગયેલા પાઇપ સીધા થય જાય છે,આ મશિન ની અદર લોખડ ના મજબૂત પાઇપ વળી ગયા હોઈ તો પણ તે સીધા કરવા ખૂબ સહેલા બને છે, આ મશિન થી પાઇપ વળી ગયેલા લોખંડ ને પણ સીધા કરવા સહેલા બને છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો,

fact video,

fact video clips hindi,

fact video in hindi copyright free,

fact video download in hindi,

fact video background music,

fact video script in hindi,

fact video download in hindi no copyright,

fact video in hindi,

fact video clip,

fact video clips hindi download,

સોમવાર, 25 માર્ચ, 2024

હોળીનો પવન પશ્ચિમ દિશાનો હોવાથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા

 આ વખતે પાલજ મુકામે એક બૃહદ હોળી દહન જોતા પવન હોળી પ્રગટાવવા વખતે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો અને સહેજ ઘુમાવ નૈઋત્ય તરફનો હતો. એટલે આગામી ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે. હોળી ઉનાળાના મુખનો અવતાર કહેવાય છે અને વિષુવ દિન નજીક હોળી આવતી હોવાથી તેનું મહત્વ ઘણું છે. હોળીનો પવન સૂર્યાસ્તથી માત્ર ૯૬ મિનિટ જોવાનો હોય છે. તેથી સાંજે ૯-૫૦ પછી ૯૬ મિનિટ સુધી આ પવન જોઈ શકાય. પવન પશ્ચિમનો હોવાથી વાડી ના સુકાય. ક્યારેક ક્યારેક દેશમાં કેટલાક ભાગમાં પૂર  પણ આવી શકે, તેમ અંબાલાલ  પટેલે જણાવ્યું છે.



એકંદરે આ ચોમાસું સારું રહેવા છતાં જુન માસની શરૂઆત સુધીમાં આંધી, વંટોળ અને પવનની ગતિ વધુ રહેછે. રવિવારે હોળી હોવાથી રાજકીય માણસોમાં મતભેદો રહે. બંધ-બખેડા, હડતાલ અને ઘેરાવો રહી શકે. આગામી ત્રણ માસ રાષ્ટ્રીય વાતાવરણ ડહોળાયેલું રહી શકે. કોઈ ગણમાન્ય વ્યક્તિની વિદાય પણ થઈ શકે. તેમજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર વધારે નથી અને ઉત્તરા ફાલ્ગુની વધારે હોવાથી રાજ નેતાઓ માટે આ વર્ષ સારું ના ગણાય. 

 રાજ્યમાં આ વખતે ગરમી વધારે પડે. મે માસમાં કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૧ ડિગ્રી થવાની શક્યતા રહે. કેટલાક ભાગોમાં ૨૬ એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી રહેવાની શક્યતા રહે. ૧૧ મે આસપાસ ૪૫ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શકયતા રહે. રાજસ્થાનના ભાગોમાં ૪૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે. 

ગંગા-જમનાના મેદાનો તપી ઉઠે. પરંતુ આ વખતે એપ્રિલ, મે, જૂનમાં આંધી, વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ભારે આંધી, આંધી, વંટોળ, ધુળકટની અસર છેક પાકિસ્તાનથી બિહારના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે.

 વરસાદ અંગે જોઈએ તો આ વખતે આકરી ગરમીના કારણે સમુદ્રનું તાપમાન ઉંચું રહેતા અરબ સાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહેશે. અને બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહેશે. અરબી સમુદ્રનું ચક્રવાત જો હવામાનને ખોરવી ના નાખે અને હિંદ મહાસાગર અને અરબ સાગરનું ઉષ્ણતામાન ઓછું થઈ જાય તો પ્રથમ ચોમાસામાં થોડો ગેપ પણ આવી શકે. આમ છતાં જુન માસમાં પણ ભારે આંધી, વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. ગાજવીજ સાથે ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા રહે. ઓક્ટોબર માસમાં સાગરકાંઠે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહે. પ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન રહે.

રવિવાર, 24 માર્ચ, 2024

ભયંકર ગરમીની આગાહી, આગામી પાંચદિવસ હીટ વેવની ચેતવણી, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની આઇએમડીની આગાહી

 ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તેવામાં આગામી ચાર પાંચ દિવસ આકરા પડશે. એટલે કે ગરમીમાં વધારો થવા જઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભયાવહ ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ હીટ વેવ જોવા મળશે. હવામાન વિભાગના અનુસાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા નદીના વિસ્તાર, બિહારમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતા ત્રણથી પાંચ ડિગ્રી ઓછું છે. દરમિયાન પશ્ચિમ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુરમાં તે સરેરાશ કરતા એકથી ત્રણ ડિગ્રી જેટલું ઓછું છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ ગોવામાં મહત્તમ તાપમાન સરેરાશ કરતા બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારે છે.


સૌરાષ્ટ્ર-કચ્છમા ૨૩થી ૨૭ સુધી હીટ વેવ : 


ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ૨૩થી ૨૭ માર્ચ સુધી હીટ વેવની સ્થિતિ જોવા મળશે. પૂર્વોત્તર ભારતમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. મધ્ય ભારતમાં પણ ગરમી વધવાની છે અને બેથી ત્રણ દિવસમાં મેક્સિમમ ટેમ્પ્રેચર ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની સંભાવના છે.



દિલ્હીમાં સરેરાશ કરતા એક ડિગ્રી ઓછું તાપમાન દિલ્હીમાં શનિવારે લઘુતમ ૧૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સરેરાશ તાપમાન કરતાં એક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના અનુસાર દિવસમાં પવન ફૂંકાવાની આગાહી કરી હતી. દિલ્હીમાં  ખરાબ કેટેગરીમાં નોંધાયો હતો.



શુક્રવાર, 22 માર્ચ, 2024

આપડે ખેતર માં પાણી પાવા કે ઘર માંથી પાણી ના વેસ્ટ બહાર કાઢવા માટે ગટર લાઈન કરવી પડે છે, જે ખોદી ને કે જીસિબી થી કરતા હોય એ છે,જેમાં મોટી ગટર કરવી પડે છે, અને મજૂરી ખર્ચ વધે છે, પણ હવે ચિંતા કરવા ની જરૂર નથી નવું મશિન આવી ગયું છે,જે સીધી જરૂર હોય તેવી ગટર કરી શકે છે,જેથી ખેડૂત ને ઉપયોગી મશિન છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો,

 આપડે ખેતર માં પાણી પાવા કે ઘર માંથી પાણી ના વેસ્ટ બહાર કાઢવા માટે ગટર લાઈન કરવી પડે છે, જે ખોદી ને કે જીસિબી થી કરતા હોય એ છે,જેમાં મોટી ગટર કરવી પડે છે, અને મજૂરી ખર્ચ વધે છે, પણ હવે ચિંતા કરવા ની જરૂર નથી નવું મશિન આવી ગયું છે,જે સીધી જરૂર હોય તેવી ગટર કરી શકે છે,જેથી ખેડૂત ને ઉપયોગી મશિન છે, વીડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો,



બુધવાર, 13 માર્ચ, 2024

નવસારી જિલ્લા, નવસારી જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો,નવસારી જિલ્લા ના નકશા, નવસારી જિલ્લા ના તાલુકા, નવસારી જિલ્લા ના જોવાલયક સ્થળો,નવસારી નું મુખ્ય મથક,

ભારત ના ગુજરાત રાજ્ય ના 32 જિલ્લા માંથી એક જિલ્લો નવસારી છે. નવસારી જિલ્લા નું મુખ્ય મથક નવસારી જ છે. નવસારી જિલ્લામાં 6 તાલુકા આવેલા છે, કે જે નવસારી, વસંદા, ગણદેવી,ચીખલી, જલાલ પોર અને ખેર ગામ છે.



નવસારી જિલ્લામાં  આવેલા જોવાલાયક સ્થળો નીચે મુજબ છે.


નવસારી :- નવસારી એ “પુસ્તકોની નગરી” તરીકે પણ જાણીતું છે.

પૂર્ણા નદીના કિનારે વસેલું એક સમયનું “નવસારિકા બંદર” અર્થાત્ આજનું નવસારી જે “નાગવર્ધન”, “નવસેરર”, “નાગમંડ”, “પારસીપુરી”, “નાગશારક” જેવા નામોથી જાણીતું.

→ દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતાનું જન્મસ્થાન. ફિલ્મ સ્ટાર જેકી શ્રૉફ અને જાણીતી ગઝલ ગાયિકા પિનાઝ મસાણી પણ નવસારીના જ છે.

→ અહીં નવસૈય્યદ પીરની દરગાહ આવેલી છે જે બધી જ કોમનું આસ્થાનું પ્રતિક છે.

ઉભરાટ :- દરિયાકિનારે આવેલું પર્યટનસ્થળ છે.

ગણદેવી :- ગણદેવીનું મૂળ નામ “ગણપદિકા”, “ગુણપાદિકા” હતું. ગંગેશ્વર મહાદેવ અને સતીનું મંદિર છે. આ ઉપરાંત ખાંડ ઉદ્યોગનો વિકાસ થયો છે.

વાસંદા :- નૅશનલ પાર્ક આવેલો છે.

ચીખલી :- ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. આ ઉપરાંત મજીગામ ખાતે મલ્લિકાર્જુનનું પુરાણું શિવાલય આવેલું છે.

બીલીમોરા :- વલસાડી સાગમાંથી વિવિધ કલાત્મક રાચરચીલું બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે. સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગ વિકાસ પામેલો છે.

મરોલી :- કસ્તૂરબા સેવાશ્રમ આવેલો છે.

દાંડી :- મહાત્મા ગાંધીએ મીઠાના કાયદાનો ભંગ કરવા ઐતિહાસિક દાંડીકૂચ આરંભી હતી. 6 એપ્રિલ 1930ના રોજ અહીં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરી સ્વતંત્રતા સંગ્રામમાં નવચેતના જગાવી હતી. તેની યાદમાં દાંડી સ્મારક આવેલું છે.

કરાડી (જલાલપોર) :- “ગાંધીકુટિર” સંસ્થા આવેલી છે.

ઉનાઈ (વાંસદા તાલુકો) :-

→ ઉનાઈ માતાનું મંદિર ઉપરાંત ગરમપાણીનાં ઝરાં માટે જાણીતું છે.

આ ગરમપાણીમાં ગંધક, સલ્ફર વગેરે રસાયણોનું પ્રમાણ હોવાથી રોગમાં તેનું પાણી ફાયદો આપે છે.


*• મુખ્ય નદીઓ :- પૂર્ણા, અંબિકા, મીંઢોળા કાવેરી.


* ખેતી :- શેરડી, જુવાર, કેરી


વન્ય જીવસૃષ્ટિ :- વાંસદા નૅશનલ પાર્ક, તાલુકો - વાંસદા


ઉદ્યોગ:- બીલીમોરા ખાતે વલસાડી સાગમાંથી રાચરચીલું બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.


રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.


→ સાબરમતી આશ્રમથી દાંડી સુધીનો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-228 (નવો નંબર-64) પસાર થાય છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ વે” જાહેર કરવામાં આવ્યો છે.


શનિવાર, 9 માર્ચ, 2024

ડાંગ જિલ્લા ના જોવાલયક સ્થળો ( ડાંગ જીલ્લા ના વિશેષ જોવાલાયક સ્થળો) ડાંગ જિલ્લા નો નકશો,(ડાંગ જિલ્લાના તાલુકા)ડાંગ જિલ્લાની પચાયત,(ડાંગ જિલ્લાનું મુખ્ય મથક)

ગુજરાત રાજ્ય ના જિલ્લા માંથી સૌથી નાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો છે.ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે, ડાંગ જિલ્લા માં ત્રણ તાલુકા આવેલા છે,જેમાં આહવા, વધાઇ,અને સુબીર છે.

ડાંગ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 1764 કિમી છે. ડાંગ જિલ્લાની કુલ વસ્તી 2, 26769 છે, લિંગ પ્રમાણ 963 છે, વસ્તી ગિસ્તા 129 , સાક્ષરતા 76.80% છે.



→ ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે.

→ ગુજરાતનું એકમાત્ર હવાખાવાનું સ્થળ એક માત્ર સ્થળ સાપુતારા છે.

→ રામાયણમાં વર્ણવેલો “દંડકારણ્ય" નો પ્રદેશ એટલે "ડાંગ"

→ ડાંગમાં કોઈ તીર્થસ્થળ આવેલું નથી.

→ ગુજરાતમાં સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો ડાંગ છે.

→ ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસતી ધરાવતો જિલ્લો ડાંગ છે.

→ સૌથી ઓછી વસતી ધરાવતો જિલ્લો ડાંગ છે.

→ સૌથી વધુ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો - ડાંગ (963) છે.

→ સૌથી વધુ શહેરી તથા ગ્રામીણ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો

→ ડાંગની વસતી “વેનુઆતુ” દેશ જેટલી છે.

→ 1994માં આહવા ખાતે “આદિવાસી રેડિયો કેન્દ્ર”ની શરૂઆત થઈ હતી.

દંડકારણ્ય :- રામાયણમાં વર્ણવેલો દંડકારણ્યનો પ્રદેશ અર્થાત્ “ડાંગ” જિલ્લાનો પ્રદેશ છે.


• ડાંગ જિલ્લાની સરહદ નીચે મુજબ છે......

← ઉત્તરે તાપી જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજય, દક્ષિણમાં પણ મહારાષ્ટ્ર રાજય તથા પશ્ચિમમાં નવસારી જિલ્લો આવેલા છે.


** નુત્ય -

“ડાંગી નૃત્ય” જેમાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ ચકલી, મોર, કાબર વગેરે જેવા પશુ-પક્ષીની 27 જેટલી નકલ કરતું નૃત્ય કરે છે. આને “ચાળો” પણ કહેવાય છે.

યુનિવર્સિટી / વિદ્યાલય :- ઋતંભરા વિશ્વ વિદ્યાલય, સાપુતારા

મ્યુઝિયમ :- સાપુતારા સંગ્રહસ્થાન આવેલું છે.

રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :- હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન,

વઘઈ, જિ.ડાંગ.


શુક્રવાર, 1 માર્ચ, 2024

રાજ્યમાં આજથી બે દિવસ વરસાદી માહોલ સર્જાશે : હવામાન વિભાગ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આજથી બે દિવસ વરસાદી માહોલ સર્જાશે : હવામાન વિભાગ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી



રાજ્યના વાતાવરણમાં આજ થી પલટો આવશે અને આવતીકાલ થી શુક્રવાર થી બે દિવસ દરમિયાન છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિવારના રોજ હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. આગાહી મુજબ શુક્રવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી,ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદ પડી શકે. બીજા દિવસે શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, મહેસાણા, અરવલ્લીમાં તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર અને દાહોદમાં જયારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ સિવાય કચ્છમાં તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેવાના સંકેતો આપવામાં આવ્યાં છે.


અમદાવાદ સહિત ૧૪ જિલ્લાનું તાપમાન ૩૬ ડિગ્રીને પાર જશે.


રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અચાનક જ તાપમાનનો પારો ઊંચકાતાં ઠંડીતો સાવ ઘટી જ ગઈ છે પરંતુ ઉનાળા જેવો માહોલ બની ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલા આંકડા મુજબ અમદાવાદ સહિત રાજ્યનાં ૧૪ શહેરોનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને પાર જ્યારે ૯ શહેરનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે.




વરસાદની આગાહી,

વરસાદની આગાહી ગુજરાતમાં,


વરસાદની આગાહી લાઈવ,


વરસાદની આગાહી ના સમાચાર,


વરસાદની આગાહી કેટલા દિવસની છે,


વરસાદની આગાહી લાઈવ 2023,


વરસાદની આગાહી ગુજરાત,


વરસાદની આગાહી કઈ તારીખે છે,


વરસાદની આગાહી ગુજરાતમાં 2023,


વરસાદની આગાહી હવામાન,


હવામાન નકશા,


હવામાન,


હવામાન આગાહી વરસાદની 2023,હવામાનની આગાહી,હવામાન વિભાગ,હવામાન આગાહી આજની,હવામાન અમદાવાદ,હવામાન રાજકોટ ગુજરાત,હવામાન ભાવનગર ગુજરાત,હવામાન સુરત ગુજરાત,