રાજ્યમાં આજથી બે દિવસ વરસાદી માહોલ સર્જાશે : હવામાન વિભાગ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી
રાજ્યના વાતાવરણમાં આજ થી પલટો આવશે અને આવતીકાલ થી શુક્રવાર થી બે દિવસ દરમિયાન છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો છે. હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિવારના રોજ હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. આગાહી મુજબ શુક્રવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી,ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદ પડી શકે. બીજા દિવસે શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, મહેસાણા, અરવલ્લીમાં તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર અને દાહોદમાં જયારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ સિવાય કચ્છમાં તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેવાના સંકેતો આપવામાં આવ્યાં છે.
અમદાવાદ સહિત ૧૪ જિલ્લાનું તાપમાન ૩૬ ડિગ્રીને પાર જશે.
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અચાનક જ તાપમાનનો પારો ઊંચકાતાં ઠંડીતો સાવ ઘટી જ ગઈ છે પરંતુ ઉનાળા જેવો માહોલ બની ગયો છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલા આંકડા મુજબ અમદાવાદ સહિત રાજ્યનાં ૧૪ શહેરોનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને પાર જ્યારે ૯ શહેરનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે.
વરસાદની આગાહી,
વરસાદની આગાહી ગુજરાતમાં,
વરસાદની આગાહી લાઈવ,
વરસાદની આગાહી ના સમાચાર,
વરસાદની આગાહી કેટલા દિવસની છે,
વરસાદની આગાહી લાઈવ 2023,
વરસાદની આગાહી ગુજરાત,
વરસાદની આગાહી કઈ તારીખે છે,
વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
વરસાદની આગાહી હવામાન,
હવામાન નકશા,
હવામાન,
હવામાન આગાહી વરસાદની 2023,હવામાનની આગાહી,હવામાન વિભાગ,હવામાન આગાહી આજની,હવામાન અમદાવાદ,હવામાન રાજકોટ ગુજરાત,હવામાન ભાવનગર ગુજરાત,હવામાન સુરત ગુજરાત,
0 ટિપ્પણીઓ