ગુજરાત રાજ્ય ના જિલ્લા માંથી સૌથી નાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો છે.ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે, ડાંગ જિલ્લા માં ત્રણ તાલુકા આવેલા છે,જેમાં આહવા, વધાઇ,અને સુબીર છે.
ડાંગ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 1764 કિમી છે. ડાંગ જિલ્લાની કુલ વસ્તી 2, 26769 છે, લિંગ પ્રમાણ 963 છે, વસ્તી ગિસ્તા 129 , સાક્ષરતા 76.80% છે.
→ ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે.
→ ગુજરાતનું એકમાત્ર હવાખાવાનું સ્થળ એક માત્ર સ્થળ સાપુતારા છે.
→ રામાયણમાં વર્ણવેલો “દંડકારણ્ય" નો પ્રદેશ એટલે "ડાંગ"
→ ડાંગમાં કોઈ તીર્થસ્થળ આવેલું નથી.
→ ગુજરાતમાં સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો ડાંગ છે.
→ ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસતી ધરાવતો જિલ્લો ડાંગ છે.
→ સૌથી ઓછી વસતી ધરાવતો જિલ્લો ડાંગ છે.
→ સૌથી વધુ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો - ડાંગ (963) છે.
→ સૌથી વધુ શહેરી તથા ગ્રામીણ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો
→ ડાંગની વસતી “વેનુઆતુ” દેશ જેટલી છે.
→ 1994માં આહવા ખાતે “આદિવાસી રેડિયો કેન્દ્ર”ની શરૂઆત થઈ હતી.
દંડકારણ્ય :- રામાયણમાં વર્ણવેલો દંડકારણ્યનો પ્રદેશ અર્થાત્ “ડાંગ” જિલ્લાનો પ્રદેશ છે.
• ડાંગ જિલ્લાની સરહદ નીચે મુજબ છે......
← ઉત્તરે તાપી જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજય, દક્ષિણમાં પણ મહારાષ્ટ્ર રાજય તથા પશ્ચિમમાં નવસારી જિલ્લો આવેલા છે.
** નુત્ય -
“ડાંગી નૃત્ય” જેમાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ ચકલી, મોર, કાબર વગેરે જેવા પશુ-પક્ષીની 27 જેટલી નકલ કરતું નૃત્ય કરે છે. આને “ચાળો” પણ કહેવાય છે.
યુનિવર્સિટી / વિદ્યાલય :- ઋતંભરા વિશ્વ વિદ્યાલય, સાપુતારા
મ્યુઝિયમ :- સાપુતારા સંગ્રહસ્થાન આવેલું છે.
રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :- હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન,
વઘઈ, જિ.ડાંગ.
0 ટિપ્પણીઓ