ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તેવામાં આગામી ચાર પાંચ દિવસ આકરા પડશે. એટલે કે ગરમીમાં વધારો થવા જઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભયાવહ ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ હીટ વેવ જોવા મળશે. હવામાન વિભાગના અનુસાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા નદીના વિસ્તાર, બિહારમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતા ત્રણથી પાંચ ડિગ્રી ઓછું છે. દરમિયાન પશ્ચિમ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુરમાં તે સરેરાશ કરતા એકથી ત્રણ ડિગ્રી જેટલું ઓછું છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ ગોવામાં મહત્તમ તાપમાન સરેરાશ કરતા બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારે છે.


સૌરાષ્ટ્ર-કચ્છમા ૨૩થી ૨૭ સુધી હીટ વેવ : 


ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ૨૩થી ૨૭ માર્ચ સુધી હીટ વેવની સ્થિતિ જોવા મળશે. પૂર્વોત્તર ભારતમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. મધ્ય ભારતમાં પણ ગરમી વધવાની છે અને બેથી ત્રણ દિવસમાં મેક્સિમમ ટેમ્પ્રેચર ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની સંભાવના છે.



દિલ્હીમાં સરેરાશ કરતા એક ડિગ્રી ઓછું તાપમાન દિલ્હીમાં શનિવારે લઘુતમ ૧૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સરેરાશ તાપમાન કરતાં એક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના અનુસાર દિવસમાં પવન ફૂંકાવાની આગાહી કરી હતી. દિલ્હીમાં  ખરાબ કેટેગરીમાં નોંધાયો હતો.