ભારત ના ગુજરાત રાજ્ય ના 32 જિલ્લા માંથી એક જિલ્લો નવસારી છે. નવસારી જિલ્લા નું મુખ્ય મથક નવસારી જ છે. નવસારી જિલ્લામાં 6 તાલુકા આવેલા છે, કે જે નવસારી, વસંદા, ગણદેવી,ચીખલી, જલાલ પોર અને ખેર ગામ છે.
નવસારી જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો નીચે મુજબ છે.
નવસારી :- નવસારી એ “પુસ્તકોની નગરી” તરીકે પણ જાણીતું છે.
પૂર્ણા નદીના કિનારે વસેલું એક સમયનું “નવસારિકા બંદર” અર્થાત્ આજનું નવસારી જે “નાગવર્ધન”, “નવસેરર”, “નાગમંડ”, “પારસીપુરી”, “નાગશારક” જેવા નામોથી જાણીતું.
→ દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતાનું જન્મસ્થાન. ફિલ્મ સ્ટાર જેકી શ્રૉફ અને જાણીતી ગઝલ ગાયિકા પિનાઝ મસાણી પણ નવસારીના જ છે.
→ અહીં નવસૈય્યદ પીરની દરગાહ આવેલી છે જે બધી જ કોમનું આસ્થાનું પ્રતિક છે.
ઉભરાટ :- દરિયાકિનારે આવેલું પર્યટનસ્થળ છે.
ગણદેવી :- ગણદેવીનું મૂળ નામ “ગણપદિકા”, “ગુણપાદિકા” હતું. ગંગેશ્વર મહાદેવ અને સતીનું મંદિર છે. આ ઉપરાંત ખાંડ ઉદ્યોગનો વિકાસ થયો છે.
વાસંદા :- નૅશનલ પાર્ક આવેલો છે.
ચીખલી :- ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. આ ઉપરાંત મજીગામ ખાતે મલ્લિકાર્જુનનું પુરાણું શિવાલય આવેલું છે.
બીલીમોરા :- વલસાડી સાગમાંથી વિવિધ કલાત્મક રાચરચીલું બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે. સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગ વિકાસ પામેલો છે.
મરોલી :- કસ્તૂરબા સેવાશ્રમ આવેલો છે.
દાંડી :- મહાત્મા ગાંધીએ મીઠાના કાયદાનો ભંગ કરવા ઐતિહાસિક દાંડીકૂચ આરંભી હતી. 6 એપ્રિલ 1930ના રોજ અહીં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરી સ્વતંત્રતા સંગ્રામમાં નવચેતના જગાવી હતી. તેની યાદમાં દાંડી સ્મારક આવેલું છે.
કરાડી (જલાલપોર) :- “ગાંધીકુટિર” સંસ્થા આવેલી છે.
ઉનાઈ (વાંસદા તાલુકો) :-
→ ઉનાઈ માતાનું મંદિર ઉપરાંત ગરમપાણીનાં ઝરાં માટે જાણીતું છે.
આ ગરમપાણીમાં ગંધક, સલ્ફર વગેરે રસાયણોનું પ્રમાણ હોવાથી રોગમાં તેનું પાણી ફાયદો આપે છે.
*• મુખ્ય નદીઓ :- પૂર્ણા, અંબિકા, મીંઢોળા કાવેરી.
* ખેતી :- શેરડી, જુવાર, કેરી
વન્ય જીવસૃષ્ટિ :- વાંસદા નૅશનલ પાર્ક, તાલુકો - વાંસદા
ઉદ્યોગ:- બીલીમોરા ખાતે વલસાડી સાગમાંથી રાચરચીલું બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.
→ સાબરમતી આશ્રમથી દાંડી સુધીનો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-228 (નવો નંબર-64) પસાર થાય છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ વે” જાહેર કરવામાં આવ્યો છે.
0 ટિપ્પણીઓ