google.com, newstruggle : જાન્યુઆરી 2024

સોમવાર, 29 જાન્યુઆરી, 2024

આજ નું હવામાન, ગુજરાત માં આવનારા દિવસોમાં ફરી વરસાદ ની શક્યતા,

ચાલો તો આજે આપડે ગુજરાત નું હવામાન અને દેશ ના હવામાન વીશે વાત કરવાના છીએ, વિડિયો શરુ કરતા પહેલાં જો તમે ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો.જેથી અમારા વિડિયા ની માહિતી તમને મળતી રહે.



હાલ ગુજરાત રાજ્ય માં તાપમાન માં સામાન્ય વધારો નોંધાયો હતો. અને ઠંડીમાં રાહત અનુભવાય હતી. જયારે દેશ ના ઉતર ભાગમાં 27 જાન્યઆરી એ હિમાલયના પશ્ચિમી પટ્ટામાં એક પછી એક આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસના લીધે પહાડો પર પહેલી વખત જ સીઝનની ભારે હિમવર્ષા જોવા મળવાની છે. 

તેનો પ્રારંભ આજ થી થશે અને ચાર દિવસ સુધી ચાલશે. તેની અસર અત્યારથી જ વર્તાવવા માંડી છે. જમ્મુ-કાશ્મીર ખીણ અને લડાખમાં પારો ગગડતા તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે અને રાજ્યએ સીઝનની પહેલી હિમવર્ષા અનુભવી છે.

આ વખતે અલ નીનોના લીધે સમગ્ર શિયાળા દરમિયાન પહાડોની ટોચે હિમવર્ષા વગરની રહી છે. મેડિટેરિયન સીમાંથી ઉદભવતી વેધર સિસ્ટમના લીધે ઉત્તરપશ્ચિમ ભારતમાં કમોસમી વરસાદ આવે છે.

આ વખતના હિમવર્ષાના અભાવની અસર પીવાના પાણી પર, બાગાયતી પાક પર અને કૃષિ ઉત્પાદન પર પડી શકે છે,એમ લડાખમાં લેહમાં હવામાન વિભાગના વડા સોનમ લોટસે જણાવ્યું હતું. આ સિસ્ટમી અસર હેઠળ ઉત્તરાખંડમાં હિમવર્ષા, પંજાબ, ચંદીગઢ,હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં હળવ૩૧ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી દરમિયાન હળવાથી ભારે વરસાદ પડી શકે છે.


કારશ્મીર ખીણમાં પહાડો પર હિમવર્ષા થતા તાપમાન નીચે ઉતરી ગયું હતું. લગભગ બે મહિનાના સૂકા સ્પેલ પછી શ્રીનગરે માઇનસ ૨.૩ ડિગ્રી, પહલગામે માઈનસ ૫.૧ ડિગ્રી, કાઝિગંડે ૨.૨ ડિગ્રી, કોકરનાગે માઇનસ ૦.૮ ડિગ્રી, કુપવાડાએ માઇનસ ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું.

આ ઉપરાંત રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અનુભવાયું હતું. હનુમાનગઢના સાંગરિયામાં તાપમાન ૩.૧ ડિગ્રી થઈ ગયું હતું. કેટલાય સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાયું હતું. તેના લીધે વાહનવ્યવહાર પર અસર પડી હતી. ગંગાનગરમાં ૪.૪ ડિગ્રી, અલવરમાં પાંચ ડિગ્રી, સિરોહીમાં ૬.૪ ડિગ્રી, બંસવારામાં ૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયપુરનું તાપમાન ૯.૬ ડિગ્રી હતું.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીએ ૪.૩ ડિગ્રી જેટલું નીચુ તાપમાન નોંધાવ્યું હતું. આ તાપમાન સીઝનના સરેરાશ તાપમાન કરતાં પણ નીચું છે.

હાલ સિસ્ટમ ના કારણે ગુજરાત નું હવામાન માં પણ ફેરફાર જોવા મળશે, આવનારા દિવસોમાં ગુજરાત માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે,અને ફેબ્રુઆરીના શરૂઆત થી ઠંડી નો અનુભવ થવાની શક્યતા છે. વિડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.









શનિવાર, 27 જાન્યુઆરી, 2024

સુરત જિલ્લાનાં તમામ જોવાલાયક સ્થળો.ગુજરાતના પ્રવાસન સ્થળો,સુરત માં ફરવા જેવા સ્થળો,જાહેર સ્થળો ના નામ.નર્મદા ના કિનારે જોવાલાયક સ્થળો.સુરત પાસે આવેલો બીચ.સુરત નો ઇતિહાસ

સુરત જિલ્લાનાં તમામ જોવાલાયક સ્થળો :-



સુરત :- “સોનાની મુરત”, “મક્કા બારી”, “બાબુલ મક્કા”જેવા નામો થી પણ ઓળખાતું હતું.એશિયામાં સૌપ્રથમ રિવૉલ્વિગ રેસ્ટોરન્ટ સુરતમાં બની છે.

 એશિયામાં માનવસર્જિત યાર્નનું સૌથી મોટું બજાર સુરતમાં છે. “સુરત ટૅક્સટાઈલ માર્કેટ” એશિયાભરમાં વિખ્યાત છે.

 ઈ.સ. 1644માં ઈસાકબેગ યઝદી ઉર્ફે હકીકતખાને બંધાવેલ મુઘલસરાઈ (જ્યાં આજે મ્યુનિસિપલ કૉર્પો.ની ઑફિસ છે) ઈ.સ.1540માં ખ્વાજા સફર સુલેમાનીએ બંધાવેલો ચોક બજારમાંનો કિલ્લો, મલેક ગોપીનું ‘ગોપીપુરા' (ગોપી તળાવ હાલમાં રહ્યું નથી.) શિવાજીએ ઈ.સ.1664 અને ઈ.સ.1670માં એમ બે વાર સુરત લૂંટ્યું હતું. ઈ.સ.1850માં એન્ડ્રુઝ નામના અંગ્રેજ ન્યાયાધીશના નામથી સ્થાપાયેલી એન્ડ્રુઝ લાઇબ્રેરી તથા બાપાલાલ વૈદ્ય જેવા આયુર્વેદાચાર્યએ સ્થાપેલ “આત્માનંદ ફાર્મસી" આવેલ છે.


 આ ઉપરાંત લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી, સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુઝિયમ), નહેરુબાગ, સરદાર પટેલ સ્મૃતિ ભવન, બાદશાહ ઔરંગઝેબના સમયમાં બાંધવામાં આવેલું ચિંતામણિ જૈન દેરાસર, ઈ.સ.1874માં બાંધવામાં આવેલ “હોપ પુલ”, અશ્વિનીકુમાર ઘાટ જોવાલાયક છે.

 

વીર નર્મદની જન્મભૂમિ તથા વીર નર્મદ યુનિવર્સિટીનું મુખ્યમથક છે. આથી "નર્મદનગરી” પણ કહેવાય છે.

સુરતમાં ઉતરાયણના ઉત્સવમાં પતંગને 'કનકવો' કહેવાય છે.

સુરત મહાનગરપાલિકા દર વર્ષે “ત્રિઅંકી નાટક” સ્પર્ધા યોજે છે.

હીરા ઘસવાનો ઉદ્યોગ, સોના-ચાંદી અને કાપડઉદ્યોગનો મોટાપાયે વિકાસ થયો છે.

તાપી નદી પર સરદાર બ્રિજ, મક્કાઈ પુલ, વિવેકાનંદ બ્રિજ આવેલા છે.



સુરત જિલ્લા ના તાલુકા ઓ 10 છે.


સુરત શહેર, ચોર્યાસી, કામરેજ, બારડોલી, મહુવા, ઓલપાડ, માંગરોળ, પલસાણા, માંડવી, ઉમરપાડા.


હજીરા માં જોવાલાયક સ્થળો:- હજીરાનો બંદર તરીકે વિકાસ થયો છે.


"Kribhco (Krishak Bharati Co-operative)" तुं तर नाववानु કારખાનું આવેલું છે.


બારડોલી :- “સત્યાગ્રહની ભૂમિ” તરીકે ઓળખાય છે.


વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ઈ.સ. 1928માં “ના-કર”ની લડત શરૂ થઈ. જેમાં સફળતા મળતા વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરૂદ આપવામાં આવ્યું. આંદોલન દરમિયાનના સરદારના નિવાસસ્થાન ખાતે “સરદાર સ્વરાજ આશ્રમ” ચાલે છે.

ઉપરાંત સરદાર પટેલની પ્રતિમા પણ છે. બારડોલીમાં “સરદાર સ્મારક" પણ છે.


ઈ.સ. 1956 બારડોલીમાં ગુજરાતના સૌપ્રથમ સહકારી ધોરણના ખાંડના કારખાનાની સ્થાપના કરવામાં આવી હતી.


ડુમસઃ- અહીં તાપી સમુદ્રસંગમ પામે છે. ડુમસનો સુંદર દરિયાકિનારો પ્રવાસીઓને આકર્ષે છે.


કામરેજ :- નારદ-બ્રહ્માની મૂર્તિવાળું મંદિર આવેલું છે.


મઢી :- ખાંડનું કારખાનું પણ આવેલું છે.


* મુખ્ય નદી :- તાપી, કીમ


તાપી નદી “સૂર્ય પુત્રી” તરીકે ઓળખાય છે. *


સિંચાઈ યોજના : કાકરાપાર બંધ - તાલુકો માંડવી - તાપી નદી પર બાંધવામાં આવ્યો છે.


* ખેતીઃ ગુજરાતમાં સુરત જિલ્લો શેરડીના ઉત્પાદનમાં પ્રથમસ્થાન ધરાવે છે.


 સુરત જિલ્લો સમગ્ર ગુજરાતમાં જુવારના ઉત્પાદનમાં પ્રથમસ્થાન ધરાવે છે.


ખનીજ : સુરતમાંથી ફાયરક્લે, જિપ્સમ, ચિનાઈ માટી વગેરે ખનીજો મળી આવે છે.


 સુરતના ઓલપાડ અને માંગરોળ ખાતેથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે.


• ઉદ્યોગો : હૅન્ડલૂમ અને પાવરલૂમ ઉદ્યોગ, રૅયોન ઉદ્યોગ કૃત્રિમ રેસામુક્ત કાપડ બનાવવાનો ઉદ્યોગ તથા જરીનું કાપડ બનાવવાના ઉદ્યોગમાં સુરત ગુજરાતમાં પ્રથમસ્થાને છે.


 વૉટર હીટરમાં સુરત ગુજરાતમાં પ્રથમસ્થાને છે.


સુરતના ઉધના ખાતે રૅયોન ઉદ્યોગ તથા આર્ટ સિલ્કનું કાપડ બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.


 રાષ્ટ્રીય રાજમાર્ગ : રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.


* યુનિવર્સિટી/વિદ્યાપીઠ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સ્થાપના - 1965


→ સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજી, સુરત સ્થાપના - 1961

→ Auro યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ, સુરત

મ્યુઝિયમ/ગ્રંથાલય : ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત

→ જૈન આનંદ પુસ્તકાલય, સુરત

→ સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુઝિયમ), સુરત

→ લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી, સુરત.


રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :


→ સોરધમ રિસર્ચ સ્ટેશન, સુરત

→ મેન મેઈડ ટેક્સટાઈલ રિસર્ચ એસોસિયેશન, સુરત

→ સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ, સુરત

→ વ્હીટ રિસર્ચ સ્ટેશન (ઘઉં સંશોધન કેન્દ્ર), બારડોલી

→ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, સુરત

→ સ્ટેમ સેલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સુરત.


• બંદરો : ભગવા, મગદલ્લા, હજીરા.

• ડેરી : સુમૂલ ડેરી- સુરત


 સુરત જીલ્લા માં ખાસ જોવાલાયક વિષેશતા ઓ.

• વિશેષતા :


“સોનાની મૂરત”, “સૂર્ય નગરી”, “મક્કા નું પ્રવેશદ્વાર (બાબુલ મક્કા)" તથા “હિરા ઉદ્યોગના પાટનગર” તરીકે જાણીતું છે.


→ ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર તથા વિશ્વમાં ચોથા ક્રમાંક નું શહેર.


→ ગુજરાતમાં સૌથી વધુ ઓવર બ્રીજ સુરત શહેરમાં છે.


→ સુરત જિલ્લામાં આવેલા મઢી ખાતેની “તુવેરદાળ” ઉપરાંત સુરતની “ખમણી” જાણીતી છે.


→ સુરતમાં “કાપડ ઉદ્યોગ” તથા “હીરા ઉદ્યોગ” ખૂબ જ જાણીતા છે. આથી “ડાયમંડ સિટી” કહેવાય છે.


→સુવાલી ની ટેકરીઓ:- સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તરનો કિનારો સુવાલી ની ટેકરીઓ કહેવાય છે.


→ ઈ.સ. 1613માં અંગ્રેજોએ ભારતની સૌપ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી.


→ ગુજરાતમાં સૌપ્રથમ “પ્રાર્થના સમાજ”ની સ્થાપના ઈ. સ. 1871માં સુરત ખાતે થઈ અને ત્યારબાદ તે જ વર્ષે ભરૂચ ખાતે પણ થઈ.


→ 2001થી 2011 દરમિયાન સૌથી વધુ પુરુષ વૃદ્ધિદર અને સ્ત્રી વૃદ્ધિદર ધરાવતો જિલ્લો - સુરત


→ સુરત જિલ્લો એ સમગ્ર ગુજરાતમાં જુવાર અને શેરડીના ઉત્પાદનમાં પ્રથમસ્થાને છે.


સુરત શહેરનું “પોંક”, “જમણ”, “ઉંધિયુ”, “ધારી” તથા “જરીકામ” જાણીતું છે.


સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો (અમદાવાદ પછી) - સુરત (86.65 %)


સૌથી વધુ વસતીગીચતા ધરાવતો જિલ્લો - સુરત (1376)


સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતો જિલ્લો - સુરત (788)


સૌથી ઓછું શિશુ લિંગપ્રમાણ ધરાવતો જિલ્લો - સુરત (836)


સ્ત્રી-પુરુષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો - સુરત (10.02)


સુરત જિલ્લાની સરહદઃ


 ઉત્તરે ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો, પૂર્વમાં તાપી જિલ્લો, દક્ષિણમાં નવસારી જિલ્લો તથા પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે.




સોમવાર, 22 જાન્યુઆરી, 2024

આગામી બે દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, ગાઢ ધૂમ્મસનું એલર્ટ

 આગામી બે દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, ગાઢ ધૂમ્મસનું એલર્ટ.


 હાલ ગુજરાત માં ઠંડી નું ભારે જોર વધ્યું છે. રાત્રિ ના સમયે તાપમાન નીચે નોંધાય રહ્યુ છે.અને દિવસે તાપમાન માં વધારો થતા રાજ્ય માં બેવડી ઋતુ નો અનુભય થય રહ્યો છે.


હાલ દેશ માં ઠંડી મો માહોલ જામ્યો છે,ઉતર ભારત માં હિમ વર્ષા થય રહી છે અને ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે.

દેશની બે-તૃતીયાંશથી વધુ વસતી કડકડતી ઠંડી સહન કરી રહી છે. આગામી બે દિવસ પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના  છે.

 ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ ન્યૂનત્તમ તાપમાન 3 થી 8 ડિગ્રીની વચ્ચે નોંધાશે. 23 બાદ તાપમાન વધવા લાગશે. જમ્મૂ કાશ્મીરમાં 24 જાન્યુઆરી સુધી હળવી હિમવર્ષાની વકી છે. લદ્દાખમાં હિમવર્ષા થશે. જો કે મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન બાદ હવે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશના અનેક વિસ્તારો માં ઠંડી ના કારણે લોકોને તાપણા ની ફરજ પડી હતી..  મધ્યપ્રદેશ નું નૌગાંવ માં શનિવારે સવારે દેશના બાકીના મેદાની વિસ્તારો સૌથી વધુ ઠંડું રહ્યું હતું.


હવામાન વૈજ્ઞાનિક અનુસાર ગત ત્રણ-ચાર દિવસથી ઉત્તરથી લઇને પૂર્વ અને મધ્ય ભારતમાં દિવસનું તાપમાન વધી રહ્યું નથી. તેનાથી વધુ ઠંડી લાગી રહી છે. સુકા મોસમમાં ફુંકાતા તેજ પવનોને કારણે પણ ઠંડી વધુ લાગી રહી છે.

 પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, અસમ, મેઘાલય, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, માં ભારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની હવામાન વિભાગ ની આગાહી છે. 

ગુરુવાર, 18 જાન્યુઆરી, 2024

આંદામાન-નિકોબારની -જોવાલાયક સુંદર જગ્યાઓ,Beautiful places to visit in Andaman-Nicobar

હાલ આપણાં દેશમાં દેશના પોતાના ફરવાલાયક ટાપુઓની ચર્ચા ખૂબ ચાલી રહી છે. લક્ષદ્વીપ અને આંદામાન જેવા ટાપુ આપણાં દેશમાં હોય એ પછી બીજા દેશના ટાપુ જોવા શા માટે લાંબું થવું? વેલ, એવુંય નથી કે તમે બીજા દેશમાં ન જાવ પણ વાત એવી છે કે સુંદરતા આપણાં દેશમાં પણ બીજા દેશ જેટલી જ છે તો પહેલાં એ નિહાળી લેવી જોઈએ. ખેર, આંદામાન-નિકોબારના ઘણાં બીચ વિશે ગત સપ્તાહમાં આપણે વાત કરી ચૂક્યાં છીએ, આ વખતે એ સિવાયના બીચ વિશે વાત કરીએ.



ચિડિયા ટાપુ.


આ ટાપુના નામ ઉપરથી જ તમને સમજાશે કે આ એવી જગ્યા છે જ્યાં તમને પાણીની સાથે અનેક પક્ષીઓ પણ જોવા મળશે. અહીં સ્થાનિક પક્ષીઓ તો હોય જ છે સાથે સાથે અમુક ન જોવાં હોય એવાં પ્રવાસી પક્ષીઓ જોવાનો લાભ પણ મળી જશે. આમ તો આ ટાપુ પર આખો દિવસ પક્ષીઓની ચહલપહલ રહે છે પણ સવારના સમયે તે અદભુત દૃશ્યમાન થાય છે એટલે સવારના સમયે અહીં ખાસ જવું જોઈએ.


સેલ્યુલર જેલ.


કાળાપાણીના નામથી તો આપણે બધાં જ પરિચિત છીએ. આંદામાન જેના માટે ખાસ જાણીતું છે તેવી કાળાપાણીની જેલ ત્યાં બનેલી છે તે જોવા ચોક્કસ જવું. અહીં અંગ્રેજોના જમાનામાં બનેલી કાળાપાણીની જેલ હતી, એક એક સમયે અહીં રહેલા સ્વાતંત્ર્ય સેનાનીનાં ઐતિહાસિક કારનામાં અને અને તેની ઝલક લાઈટ અને સાઉન્ડ શૉ દ્વારા તમને જોવા મળશે.


માઉન્ટ હેરિયટ અને મધુબન.


ટ્રેકિંગના શોખીન લોકો મોટાભાગે પહાડોમાં ફરવા જતા હોય છે, પણ હવે તો બીચપ્રેમીઓ પણ આંદામાનમાં ટ્રેકિંગની મજા માણી શકે છે. માઉન્ટ હેરિયટથી મધુબન સુધી જવાનો ૧૬ કિમીનો ટ્રેક તમને ટ્રેકિંગની મજા માણવાની તક આપશે. અહીં આજુબાજુમાં શાનદાર હરિયાળી છે. અહીં તમને વિદેશી વનસ્પતિઓ પણ જોવા મળશે. માઉન્ટ હેરિયટ જંગલમાં તમે હાથી સફારીનો આનંદ પણ માણી શકશો.


નોર્થ બે બીચ.


નૉર્થ બે બીચ ઉપર તમે સમુદ્રમાં ચાલવાનો તેમજ ઓક્ટોપસ ગાર્ડન જોવાનો આનંદ લઈ શકો છો. માછલીઓ, મૂંગા ચટ્ટાનો અને અલગ અલગ સમુદ્ર જીવોને અહીં તમે જોઈ શકો છો. છો. અ અહીં એવા એવા સમુદ્ર જીવ જોવા મળશે જે નોર્મલી એકક્વેરિયમમાં નથી હોતા. નોથ બે બીચ એશિયામાં સમુદ્રમાં ફરવા માટેની સૌથી સારી જગ્યા છે. અહીં પાણીમાં ફરવા માટે તરતાં નહીં આવડતું હોય તો v પણ ચાલશે.


ડિગલીપુર.


ડિગલીપુરમાં કાચબાઓ, મગરમચ્છ અભયારણ્ય અને ગુફાઓ જોવા મળશે. પ્રકૃતીપ્રેમીઓ માટે આ સૌથી મનગમતી જગ્યા છે. અહીં આવનારને કુદરતે વીખેરેલી સુંદરતા જોવાની ખૂબ મજા આવશે.


નીલ આઇલેન્ડ.


એક આરામદાયક, આનંદમય અને શાંત જગ્યા માટે નીલ : આઇલેન્ડ પરફેક્ટ જગ્યા છે. અહીં ફોટોગ્રાફી સારી રીતે થઈ શકે છે. આ જગ્યાએ ઘણી ફિલ્મોનાં શૂટિંગ થયાં છે એટલે એ રીતે પણ જગ્યા પ્રખ્યાત છે.


એલિફન્ટ બીચ.


હેવલૉક દ્વીપમાં આવેલો આ બીચ દેખાવે અત્યંત સુંદર છે. અહીં સ્નોર્કલિંગ અને સી ડાઇવિંગ કરી શકાય છે. અહીં હાથી દ્વારા ફુવારાની મજા પણ માણી શકાય છે. બીચ ઉપર હાથીની સવારીનો લાભ પણ લઇ શકાય છે.


સિક દ્વીપ.


આ દ્વીપ દક્ષિણ ર્સિક દ્વીપ અને ઉત્તર - સિંક ક્રિપ એમ બે ભાગમાં વહેંચાયેલો છે. - આ આંદામાનની ફરવા માટેની પ્રસિદ્ધ જગ્યાઓમાંથી એક છે. અહીં મોટાભાગે એવા લોકો આવે છે જે પાણીની નીચે ગોતાખોરી કરવાનો શોખ ધરાવતાં = હોય અથવા તો તેનો અનુભવ લેવા : માંગતા હોય.


લાંગ આઇલેન્ડ.


આ આંદામાનનો એક નાનો આઇલેન્ડ છે જે તેની સુંદરતા માટે જાણીતો છે. અહીં આસપાસમાં આધુનિક ગામ બનાવવામાં આવ્યું છે. અહીં હરિયાળી અને ગુફાઓ પણ જોવા મળે છે.



બુધવાર, 17 જાન્યુઆરી, 2024

ઠંડી નું ભારે તોફાન ત્રાટક્યું ગુજરાત માં, આવનારા દિવસોમાં હજી ઠંડી પડશે,

હાલ રાજ્ય માં તાપમાન માં વધારા બાદ ફરી સોમવાર થી ગુજરાતમાં શિયાળો વિલંબ બાદ આખરે જમાવટ કરી રહ્યો છે. ગાંધીનગરમાં ૮.૪ ડિગ્રી જ્યારે અમદાવાદમાં ૧૧.૧ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.


 સામાન્ય રીતે રાજ્યમાં સૌથી ઠંડુંગારમાં નલિયા મોખરે હોય છે. પરંતુ રવિવારે રાત્રિના તેનું સ્થાન ગાંધીનગરે લઇ લીધું હતું. ગાંધીનગરમાં સળંગ બીજા દિવસે પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અગાઉ શનિવારે રાત્રે ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૧૧.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો થયો હતો.



આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૩ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી છે. અમદાવાદમાં સરેરાશ  લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો હોય તેવું વર્તમાન સિઝનમાં પ્રથમવાર બન્યું છે.ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે હતો. જેમાં નલિયા, ડીસા, વડોદરા, રાજકોટ, ભુજ,દમણ, ભાવનગરનો સમાવેશ થાય છે.

કયા શહેર માં વધારે ઠંડી નોંધાય હતી.



ગાંધીનગર માં 8.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. નલીયા માં 9.8 ડીગ્રી, ડીસા માં 10.2 ડીગ્રી, અમદાવાદ માં 11.1ડીગ્રી, વડોદરા માં 12 ડીગ્રી, રાજકોટ માં 12.4 ડીગ્રી,ભુજ માં 14 ડીગ્રી, દમણ માં 14.4 ડીગ્રી, ભાવનગર માં 14.8 ડિગ્રી, કંડલામાં 15.6 ડીગ્રી, પોરબંદર માં 15.6 ડીગ્રી, સુરત માં 15.6 ડીગ્રી,અને દ્વારકા માં 17.1 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

જો હવામાન ને લગતી માહિતી માટે અમારી વેબસાઇટ પર જય શકો છો,અને વિડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.

મંગળવાર, 16 જાન્યુઆરી, 2024

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

 સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉત્તર ભારતનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ૧૭ રાજ્યોમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો હતો. તાપમાનનો પારો ૩ ડિગ્રી કરતા વધુ ઘટી ગયો હતો. ગાઢ ધુમ્મસને કારણે ૯૦૦થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. અનેક ટ્રેનો મોડી પડી હતી, કેટલીક ટ્રેનોનાં રૂટ બદલવામાં આવ્યા હતા. હજી ૪ દિવસ પાંચ રાજ્યો પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ભીષણ ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી સાથે જુદાજુદા વિસ્તારો માટે રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે.


તાપમાનનો પારો નીચે ગગડતા ઉત્તર ભારતનાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. વાહન વ્યવહારને માઠી અસર થઈ હતી. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબનું નવાં શહેર રવિવારે શૂન્ય ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. દિલ્હીમાં સોમવારની સવારે પારો ૩.૩ ડિગ્રી નોંધાતા મોસમની સૌથી ઠંડીમાં ઠંડી સવાર હતી. રાજસ્થાનનાં સીકરમાં હાઈવે પર ગાઢ ધુમ્મન્સને કારણે બે કાર અથડાતા ૬નાં મોત થયા હતા.


૯૦૦ ફ્લાઈટ્સ પ્રભાવિત અને અનેક ટ્રેનો રદ.


ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી સહિત ઉત્તરના રાજ્યોમાં ૯૦૦થી વધુ ફલાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ૮૦ ફલાઈટ્સ રદ કરાઈ હતી. કેટલીક ફલાઈટ્સને અન્યત્ર ડાયવર્ટ કરાઈ હતી. ઉત્તર રેલવેની અનેક ટ્રેનો રદ કરાઈ હતી. દિલ્હી આવનારી ૨૨ ટ્રેન મોડી પડી હતી. દિલ્હીમાં ૧૬૮ ફલાઈટ્સ મોડી પડી હતી જ્યારે ૮૪ને રદ કરવામાં આવી હતી. ૧૦ને ડાયવર્ટ કરાઈ હતી.


કાશ્મીરમાં પારો માઈનસ ૪.૨ ડિગ્રી.


જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો હતો. કાશ્મીરમાં પારો માઈનસ ૪.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે જમ્મુમાં રવિવાર મોસમની સૌથી ઠંડી રાત રહી હતી. ગુલમર્ગમાં પારો માઈનસ ૨.૮ ડિગ્રી નોંધાયો હતો. હિમાચલમાં કુકુમસેરી ખાતે ઠંડી માઈનસ ૭.૨ ડિગ્રી રહી હતી. દિલ્હીમાં ૨ દિવસ માટે ઠંડી અને ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં ૩૧મી સુધી ચિલ્લા કલાનો કોપ જારી રહેશે તેથી ઠંડીમાં રાહત મળવાનાં કોઈ અણસાર નથી.

બુધવાર, 10 જાન્યુઆરી, 2024

#નર્મદા જિલ્લાના તાલુકા. #નર્મદા જિલ્લાનો નકશો. #નર્મદા નદી નો ઇતિહાસ. નર્મદા જીલ્લા ના જોવાલાયક સ્થળો, નર્મદા જીલ્લો, નર્મદા જીલ્લા ની ગ્રામ પચાયત.

 નર્મદા જીલ્લો ભારત દેશ ના ગુજરાત રાજ્ય ના જિલ્લાઓ માંથી એક જીલ્લો છે,નર્મદા જિલ્લામાં કુલ પાસ (5) 1,2,3,4,5 અનુક્રમે રાજપીપળા, દેડીયાપાડા, તિલકવાડા,સગબરા, ગરુડેશ્વર તાલુકા આવેલાં છે, તેનું મુખ્ય મથક રાજ પીપળા છે,



#નર્મદા જિલ્લા ના તાલુકા મુજબ જોવાલાયક સ્થળો. 


#રાજપીપળા :- જૂનો રજવાડી મહેલ (એક હજાર બારીવાળો) જોવાલાયક છે તથા હરસિદ્ધિ માતાનું મંદિર (ગોરા) આવેલું છે.


→ કરજણ નદી અને કરજણ ડેમ આવેલ છે.

→ કુદરતી સૌંદર્યના કારણે ફિલ્મોનું શુટિંગ થાય છે.

→ સુરપાણેશ્વર મંદિર (ગોરા), ડૂમખલ અભયારણ્ય, પાંડોરી માતાનું મંદિર.


 #સરદાર સરોવર :- નવા ગામ (કેવડિયા કોલોની) ખાતે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ આવેલો છે.


*તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચાઈની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ “સ્ટેચ્યુ ઓફ યુનિટી''નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નર્મદાના પટમાં આવેલા "સાધુબેટ" ઉપર આ મૂર્તિ સ્થાપિત થઇ રહી છે.


#સરદાર સરોવર બંધ વીશે થોડું વધુ જાણો


5 એપ્રિલ, 1961ના રોજ 163 મીટરની ઊંચાઈ ધરાવતા સરદાર સરોવર બંધનું તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યો જોડાયેલા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના 67મા જન્મદિવસે (17 સપ્ટેમ્બર, 2017ના રોજ) તેમના જ હસ્તે સરદાર સરોવર રાષ્ટ્રને સમર્પિત કરાયો.


 ઈ.સ. 1967માં રાજ્યો વચ્ચે વિવાદ થતાં ઈ.સ. 1969માં “નર્મદા જળવિવાદ ટ્રિબ્યૂનલ”ની રચના કરવામાં આવી. જેણે ઈ.સ.1979માં અહેવાલ આપ્યો.


ઈ.સ. 1980માં પર્યાવરણ મુદ્દે વિવાદ થતાં ઈ.સ. 1987માં કેન્દ્ર સરકારે આ મુદ્દે યોજનાને લીલીઝંડી આપી.

 

ઈ.સ. 1988માં ગુજરાત સરકારે નર્મદા યોજનાના અમલીકરણ માટે “સરદાર સરોવર નર્મદા નિગમ લિ.”ની સ્થાપના કરી.


 સર્વોચ્ચ ન્યાયાલયમાં રિટ થતાં યોજના ખોરંભે ચઢી. ઈ.સ.2006માં સર્વોચ્ચ ન્યાયાલયે મેઘા પાટકરની અરજી ફગાવી દીધી.


વર્તમાન બંધની પૂર્ણ જળસપાટી 138.68 મીટર (455 ફૂટ) તથા બંધની લંબાઈ 1210.02 મીટર રખાઈ છે.


પાણીના નિકાલ માટે 17થી 20 મીટર પહોળાઈના 30 દરવાજા રાખવામાં આવ્યા છે.


 સરદાર સરોવર યોજનાથી કુલ 1450 મેગાવૉટ (2576 કરોડ યુનિટ) વિજળી ઉત્પન્ન થશે. જેમાંથી મધ્યપ્રદેશની 57%, મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને 16% વીજળી આપવામાં આવશે.

#ગરૂડેશ્વર :- ગરૂડેશ્વર ખાતે દત્તમંદિર આવેલું છે.




• #મુખ્ય નદીઓ :- નર્મદા, કરજણ


• #સિંચાઈ યોજના :- નર્મદા જિલ્લામાં નવાગામ (કેવડિયા કોલોની) ખાતે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે.


• #વન્યજીવ સૃષ્ટિ :- સુરપાણેશ્વર (ડૂમખલ) અભયારણ્ય, તાલુકો- દેડિયાપાડા


• #ખેતી :- કપાસ, ડાંગર, મકાઈ, ઘઉં વગેરેની ખેતી થાય છે.


#નર્મદા જીલ્લો ની ખાસ વિશેષતા માટે જાણીતો છે.

 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (182 મીટર ઊંચાઈની) “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નર્મદા જિલ્લામાં છે.


 અકીકના પથ્થરો માટે જાણીતી રાજપીપળાની ટેકરીઓ નર્મદા જિલ્લામાં આવેલી છે.


 નર્મદા નદી “રેવા” તથા “મૈકલ કન્યા” તરીકે ઓળખાય છે.

 

નર્મદા જિલ્લાનું રાજપીપળા ઈમારતી લાકડાના વેપાર માટેનું અગત્યનું કેન્દ્ર છે.


ગુજરાતનો સૌથી મોટો અને ઊંચો બંધ “સરદાર સરોવર બંધ' નર્મદા જિલ્લામાં આવેલ છે.


ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે.



•#નર્મદા જિલ્લાની સરહદ પર આવલે જીલ્લા .


→ ઉત્તરે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજય, દક્ષિણમાં તાપી અને સુરત જિલ્લો, અને પશ્ચિમમાં ભરૂચ જિલ્લો આવેલા છે.


નર્મદા જિલ્લા નું કુલ 2750 ચો. કિમી ક્ષેત્રફળ માં ફેલાયેલું છે.

નર્મદા જિલ્લા ની કુલ 590379  વસ્તી છે.

નર્મદા જિલ્લા ની વસ્તી ગીચતા 214 છે.

નર્મદા જિલ્લા નું સાક્ષરતા પ્રમાણ 73.29 % છે.

🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎

#નર્મદા જિલ્લાના તાલુકા.

#નર્મદા જિલ્લાનો નકશો.

#નર્મદા નદી નો ઇતિહાસ.

#નર્મદા નદી પરિક્રમા.

#નર્મદા કિનારે આવેલું તીર્થસ્થળ.

#નર્મદા નદી પર કાવ્ય.

#નર્મદા જિલ્લાના સમાચાર તાજા.

#નવસારી જિલ્લો.

#ડાંગ જિલ્લો.

નર્મદા કિનારે આવેલું તીર્થસ્થળ.

નર્મદા નદી વિશે માહિતી.

નર્મદા ડેમ.

સોમવાર, 8 જાન્યુઆરી, 2024

રામમંદિર: મુખ્ય યજમાન લાકડાંની પાટ પર પોઢશે, બ્રહ્મચર્યનું પાલન કરવુંપડશે.ram mandir ayodhya.ayodhya ram mandir. ram mandir.ayodhya temple.temple of ayodhya.ayodhya ram mandir photos.

 અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ જ હવે ઉત્સાહનો સંચાર વધી રહ્યો છે. મંદિરની પ્રાણપતિષ્ઠા વિધિ મુદ્દે રોજ નવીને નવી જાણકારી સામે આવી રહી છે. સૂત્રોના અનુસાર પ્રાણપ્રતિષ્ઠા સમારંભ સંપૂર્ણ પણે સનાતની અને વૈદિક પરંપરાઓ અનુસાર યોજાશે. ૨૨ જાન્યુઆરીના રોજ ૮૪ સેન્કડ માટેના અભિજિત મુહૂર્તમાં આયોજિત થનારા આ સમારંભના મુખ્ય યજમાનપદે એક દંપતી રહેશે. દંપતીએ ૧૫ જાન્યુઆરીના રોજથી જ ઉપવાસ, જપ, તપ, હવન, સ્નાન અને દાન સહિતના ૪૫ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. તેમણે લાકડાંની ચોકી (પાટ) પર સૂવું પડશે. બબચર્યાનું પાલન કરવું પડશે.


રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદદેવગિરિ મહારાજે પ્રાણપ્રતિષ્ઠાના યજમાન માટે નિયમો વિશે કાશીના વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ પાસે સલાહ માગી હતી. તેમણે ખજાનચીને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે, મુખ્ય યજમાને આઠ દિવસ સુધી તમામ ૪૫ નિયમોનું પાલન કરવું પડશે. તેમાં પ્રાયશ્વિત, ગૌદાન, દશવિધ સ્નાન, પ્રાયશ્ચિત શૌર, પંચગવ્યપ્રદેશન પણ સામેલ છે. અને તેમણે નિયમો અનુસાર પોતાની જીવનચર્યા પણ બદલવાની રહેશે.

મુખ્ય યજમાને પ્રાયશ્ચિત, ગૌદાન, દશવિધ સ્નાન, પ્રાયશ્ચિત ક્ષૌર, પંચગવ્યપ્રાશન વિધિ કરવાની રહેશે.


યજમાને જપ, તપ, હવન, સ્નાન અને દાન સહિતના ૪૫ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.


કયા નિયમોનું પાલન કરવું પડશે.


> રોજ સવારે સ્નાન, બહારનું ભોજન નહીં લઈ શકે, વ્યસનનો ત્યાગ.

>> મનને વિચલિત કરતા દશ્યો નહીં જોવા, કોધ ન કરવો, પોતાને શાંત રાખવા, અહંકાર અને મદથી દૂર રહેવું.

> સત્ય બોલવું અને સત્ય બોલવામાં અડચણ હોય તો મૌન રાખવું.

> આચાર્ય, બ્રાહ્મણ અને ઋત્વિજો સાથે વિવાદ ન કરલો, કઠોર વાણી અને કડવા શબ્દોનો પ્રયોગ ન કરવો.

> પુરુષ યજમાન સીવેલા વસ્ત્ર નહીં પહેરે, પત્ની લહેંગા, ચોલી જેવા સીવેલા વસ્ત્ર પહેરી શકશે. ગરમ વસ્ત્ર પહેરી શકાશે.

> નિત્યપુજન પહેલાં યજમાન ફળાહાર કરી શકે છે. ગરમ અને ઠંડું શુદ્ધ પાણી લઈ શકે છે. બોટલનું પાણી નહીં પી શકાય.

> રાત્રીમાં આરતી બાદ સાત્વિક ભોજન લઈ શકે છે. રાત્રે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે.

>> હળદર, રાઈ, સરસવ, અડદ, મુળા, રીંગણ, લસણ, ડુંગળી, દારૂ, માંસ, ઇંડા અને તેલના બનેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ નહીં કરી શકાય.

> દવા અને પાન લઈ શકાય છે. ભોજનની વસ્તુઓ ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદના રૂપમાં લઈ શકાય છે.

> બપોરે બ્રાહ્મણોને પહેલા જમવા બેસાડવા તે બાદ યજમાન ભોજન લે. રાત્રે પણ આ નિયમનું પાલન જરૂરી.

>> દિવસે ઊંઘ નહીં લઈ શકાય. લાકડાની પાટ પર જ સુવાનું રહેશે. ખાટલા પર બેસવું કે સૂઈ જવું વર્જિત છે.


રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તોને તિરુપતિનો લાડુ પ્રસાદમાં મળશે.


અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ ભગવાન રામલલા રામમંદિરમાં વિરાજમાન થશે. શ્રીરામ મંદિરના અભિષેકમાં ભાગ લેવા આવનારા ભક્તોને આ અવસર પર એક ખાસ પ્રસાદ પણ મળશે. આ પ્રસાદ હશે તિરુમલામાં ભગવાન વેંકટેશ્વરને ચઢાવવામાં આવતા પ્રસિદ્ધ પ્રસાદ તિરુપતિ લાડુનો શ્રી વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે અયોધ્યામાં ભક્તોને લગભગ એક લાખ લાડુ વિતરીત કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેંકડો વીવીઆઈપી તથા હજારો ભક્તો ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ટીટીડીના કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ અને ભગવાન રામ વિષ્ણુના અવતાર છે. સમગ્ર દેશ ૨૨ । જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રના ભવ્ય ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. અમે અહીં ભક્તોને તિરુપતિ લાડુનો પ્રસાદ વહેંચીશુ.






🔎🔎🔎🔎🔎🔎🔎🔎🙏🙏🔎🔎🔎🔎🔎🔎

ram mandir ayodhya.ayodhya ram mandir.

ram mandir.ayodhya temple.temple of ayodhya.ayodhya ram mandir photos.

ram mandir ayodhya photos.ayodhya ram mandir photo.ram temple ayodhya.ram temple in ayodhya.ayodhya ram mandir budget.ram mandir construction cost.ram mandir latest news.when ram mandir construction will complete.ram mandir date.ayodhya ram mandir location.ayodhya ram mandir news.ram mandir opening.ram mandir project cost.ram mandir update.when will ram mandir be ready.ram mandir cost.where is ayodhya ram mandir.ram mandir inauguration.ram mandir ayodhya completion date.when will ram mandir be completed.ram mandir ayodhya budget.ayodhya ram mandir which state.



શનિવાર, 6 જાન્યુઆરી, 2024

લક્ષદ્વીપની શાંતિ મંત્રમુગ્ધ કરે છે : પીએમ મોદીનું દરિયામાં સ્નોર્કલિંગ


હાલ થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાતના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું છે કે, હું હજુ પણ ત્યાંના દ્વીપોની અદ્ભુત સુંદરતા અને ત્યાના લોકોના અવિશ્વસનીય ઉમળકાથી આચર્યચકિત છુ મને અગતી, બંગારામ અને કાવારતીમાં લોકો સાથે સવાદની તક મળી. પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરનારી છે. જેણે મને એ બાબતે વિચાર કરવાનો અવસર આપ્યો કે ૧૪૦ કરોડ ભારતીયોના કલ્યાણ માટે હજુ વધારે મહેનત કેવી રીતે કરવી? તેમણે લક્ષદ્વીપમાં સ્નોરકેલિંગની અને બીચ પર મોર્નિંગ વોકની તસવીરો પણ શેર કરતા કહ્યું કે જે લોકો રોમાય અપનાવવા ઇચ્છે છે તેમના લિસ્ટમાં લક્ષદ્વીપ હોવું જોઇએ.




લક્ષદ્વીપની શાંતિ મંત્રમુગ્ધ કરે છે : પીએમ મોદીનું દરિયામાં સ્નોર્કલિંગ.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના પ્રવાસની તસવીરો શેર કરી હતી. તેમણે નયનરમ્ય સાગરકાંઠે મોર્નિંગ વૉક કર્યું હતું અને સવારની નીરવશાંતિમાં સમય વીતાવ્યો હતો. તેમણે આ અનુભવ શેર કરતા કહ્યું કે લક્ષદ્વીપના લોકો સાથે રહીને તેમને ખૂબ આનંદ થયો. હું આ દ્વીપની સુંદરતા, અદ્ભુત દૃશ્યોથી આશ્વર્યચકિત છું. કુદરતી સૌંદર્ય ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. મેં એવી નીરવ શાંતિમાં એ વિચાર કર્યો કે ૧૪૦ કરોડ દેશવાસીઓના કલ્યાણ માટે વધુ મહેનત કેવી રીતે કરી શકાય? પીએમ મોદીએ લક્ષદ્વીપના દરિયામાં સ્નોર્કલિંગ કર્યું હતું અને સમુદ્રની અંદરની સુંદરતા, સજીવસૃષ્ટિને નિહાળી હતી. તેમણે આ અનુભવને વર્ણવતા લખ્યું કે જે લોકો અંદરનો આનંદ લેવા ઈચ્છે છે તેમના લિસ્ટમાં લક્ષદ્વીપનું નામ હોવું જોઈએ. અહીંનું સ્નોકલિંગ ખૂબ જ આનંદદાયક છે. પીએમ મોદીની આ તસવીરો વાયરલ થઈ હતી. લોકોએ લક્ષદ્વીપની સુંદરતાના ભરપેટ વખાણ કર્યા હતા અને માલદીવ્સને ટક્કર મારે એવા બીચ આપણી પાસે છે તેનો આનંદ લેવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.


અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ૨૨ જાન્યુઆરીએ એક લાખથી વધારે રામભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના, મંદિરના પ્રત્યેક માળની ઊંચાઇ ૨૦ ફૂટની છે, આ ભવ્ય મંદિર ત્રણ માળનું બનાવવામાં આવ્યું

 અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ૨૨ જાન્યુઆરીએ એક લાખથી વધારે રામભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હશે. પારંપારિત નાગર શૈલીમાં બનાવવામાં આવેલ રામમંદિરના સંકુલની લંબાઇ ૩૮૦ ફૂટ(પૂર્વથી પશ્ચિમ દિશામાં) અને પહોળાઇ ૨૫૦ ફૂટ તથા ઊંચાઇ ૧૬૧ ફૂટની છે. મંદિરના પ્રત્યેક માળની ઊંચાઈ ૨૦ ફૂટની છે, આ ભવ્ય મંદિર ત્રણ માળનું બનાવવામાં આવ્યું છે. મુખ્ય ગર્ભગૃહમાં રામલલા બિરાજશે તથા પ્રથમ માળ પર રામદરબાર હશે. આ ભવ્ય રામમંદિરમાં કુલ ૩૯૨ સ્તંભ છે તથા ૪૪ દરવાજા હશે. મંદિર નિર્માણનું પ્રથમ ચરણ હવે પૂર્ણ થઈ ગયું છે.



રામમંદિરમાં પાંચ મંડપ રાખવામાં આવ્યા છે


ભવ્ય રામમંદિરમાં પાંચ મંડપ રાખવામાં આવ્યા છે. નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ, મંદિરના તમામ સ્તંભ અને દીવાલો પર દેવીદેવતા તથા દેવાંગનાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી કરી શકાશે, ૩૨ પગથિયા ચડીને સિંહ દ્વારથી પ્રવેશ મળશે. દિવ્યાંગ લોકો અને વૃદ્ધો માટે ખાસ રેમ્પ અને લિફટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


મંદિરની ચાર દિશામાં ચાર દેવતાના મંદિર રહેશે


મંદિરની ચારે તરફ પરકોટા રહેશે. તેની કુલ લંબાઈ ૭૩૨ મીટર તથા પહોળાઇ ૧૪ ફૂટની રહેશે. પરકોટાના ચારે ખૂણા પર સૂર્યદેવ, મા ભગવતી, ગણપતિ તથા ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરનું નિર્માણ કરાશે. ઉત્તરીય દિશામાં મા અન્નપુર્ણા અને દક્ષિણ દિશામાં હનુમાનજીનું મંદિર હશે. મંદિરની બાજુમાં પૌરાણિક કાળનો સીતાકૂપ રખાશે. નવરત્ન કુબેર ટીલા પર આવેલા ભગવાન શિવના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.



મંદિર નિર્માણમાં ખાસ સાવચેતી રખાઇ છે


મંદિરની નીચે ૧૪ મીટર જાડી આરસીસી બિછાવવામાં આવી છે. મંદિરને ભેજથી બચાવવા ૨૧ ફુટ ઊંચી પ્લિથ ગ્રેનાઇટથી બનાવવામાં આવી છે. મંદિર પાસે પોતાના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વતંત્ર પાવર સ્ટેશન રહેશે.

૨૫,૦૦૦ની ક્ષમતા ધરાવતાં દર્શનાર્થી માટે સુવિધા કેન્દ્રનું નિર્માણ થઇ રહ્યું છે. સંકુલમાં સ્નાનાગાર, શૌચાલય, વોશ બેઝિન વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. મંદિરના વિસ્તારનો ૭૦ ટકા પ્રદેશ હંમેશાં લીલોછમ રહેશે.


😱🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎

રામ મંદિર નિર્માણ.અયોધ્યા નો ઇતિહાસ.રામ મંદિર નો ઇતિહાસ.અયોધ્યા રામ મંદિર.અયોધ્યા રામ મંદિર લાઈવ.અયોધ્યા રામ મંદિર રંગોળી.અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવ્યુ.ayodhya ram mandir.ayodhya ram mandir opening date.ayodhya ram mandir photo.ayodhya ram mandir timing.ayodhya ram mandir history.ayodhya ram mandir distance.અયોધ્યા રામ મંદિર લાઈવ.અયોધ્યા રામ મંદિર રંગોળી.અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવ્યુ.ayodhya ram mandir.ayodhya ram mandir opening date.ayodhya ram mandir photo.

ayodhya ram mandir timing.

ayodhya ram mandir history.

ayodhya ram mandir distance.

ayodhya ram mandir image.

ayodhya ram mandir donation.

ayodhya ram mandir video.

ayodhya ram mandir completion date.




















શુક્રવાર, 5 જાન્યુઆરી, 2024

134 વર્ષ ચાલેલી કાયદાકીય લડાઈની સંપૂર્ણ કથા.આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય સમમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે

 134 વર્ષ ચાલેલી કાયદાકીય લડાઈની સંપૂર્ણ કથા.આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય સમમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે




ભગવાન રામની નગરી અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ ભવ્યાતિભવ્ય શ્રીરામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થશે. એ માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના ઉદ્ઘાટનની સાથે જ અયોધ્યામાં બનેલું શ્રીરામમંદિર ભારત સહિત દુનિયાભરમાં ફેલાયેલા હિંદુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે. આજે જે ભવ્ય રામમંદિર આકાર લઈ રહ્યું છે તેની પાછળ દાયકાઓ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ છે. અયોધ્યામાં મંદિરનિમાણની સફર ઘણા પડકારોથી ભરેલી રહી છે. બાબરી વિવાદ, અદાલતોમાં ચાલેલી લાંબી લડાઈ અને પછી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવું. હવે દેશવાસીઓ રાહ જુએ છે ૨૨ જાન્યુઆરીની.


ઈ.સ. ૧૫૨૬માં મુગલ શાસક બાબર ભારત આવ્યો. તેનાં બે વર્ષ બાદ બાબરના સૂબેદાર મીર બાકી એ અયોધ્યામાં મસ્જિદ બનાવડાવી. મસ્જિદ એ જ જગ્યાએ બની જ્યાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. મસ્જિદનું નામ બાબરી મસ્જિદ આપ્યું. મુગલો અને નવાબોના શાસન દરમિયાન ઈ.સ. ૧૫૨૮થી ૧૮૫૩ સુધી આ મામલામાં હિંદુઓ વધારે મુખર ન થઈ શક્યા. ૧૯મી સદીમાં મુગલો-નવાબોનું શાસન નબળું પડવા લાગ્યું. અંગ્રેજી હકૂમત પ્રભાવી થઈ. આ સમયગાળામાં જ હિંદુઓએ મુદ્દો ઊભો કર્યો કે ભગવાન રામના જન્મસ્થાન મંદિરને તોડીને મસ્જિદ બનાવાઈ છે. ત્યાર બાદથી રામલલાના જન્મસ્થળને પાછું મેળવવા લડાઈ શરૂ થઈ.


બાબરી મસ્જિદ બન્યાનાં 330 વર્ષ બાદ પહેલી FIR


મીર બાકીએ મસ્જિદ બનાવ્યાનાં ૩૩૦ વર્ષ બાદ ઈ.સ. ૧૮૫૮માં આ લડાઈ કાયદા અધીન થઈ ત્યારે પહેલી વાર પરિસરમાં હવન, પુજન કરવા માટે એફઆઇઆર થઈ, 'અયોધ્યા રિવિઝિટેડ' પુસ્તક અનુસાર પહેલી ડિસેમ્બર ૧૮૫૯ના રોજ અયોધ્યાના એક પોલીસ અધિકારીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું કે પરિસરમાં થતરો બનેલો છે. આ પહેલો કાયદેસર દસ્તાવેજ છે જેમાં પરિસરમાં ભગવાન રામના પ્રતીક હોવાના પ્રમાણ છે. ત્યાર બાદ તારની વાડ ઊભી કરીને વિવાદિત ભૂમિના આંતરિક અને બહારના પરિસરમાં મુસલમાનો અને હિંદુઓને અલગ અલગ પૂજા અને નમાજની મંજૂરી આપવામાં આવી. 


શ્રીરામ માટે પાકું ઘર બનાવવાની વાત અદાલત પહોંચી


ઈ.સ. ૧૮૫૮માં બનેલી ઘટનાના ૨૭ વર્ષ બાદ ૧૮૮૫માં રામજન્મભૂમિ માટેની લડાઈ અદાલતમાં પહોંચી કે જ્યારે નિર્મોહી અખાડાના મહંત રઘુબર દાસ કેઝાબાદની કોર્ટમાં સ્વામિત્વ બાબતે દીવાની મુકદ્દમો દાખલ કરાવ્યો. દાસે બાબરીન માળખાની બહાર આંગણામાં સ્થિત રામ ચબુતરા પર બનેલા કામચલાઉ મંદિરને પાકું બનાવવા અને છાપરું નાખવાની માગ કરી હતી. જજે ચુકાદો આપ્યો કે ત્યા હિંદુઓને પૂજા-અર્ચનાનો અધિકાર છે પણ તેઓ જિલ્લા અધિકારીના નિર્ણય સામે મંદિરને પાકું બનાવવા અને છાપરું નાખવાની મંજૂરી ન આપી શકે.


આઝાદી બાદ ઝુંબેશ તીવ્ર બની


એક બાજુ દેશભરમાં આઝાદીનો ઝુંબેશ ચાલી રહી હતી તો બીજી બાજુ રામજન્મભૂમિની લડાઈ પણ ચાલી રહી હતો. દેશ આઝાદ થયાના થોડા સમય બાદ ૨૨ ડિસેમ્બર ૧૯૪૭માં માળખાની અંદર ગુંબજ નીચે મૂર્તિઓ બહાર ઊપસી આવી. આઝાદી પછી ૧૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ પહેલો મુકલ્મો હિંદુ મહાસભ્યના સભ્ય  ગોપાલસિંહ વિશારદે સિવિલ જજ, ફૈઝાબાદની કોર્ટમાં દાખલ કર્યો અને મુખ્ય ગુંબજની નીચે રહેલી ભગવાનની પ્રતિમાઓની પુજા- અર્ચનાની માગ કરી હતી. ૧૧ મહિના બાદ પા૨મી ડિસેમ્બર, ૧૯૫૦ના દિવસે આવી જ માગણી સાથે મહંત રામચંદ્ર પરમહંસે સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો. મુકદ્દમામાં બીજા પક્ષને " સંબંધિત સ્થળે પુજા-અર્થનામાં અવરોધ ઊભો કરતા રોકવાનો માગણી કરાઈ હતી. ત્રીજી માર્ચ, ૧૯૫૧એ કોર્ટે પૂજા-અર્ચનામાં અવરોધ ઊભો ન કરવા સૂચના આપી


૧૮ ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ રામાનંદ સંપ્રદાય તરફથી નિર્મોહી અખંડાના ૬ લોકોએ કેસ દાખલ કરીને આ સ્થળ પર દાવો કર્યો હતો. સાથે જ માગણી કરી કે તેમને પૂજા-અર્થનાની મંજૂરી આપવામાં આવે. ૧૮ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ યુપીના સુન્ની વકફ બોર્ડે કેસ કરીને મ ગણી કરી હતી કે આ જગ્યા મુસલમાનોની છે. માળખું હિંદુઓ પાસેથી લઈને મુસલમાનોને સોંપવામાં આવે અને મુર્તિઓ હટાવી લેવામાં આવે. જોકે ૧૦૮૬ની પહેલી ફેબ્રુઆરીએ ફૈઝાબાદના ડિસ્ટ્રિકટ જજ કે. એમ. પાયએ સ્થાનિક વકીલ ઉમેશ પાંડેયની અરજીના અનુસંધાને વિવાદિત સ્થળનું તાળું ખોલવાનો ચુકાદો આપ્યો હતો. 

રામ, કૃષ્ણ અને શિવનાં સ્થળો પર મસ્જિદનિર્માણ સામે અભીયાન


૧૯૮૨માં વિશ્વ હિંદુ પરિષદે રામ, કૃષ્ણ અને શિવના સ્થળોએ મસ્જિદોના નિમાણને કાવતરું ગણાવી આ સ્થળોની મુક્તિ માટે અભિયાન ચલાવવાની જાહેરાત કરી. બે વર્ષ પછી ૧૯૮૪ની : એપ્રિલે દિલ્હીમાં સતો-મહંતો, હિંદુ નેતાઓએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ સ્થળની મુક્તિ માટે અને વળું ખોલાવવા આઘેલન કરવાનો નિર્ણય કર્યો. ૧૯૮૯માં પ્રયાગમાં કુંભમેળા દરમિયાન મંદિરનિમાંણ માટે ગામેગામ શિલાપુજન કરાવવા નિર્ણય થયો. સાથે જ ૯ નવેમ્બર, ૧૯૮૯ના રોજ શ્રીરામજન્મભૂમિ  સ્થળે મંદિરના શિલાન્યાસની જાહેરાત કરાઇ. ઘણા વાદ-વિવાદ બાદ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ શિલાન્યાસની મંજુરી આપી હતી.


અડવાણીની રથયાત્રાએ આંદોલનને ધાર આપી.


આદોલન તીવ્ર બનતું હતું એવામાં લાલકૃષ્ણ અડવાણી રથયાત્રા લઈને નીકળ્યા. આ યાત્રાએ રામજન્મભૂમિ આંદોલનને વધારે ધાર આપી યાત્રા દરમિયાન અડવાણીની ધરપકડ થઈ. કેન્દ્રમાં સતાપરિવર્તન પણ થયું. ભાજપના સમર્થનથી બનેલી જનતાદળની સરકાર તૂટી. કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા. આ સરકાર પણ વધુ ન ચાલી અને ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ સત્તા પર આવી.


૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે વિવાદિત માળખું તોડી પડાયું.


એક તરફ રામજન્મભૂમિ આંદોલન ચરમ પર હતું. બીજી બાજુ રાજકીય ફેરબદલ થયા કરતી. એવામાં ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યા પહોંચેલા હજારો કારસેવકોએ બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડયું અને તે જગ્યાએ સાંજે કામચલાઉ મંદિર બનાવીને પુજા-અર્ચના શરૂ કરી દીધી હતી. કેન્દ્રની તત્કાલીન પી. વી. નરસિમ્હા રાવ સરકારે ઉત્તરપ્રદેશની કલ્યાણસિંહ સરકાર સહિત અન્ય રાજ્યોની ભાજપ સરકારોને સસ્પેન્ડ કરી દીધી. બાબરી તોડી પડાયા બાદ ૧૯૯૩ની પહેલી જાન્યુઆરીએ ન્યાયાધીશ હરિનાય તિલહરિએ દર્શન-પૂજનની મંજુરી આપી હતી જ્યારે સાતમી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે માળખાવાળા સ્થળે અને કલ્યાણસિંહ સરકાર દ્વારા ન્યાસને અપાયેલી ભૂમિ સહિત કુલ ૬૭ એકર જમીન હસ્તગત કરી લીધી હતી.


હાઇકોર્ટમાં માલિકી હક્કની સુનાવણી


એપ્રિલ, ૨૦૦૨માં અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે વિવાદિત સ્થળના માલિકોહક નક્કી કરવા સુનાવણી શરૂ કરી હતી. પાચમી માર્ચ, ૨૦૦૩ના રોજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સંબંધિત સ્થળનું ખોદકામ કરવા નિર્દેશ કરાયો. ૨૨ ઓગસ્ટ, ૨૦૦૩ના પુરાતત્ત્વ સર્વેક્ષણે અદાલતને રિપોર્ટ સોંપ્યો, જેમાં સબંધિત સ્થળે જમીનની નીચે વિશાળ હિંદુ ધાર્મિક માળખું હોવાની વાત કહી હતી. ૨૦૧૦ની ૩૦ સપ્ટેમ્બરે હાઇકોર્ટે આ સ્થળને ત્રણે પક્ષ- શ્રીરામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને સરબા ભાગે વહેંચવાનો આદેશ કર્યો ન્યાયાધીશોએ વચ્ચેના ગુંબજ નીચે જ્યાં મૂર્તિઓ હતી તેને શ્રીરામનું જન્મસ્થાન માન્યું હતું. ૨૦૧૯માં સુપ્રીમે મંદિરનિર્માણનો માર્ગ મોકળો કર્યો ૬ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજયી સુપ્રીમ કોર્ટે રામમંદિર જન્મભૂમિ સ્થળ કેસની દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરી હતી. ૪૦ દિવસના અંતે ૧૬ ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. ૨૦૧૯ની ૯ નવેમ્બર ૧૩૪ વર્ષથી ચાલી આવતી લડાઈનો નિર્ણાયક દિવસ હતો. આ દિવસે સુપ્રીમ કોર્ટે સંબંધિત સ્થળને શ્રીરામજન્મભૂમિ માન્યુ અને ૨.૭૭ એકર જમીન રામલલાની માલિકોની માની અદાલતે નિર્માહો અખાડા અને સુન્ની વકફ બોર્ડના દાવા રદ કરી દીધા. સાથે જ નિર્દેશ કર્યો કે મંદિરનિર્માણ માટે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવે અને તેમાં નિર્મોહી અખાડાના એક પ્રતિનિધિને સામેલ રાખે. અદાલતે યુપી સરકારને આદેશ કર્યો કે તે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા પાંચ એકર જમીન અયોધ્યામાં કોઈ યોગ્ય સ્થળે ઉપલબ્ધ કરાવે


૨૦૨૦માં ખાતમુહૂર્ત અને હવે પ્રાણપ્રતિષ્ઠા


પાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં મંદિરનિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. તેના છ મહિના બાદ પાંચ ઓગસ્ટે મંદિરનો શિલાન્યાસ થયો અને હવે ૨૨ જાન્યુઆરીએ મંદિરમાં ભગવાન શ્રીરામની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.



1528માં બાબરના સૂબેદાર મીર બાકીએ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે બાબરી મસ્જિદ બનાવડાવી હતી.


1885માં નિર્મોહી અખાડાના મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં વિવાદિત ભૂમિના સ્વામિત્વ બાબતે દીવાની મુકદ્દમો દાખલ કરાવ્યો હતો.


1950ની ૧૯ જાન્યુઆરીએ હિંદુ મહાસભાના સભ્ય ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદ કોર્ટમાં ગુંબજની નીચેની પ્રતિમાઓની પૂજા-અર્ચનાની માગ કરી હતી.


2019માં સુપ્રીમ કોર્ટે વિવાદિત ભૂમિ શ્રીરામનું જન્મસ્થળ હોવાનું માન્યું અને સરકારને ત્રણ મહિનામાં મંદિરનિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા કહ્યું.


🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎


રામ મંદિર નિર્માણ.અયોધ્યા નો ઇતિહાસ.રામ મંદિર નો ઇતિહાસ.અયોધ્યા રામ મંદિર.અયોધ્યા રામ મંદિર લાઈવ.અયોધ્યા રામ મંદિર રંગોળી.અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવ્યુ.ayodhya ram mandir.ayodhya ram mandir opening date.ayodhya ram mandir photo.ayodhya ram mandir timing.ayodhya ram mandir history.ayodhya ram mandir distance.અયોધ્યા રામ મંદિર લાઈવ.અયોધ્યા રામ મંદિર રંગોળી.અયોધ્યા રામ મંદિર કયા રાજ્યમાં આવ્યુ.ayodhya ram mandir.ayodhya ram mandir opening date.ayodhya ram mandir photo.

ayodhya ram mandir timing.

ayodhya ram mandir history.

ayodhya ram mandir distance.

ayodhya ram mandir image.

ayodhya ram mandir donation.

ayodhya ram mandir video.

ayodhya ram mandir completion date.





















મંગળવાર, 2 જાન્યુઆરી, 2024

જીવન ઊંચું કે જ્ઞાન?

   એક અતિ દુઃખી માણસે એક જીવંત સપનું જોયું. સપનામાં એણે સુંદર, સરળ અને પવિત્ર જીવન જીવતી માનવજાત જોઈ અને એ માનવજાત કઈ રીતે ભ્રષ્ટ થઈને દુઃખની ગર્તામાં ફંગોળાઈ એ પણ જોયું. છેવટે સપનું પૂરું થયું. એ જાગ્યો. આગળની વાત એના જ શબ્દોમાંઃ સવાર પડી ગયેલી. હજુ પૂરું અજવાળું નહોતું થયું.


     હું આરામખુરશીમાં જ હતો. મીણબત્તી ખૂટી ચૂકી હતી. ઝઘડાખોર પડોશીના કમરામાંથી કશો અવાજ નહોતો આવી રહ્યો. ચોતરફ એકદમ સ્થિરતા હતી. મારા ફ્લેટમાં આવું ભાગ્યે જ જોવા મળે. જાગતાંની સાથે જ હું કૂદ્યો. રાતે જે બન્યું એવું જીવનમાં અગાઉ ક્યારેય નહોતું બન્યું. જેમ કે, હું આરામખુરશીમાં રાતભર સૂઈ ઈ રહ્યો રહ્યો હો હોઉં એવું પહેલી વાર બન્યું. ઊભા થયા બાદ મારી પહેલી નજર ટેબલ પરની રિવોલ્વર પર પડી, જે મેં આપઘાત કરવા માટે કાઢી રાખેલી. મેં તરત એ લોડેડ રિવોલ્વર ખાનામાં મૂકી દીધી. આહા! જીવન... જીવન... હું રડી પડયો. પરમ અને અમર સુખની તીવ્ર અનુભૂતિથી મારું હૃદય છલકાઈ રહ્યું હતું. અને એ જ ઘડીએ મેં નક્કી કર્યું કે આ સુખને, આ સત્યને હું વહેંચીશ, લોકો સુધી પહોંચાડીશ. મેં મેં આ સત્યને જોયું છે, એની પૂરી ભવ્યતા સાથે જોયું છે. એ સુખ, એ આનંદ, એ સત્યને હું મારા પૂરતાં જ સીમિત કઈ રીતે રાખી શકું એટલે, ત્યારથી હું પ્રચારક-ઉપદેશક બની ગયો છું. અને જોવા જેવું એ છે કે અગાઉ લોકો મારા પર હસતાં એ વાતે હું ખૂબ દુઃખી થતો અને થાકી-કંટાળીને હું આપઘાતના આરે પહોંચી ગયેલો, પરંતુ હવે સ્થિતિ આખી ઊંધી થઈ ગઈ છે. હવે લોકો મારા પર હસે છે ત્યારે મને ઉલટાની વધુ મજા આવે છે. મારા પર ન હસનારા કરતાં મારા પર હસનારાઓ મને વધુ પ્યારા લાગે છે. એ લોકો મને કહે છે કે હું વેરવિખેર વાતો કરું છું. માન્યું કે હું મારી જાતને અને વાતને વ્યક્ત કરવામાં ગૂંચવાઉં છું. એમની વાત સાચી છે. બોલવામાં હું ગોટાળા વાળું છે. સ્પષ્ટ રીતે મારી વાત લોકો સુધી પહોંચાડવાનું મને આવડશે એ પહેલાં હું લોચા મારવાના તબક્કામાંથી પસાર થવાનો જ છું. શું કહેવાથી અને ખાસ તો શું કરવાથી મારી વાત લોકો સુધી પહોંચાડી શકું એ મામલે હું ગૂંચવાયેલો છું જ. આ કામ છે બહુ અઘરુ, પણ તમે એક વાત સમજો. આપણે સૌ એક જ નૌકામાં સવાર છીએ. સૌ ગૂંચવાયેલા છીએ, પણ સૌની દિશા એક જ છે. મહાન સંતથી માંડીને સૌથી ભયંકર લુંટારા સુધીની પ્રત્યેક વ્યક્તિના દિલમાં ઊંડે ઊંડે જે ઝંખના છે એ તો સુખી, સરળ, હળવા, સુંદર જીવનની જ છે, પણ એ મેળવવાના માર્ગની મૂંઝવણ સૌને પજવી રહી છે. આ બહુ જૂની મૂંઝવણ છે. આમાં, મારા કિસ્સામાં જે નવી બાબત છે તે એ છે કે હું એક હદથી વધુ ગૂંચવાઈ શકું તેમ નથી, કારણ કે મેં સત્ય જોયું છે.



  આ પૃથ્વી પર ટકી રહેવાની ક્ષમતા ગુમાવ્યા વિના પણ સુંદર અને સુખી જીવન જીવી શકાય છે એ મેં પોતે જોયું છે, જાણ્યું છે. જિંદગી સડેલી હોય અને લોકો શેતાન જેવા હોય એ કંઈ માણસજાતની નૉર્મલ-સ્વાભાવિક સ્થિતિ નથી. મારી આ માન્યતા પર લોકો હસે છે, પણ આવું માન્યા વિના મારો છૂટકો છે? નથી, કારણ કે આ મારી કેવળ માન્યતા નથી. આ મેં જોયું છે. મારી સગ્ગી આંખે જોયું છે. આ કંઈ મેં ઘડી કાઢ્યું નથી. આ કંઈ મારી કોઈ કલ્પના નથી. આ તો એક જીવતી, ધબકતી અનુભૂતિ છે, જે મારા હૃદયમાં કાયમના માટે અંકાઈ ચૂકી છે. મેં આખી વાત એટલી પૂર્ણ રીતે જોઈ-અનુભવી છે કે આવું જીવન શક્ય નથી એવું માનવું મારા માટે શક્ય નથી. તો, મારા માટે એક હદથી વધુ ગૂંચવણ-મૂંઝવણ શક્ય જ નથી. હજુ પણ લોકોને સત્ય સમજાવતી વખતે હું ક્યારેક ભટકી જાઉં કે જૂની ભાષામાં બોલું એવું બની શકે, પરંતુ એ બહુ કુ લાંબું નહીં ચાલે, કારણ કારણ કે કે પેલી પેલી ક જીવતી-ધબકર્તી અનુભૂતિ હંમેશાં મારી સાથે રહેશે, મને સુધારશે, મર્ને દિશા દેખાડશે. આહા, હું સ્વસ્થ છું, હું જોશમાં છું, હું મારું ઉપદેશકાર્ય ચાલુ જ રાખીશ, સદીઓ સુધી. સવાલ ફક્ત એ છે કે ધરતી પર સ્વર્ગની સ્થાપના કરવી કઈ રીતે? આ સવાલનો હું એકદમ સ્પષ્ટ શબ્દોમાં જવાબ નથી આપી શકતો, કારણ કે મારા દિલમાં જે કંઈ છે એને શબ્દોમાં હું વ્યક્ત નથી કરી શકતો. પેલું સપનું જોયા બાદ હું શબ્દોને ગુમાવી ચૂક્યો છું. ખાસ તો જે સૌથી મુખ્ય અને મહત્ત્વના છે એ શબ્દો જાણે ખરી પડ્યા છે, પણ વાંધો નહીં. હું તો થાક્યા-કંટાળ્યા વિના બોલતો રહીશ, બોલતો રહીશ...

કારણ કે હું સુંદર, સરળ, પવિત્ર જીવનનો અનુભવ લઈ ચૂક્યો છું. એ અનુભવ હું જીવી ચૂક્યો છું. મારી મજાક ઉડાવનારાઓની દલીલ એવી છે કે છેવટે તો એ એક સપનું હતું અને સપનું એટલે ભ્રમણા, માયા, કલ્પના. આવી દલીલ કરતી વખતે એમને એવું લાગે છે કે એ બહુ સ્માર્ટ છે. પણ ના, આવું કહેવામાં સ્માર્ટનેસ નથી, ઘમંડ છે. અસલમાં સપનું શું? જેને આપણે નક્કર ગણીએ છીએ

જીવન પોતે સપનું નથી શું? મનનું પ્રોજેક્શન નથી શું? અચ્છા, એક ડગલું આગળ વધીને હું ત્યાં સુધી કહીશ કે હું જે આદર્શ જીવનની વાતો કરું છું એ ભલે શક્ય ન બને, ધરતી પર સ્વર્ગ ન સ્થપાય ર્તા ઠીક છે (એટલે સુધી હું સમજી શકું છું), પરંતુ હું મારા પ્રયત્નો અટકાવવાનો નથી. હું ઉપદેશ આપતો જ રહીશ. વાત સાવ સાદી છે. એક કલાકમાં, એક જ કલાકમાં આ બધું ગોઠવાઈ શકે તેમ છે. મુખ્ય કામ આટલું જ કરવાનું છેઃ બીજાંઓને આપણી જાત જેટલા જ ચાહીએ. આટલું જ. આમાં બધું આવી જાય. આટલું જ થઈ શકે તો બાકી બધું આપોઆપ જડી આવશે, બધું બરાબર ગોઠવાઈ જશે. આ કોઈ નવીનવાઈની વાત નથી. વાત બહુ જૂની છે અને અબજો વાર કહેવાઈ ચૂકી છે, પણ એનાં મૂળિયાં ઊંડાં નથી રોપાયાં એ સમસ્યા છે. ‘જીવતર કરતાં જીવતરનું જ્ઞાન ઊંચું છે અને સુખ કરતાં સુખના નિયમોનું જ્ઞાન ઊંચું છે' આ જે માન્યતા છે એની સામે લડવાનું છે. અને હું લડીશ. કાશ, સૌ આમાં જોડાય... તો બધું તરત ગોઠવાઈ રહે... નિવેડો તરત આવી જાય. અને હા, સપનું જોયાની આગલી સાંજે પેલી એક છોકરી મને મળેલી, યાદ છે? જેણે મદદ માટે મારી સમક્ષ કાકલૂદીઓ કરેલી અને છતાં મેં એને મદદ નહોતી કરી. છેવટે એ છોકરીને મેં શોધી કાઢી છે.

હું બોલતો જ રહીશ, બોલતો જ રહીશ..

(વાર્તાઃ એક નિરાળું સપનું. લેખકઃ ફ્યોદોર દોસ્તોયેવસ્કી)

🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎


વિચાર વિસ્તાર ગુજરાતી સુવિચાર અર્થ સાથે,સાબરકાંઠા જોવા લાયક દર્શાવવા,નાગરિક ના જોવા લાયક નામ,અરવલી જોવા લાયક બતાવવા.સુવિચાર અને નાગરિક વિચાર વિસ્તાર.કૃપા કરીને જોવા લાયક વર્ણન.સુવિચાર ગુજરાતી 2023 માં.દરિયા ના જોવા લાયક વર્ણન.સુવિચાર અને અર્થ.સાંકળના જોવા લાયક વર્ણન pdf.