ચાલો તો આજે આપડે ગુજરાત નું હવામાન અને દેશ ના હવામાન વીશે વાત કરવાના છીએ, વિડિયો શરુ કરતા પહેલાં જો તમે ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો.જેથી અમારા વિડિયા ની માહિતી તમને મળતી રહે.



હાલ ગુજરાત રાજ્ય માં તાપમાન માં સામાન્ય વધારો નોંધાયો હતો. અને ઠંડીમાં રાહત અનુભવાય હતી. જયારે દેશ ના ઉતર ભાગમાં 27 જાન્યઆરી એ હિમાલયના પશ્ચિમી પટ્ટામાં એક પછી એક આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસના લીધે પહાડો પર પહેલી વખત જ સીઝનની ભારે હિમવર્ષા જોવા મળવાની છે. 

તેનો પ્રારંભ આજ થી થશે અને ચાર દિવસ સુધી ચાલશે. તેની અસર અત્યારથી જ વર્તાવવા માંડી છે. જમ્મુ-કાશ્મીર ખીણ અને લડાખમાં પારો ગગડતા તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે અને રાજ્યએ સીઝનની પહેલી હિમવર્ષા અનુભવી છે.

આ વખતે અલ નીનોના લીધે સમગ્ર શિયાળા દરમિયાન પહાડોની ટોચે હિમવર્ષા વગરની રહી છે. મેડિટેરિયન સીમાંથી ઉદભવતી વેધર સિસ્ટમના લીધે ઉત્તરપશ્ચિમ ભારતમાં કમોસમી વરસાદ આવે છે.

આ વખતના હિમવર્ષાના અભાવની અસર પીવાના પાણી પર, બાગાયતી પાક પર અને કૃષિ ઉત્પાદન પર પડી શકે છે,એમ લડાખમાં લેહમાં હવામાન વિભાગના વડા સોનમ લોટસે જણાવ્યું હતું. આ સિસ્ટમી અસર હેઠળ ઉત્તરાખંડમાં હિમવર્ષા, પંજાબ, ચંદીગઢ,હરિયાણા, પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં હળવ૩૧ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી દરમિયાન હળવાથી ભારે વરસાદ પડી શકે છે.


કારશ્મીર ખીણમાં પહાડો પર હિમવર્ષા થતા તાપમાન નીચે ઉતરી ગયું હતું. લગભગ બે મહિનાના સૂકા સ્પેલ પછી શ્રીનગરે માઇનસ ૨.૩ ડિગ્રી, પહલગામે માઈનસ ૫.૧ ડિગ્રી, કાઝિગંડે ૨.૨ ડિગ્રી, કોકરનાગે માઇનસ ૦.૮ ડિગ્રી, કુપવાડાએ માઇનસ ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું.

આ ઉપરાંત રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અનુભવાયું હતું. હનુમાનગઢના સાંગરિયામાં તાપમાન ૩.૧ ડિગ્રી થઈ ગયું હતું. કેટલાય સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાયું હતું. તેના લીધે વાહનવ્યવહાર પર અસર પડી હતી. ગંગાનગરમાં ૪.૪ ડિગ્રી, અલવરમાં પાંચ ડિગ્રી, સિરોહીમાં ૬.૪ ડિગ્રી, બંસવારામાં ૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયપુરનું તાપમાન ૯.૬ ડિગ્રી હતું.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીએ ૪.૩ ડિગ્રી જેટલું નીચુ તાપમાન નોંધાવ્યું હતું. આ તાપમાન સીઝનના સરેરાશ તાપમાન કરતાં પણ નીચું છે.

હાલ સિસ્ટમ ના કારણે ગુજરાત નું હવામાન માં પણ ફેરફાર જોવા મળશે, આવનારા દિવસોમાં ગુજરાત માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે,અને ફેબ્રુઆરીના શરૂઆત થી ઠંડી નો અનુભવ થવાની શક્યતા છે. વિડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.