હાલ રાજ્ય માં તાપમાન માં વધારા બાદ ફરી સોમવાર થી ગુજરાતમાં શિયાળો વિલંબ બાદ આખરે જમાવટ કરી રહ્યો છે. ગાંધીનગરમાં ૮.૪ ડિગ્રી જ્યારે અમદાવાદમાં ૧૧.૧ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
સામાન્ય રીતે રાજ્યમાં સૌથી ઠંડુંગારમાં નલિયા મોખરે હોય છે. પરંતુ રવિવારે રાત્રિના તેનું સ્થાન ગાંધીનગરે લઇ લીધું હતું. ગાંધીનગરમાં સળંગ બીજા દિવસે પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અગાઉ શનિવારે રાત્રે ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૧૧.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો થયો હતો.
આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૩ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી છે. અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો હોય તેવું વર્તમાન સિઝનમાં પ્રથમવાર બન્યું છે.ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે હતો. જેમાં નલિયા, ડીસા, વડોદરા, રાજકોટ, ભુજ,દમણ, ભાવનગરનો સમાવેશ થાય છે.
કયા શહેર માં વધારે ઠંડી નોંધાય હતી.
ગાંધીનગર માં 8.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. નલીયા માં 9.8 ડીગ્રી, ડીસા માં 10.2 ડીગ્રી, અમદાવાદ માં 11.1ડીગ્રી, વડોદરા માં 12 ડીગ્રી, રાજકોટ માં 12.4 ડીગ્રી,ભુજ માં 14 ડીગ્રી, દમણ માં 14.4 ડીગ્રી, ભાવનગર માં 14.8 ડિગ્રી, કંડલામાં 15.6 ડીગ્રી, પોરબંદર માં 15.6 ડીગ્રી, સુરત માં 15.6 ડીગ્રી,અને દ્વારકા માં 17.1 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જો હવામાન ને લગતી માહિતી માટે અમારી વેબસાઇટ પર જય શકો છો,અને વિડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો, ચેનલ માં નવા હોઈ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.
0 ટિપ્પણીઓ