હાલ આપણાં દેશમાં દેશના પોતાના ફરવાલાયક ટાપુઓની ચર્ચા ખૂબ ચાલી રહી છે. લક્ષદ્વીપ અને આંદામાન જેવા ટાપુ આપણાં દેશમાં હોય એ પછી બીજા દેશના ટાપુ જોવા શા માટે લાંબું થવું? વેલ, એવુંય નથી કે તમે બીજા દેશમાં ન જાવ પણ વાત એવી છે કે સુંદરતા આપણાં દેશમાં પણ બીજા દેશ જેટલી જ છે તો પહેલાં એ નિહાળી લેવી જોઈએ. ખેર, આંદામાન-નિકોબારના ઘણાં બીચ વિશે ગત સપ્તાહમાં આપણે વાત કરી ચૂક્યાં છીએ, આ વખતે એ સિવાયના બીચ વિશે વાત કરીએ.
ચિડિયા ટાપુ.
આ ટાપુના નામ ઉપરથી જ તમને સમજાશે કે આ એવી જગ્યા છે જ્યાં તમને પાણીની સાથે અનેક પક્ષીઓ પણ જોવા મળશે. અહીં સ્થાનિક પક્ષીઓ તો હોય જ છે સાથે સાથે અમુક ન જોવાં હોય એવાં પ્રવાસી પક્ષીઓ જોવાનો લાભ પણ મળી જશે. આમ તો આ ટાપુ પર આખો દિવસ પક્ષીઓની ચહલપહલ રહે છે પણ સવારના સમયે તે અદભુત દૃશ્યમાન થાય છે એટલે સવારના સમયે અહીં ખાસ જવું જોઈએ.
સેલ્યુલર જેલ.
કાળાપાણીના નામથી તો આપણે બધાં જ પરિચિત છીએ. આંદામાન જેના માટે ખાસ જાણીતું છે તેવી કાળાપાણીની જેલ ત્યાં બનેલી છે તે જોવા ચોક્કસ જવું. અહીં અંગ્રેજોના જમાનામાં બનેલી કાળાપાણીની જેલ હતી, એક એક સમયે અહીં રહેલા સ્વાતંત્ર્ય સેનાનીનાં ઐતિહાસિક કારનામાં અને અને તેની ઝલક લાઈટ અને સાઉન્ડ શૉ દ્વારા તમને જોવા મળશે.
માઉન્ટ હેરિયટ અને મધુબન.
ટ્રેકિંગના શોખીન લોકો મોટાભાગે પહાડોમાં ફરવા જતા હોય છે, પણ હવે તો બીચપ્રેમીઓ પણ આંદામાનમાં ટ્રેકિંગની મજા માણી શકે છે. માઉન્ટ હેરિયટથી મધુબન સુધી જવાનો ૧૬ કિમીનો ટ્રેક તમને ટ્રેકિંગની મજા માણવાની તક આપશે. અહીં આજુબાજુમાં શાનદાર હરિયાળી છે. અહીં તમને વિદેશી વનસ્પતિઓ પણ જોવા મળશે. માઉન્ટ હેરિયટ જંગલમાં તમે હાથી સફારીનો આનંદ પણ માણી શકશો.
નોર્થ બે બીચ.
નૉર્થ બે બીચ ઉપર તમે સમુદ્રમાં ચાલવાનો તેમજ ઓક્ટોપસ ગાર્ડન જોવાનો આનંદ લઈ શકો છો. માછલીઓ, મૂંગા ચટ્ટાનો અને અલગ અલગ સમુદ્ર જીવોને અહીં તમે જોઈ શકો છો. છો. અ અહીં એવા એવા સમુદ્ર જીવ જોવા મળશે જે નોર્મલી એકક્વેરિયમમાં નથી હોતા. નોથ બે બીચ એશિયામાં સમુદ્રમાં ફરવા માટેની સૌથી સારી જગ્યા છે. અહીં પાણીમાં ફરવા માટે તરતાં નહીં આવડતું હોય તો v પણ ચાલશે.
ડિગલીપુર.
ડિગલીપુરમાં કાચબાઓ, મગરમચ્છ અભયારણ્ય અને ગુફાઓ જોવા મળશે. પ્રકૃતીપ્રેમીઓ માટે આ સૌથી મનગમતી જગ્યા છે. અહીં આવનારને કુદરતે વીખેરેલી સુંદરતા જોવાની ખૂબ મજા આવશે.
નીલ આઇલેન્ડ.
એક આરામદાયક, આનંદમય અને શાંત જગ્યા માટે નીલ : આઇલેન્ડ પરફેક્ટ જગ્યા છે. અહીં ફોટોગ્રાફી સારી રીતે થઈ શકે છે. આ જગ્યાએ ઘણી ફિલ્મોનાં શૂટિંગ થયાં છે એટલે એ રીતે પણ જગ્યા પ્રખ્યાત છે.
એલિફન્ટ બીચ.
હેવલૉક દ્વીપમાં આવેલો આ બીચ દેખાવે અત્યંત સુંદર છે. અહીં સ્નોર્કલિંગ અને સી ડાઇવિંગ કરી શકાય છે. અહીં હાથી દ્વારા ફુવારાની મજા પણ માણી શકાય છે. બીચ ઉપર હાથીની સવારીનો લાભ પણ લઇ શકાય છે.
સિક દ્વીપ.
આ દ્વીપ દક્ષિણ ર્સિક દ્વીપ અને ઉત્તર - સિંક ક્રિપ એમ બે ભાગમાં વહેંચાયેલો છે. - આ આંદામાનની ફરવા માટેની પ્રસિદ્ધ જગ્યાઓમાંથી એક છે. અહીં મોટાભાગે એવા લોકો આવે છે જે પાણીની નીચે ગોતાખોરી કરવાનો શોખ ધરાવતાં = હોય અથવા તો તેનો અનુભવ લેવા : માંગતા હોય.
લાંગ આઇલેન્ડ.
આ આંદામાનનો એક નાનો આઇલેન્ડ છે જે તેની સુંદરતા માટે જાણીતો છે. અહીં આસપાસમાં આધુનિક ગામ બનાવવામાં આવ્યું છે. અહીં હરિયાળી અને ગુફાઓ પણ જોવા મળે છે.
0 ટિપ્પણીઓ