નર્મદા જીલ્લો ભારત દેશ ના ગુજરાત રાજ્ય ના જિલ્લાઓ માંથી એક જીલ્લો છે,નર્મદા જિલ્લામાં કુલ પાસ (5) 1,2,3,4,5 અનુક્રમે રાજપીપળા, દેડીયાપાડા, તિલકવાડા,સગબરા, ગરુડેશ્વર તાલુકા આવેલાં છે, તેનું મુખ્ય મથક રાજ પીપળા છે,



#નર્મદા જિલ્લા ના તાલુકા મુજબ જોવાલાયક સ્થળો. 


#રાજપીપળા :- જૂનો રજવાડી મહેલ (એક હજાર બારીવાળો) જોવાલાયક છે તથા હરસિદ્ધિ માતાનું મંદિર (ગોરા) આવેલું છે.


→ કરજણ નદી અને કરજણ ડેમ આવેલ છે.

→ કુદરતી સૌંદર્યના કારણે ફિલ્મોનું શુટિંગ થાય છે.

→ સુરપાણેશ્વર મંદિર (ગોરા), ડૂમખલ અભયારણ્ય, પાંડોરી માતાનું મંદિર.


 #સરદાર સરોવર :- નવા ગામ (કેવડિયા કોલોની) ખાતે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ આવેલો છે.


*તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચાઈની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ “સ્ટેચ્યુ ઓફ યુનિટી''નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નર્મદાના પટમાં આવેલા "સાધુબેટ" ઉપર આ મૂર્તિ સ્થાપિત થઇ રહી છે.


#સરદાર સરોવર બંધ વીશે થોડું વધુ જાણો


5 એપ્રિલ, 1961ના રોજ 163 મીટરની ઊંચાઈ ધરાવતા સરદાર સરોવર બંધનું તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યો જોડાયેલા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના 67મા જન્મદિવસે (17 સપ્ટેમ્બર, 2017ના રોજ) તેમના જ હસ્તે સરદાર સરોવર રાષ્ટ્રને સમર્પિત કરાયો.


 ઈ.સ. 1967માં રાજ્યો વચ્ચે વિવાદ થતાં ઈ.સ. 1969માં “નર્મદા જળવિવાદ ટ્રિબ્યૂનલ”ની રચના કરવામાં આવી. જેણે ઈ.સ.1979માં અહેવાલ આપ્યો.


ઈ.સ. 1980માં પર્યાવરણ મુદ્દે વિવાદ થતાં ઈ.સ. 1987માં કેન્દ્ર સરકારે આ મુદ્દે યોજનાને લીલીઝંડી આપી.

 

ઈ.સ. 1988માં ગુજરાત સરકારે નર્મદા યોજનાના અમલીકરણ માટે “સરદાર સરોવર નર્મદા નિગમ લિ.”ની સ્થાપના કરી.


 સર્વોચ્ચ ન્યાયાલયમાં રિટ થતાં યોજના ખોરંભે ચઢી. ઈ.સ.2006માં સર્વોચ્ચ ન્યાયાલયે મેઘા પાટકરની અરજી ફગાવી દીધી.


વર્તમાન બંધની પૂર્ણ જળસપાટી 138.68 મીટર (455 ફૂટ) તથા બંધની લંબાઈ 1210.02 મીટર રખાઈ છે.


પાણીના નિકાલ માટે 17થી 20 મીટર પહોળાઈના 30 દરવાજા રાખવામાં આવ્યા છે.


 સરદાર સરોવર યોજનાથી કુલ 1450 મેગાવૉટ (2576 કરોડ યુનિટ) વિજળી ઉત્પન્ન થશે. જેમાંથી મધ્યપ્રદેશની 57%, મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને 16% વીજળી આપવામાં આવશે.

#ગરૂડેશ્વર :- ગરૂડેશ્વર ખાતે દત્તમંદિર આવેલું છે.




• #મુખ્ય નદીઓ :- નર્મદા, કરજણ


• #સિંચાઈ યોજના :- નર્મદા જિલ્લામાં નવાગામ (કેવડિયા કોલોની) ખાતે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે.


• #વન્યજીવ સૃષ્ટિ :- સુરપાણેશ્વર (ડૂમખલ) અભયારણ્ય, તાલુકો- દેડિયાપાડા


• #ખેતી :- કપાસ, ડાંગર, મકાઈ, ઘઉં વગેરેની ખેતી થાય છે.


#નર્મદા જીલ્લો ની ખાસ વિશેષતા માટે જાણીતો છે.

 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (182 મીટર ઊંચાઈની) “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નર્મદા જિલ્લામાં છે.


 અકીકના પથ્થરો માટે જાણીતી રાજપીપળાની ટેકરીઓ નર્મદા જિલ્લામાં આવેલી છે.


 નર્મદા નદી “રેવા” તથા “મૈકલ કન્યા” તરીકે ઓળખાય છે.

 

નર્મદા જિલ્લાનું રાજપીપળા ઈમારતી લાકડાના વેપાર માટેનું અગત્યનું કેન્દ્ર છે.


ગુજરાતનો સૌથી મોટો અને ઊંચો બંધ “સરદાર સરોવર બંધ' નર્મદા જિલ્લામાં આવેલ છે.


ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે.



•#નર્મદા જિલ્લાની સરહદ પર આવલે જીલ્લા .


→ ઉત્તરે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજય, દક્ષિણમાં તાપી અને સુરત જિલ્લો, અને પશ્ચિમમાં ભરૂચ જિલ્લો આવેલા છે.


નર્મદા જિલ્લા નું કુલ 2750 ચો. કિમી ક્ષેત્રફળ માં ફેલાયેલું છે.

નર્મદા જિલ્લા ની કુલ 590379  વસ્તી છે.

નર્મદા જિલ્લા ની વસ્તી ગીચતા 214 છે.

નર્મદા જિલ્લા નું સાક્ષરતા પ્રમાણ 73.29 % છે.

🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎

#નર્મદા જિલ્લાના તાલુકા.

#નર્મદા જિલ્લાનો નકશો.

#નર્મદા નદી નો ઇતિહાસ.

#નર્મદા નદી પરિક્રમા.

#નર્મદા કિનારે આવેલું તીર્થસ્થળ.

#નર્મદા નદી પર કાવ્ય.

#નર્મદા જિલ્લાના સમાચાર તાજા.

#નવસારી જિલ્લો.

#ડાંગ જિલ્લો.

નર્મદા કિનારે આવેલું તીર્થસ્થળ.

નર્મદા નદી વિશે માહિતી.

નર્મદા ડેમ.