આગામી બે દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, ગાઢ ધૂમ્મસનું એલર્ટ.


 હાલ ગુજરાત માં ઠંડી નું ભારે જોર વધ્યું છે. રાત્રિ ના સમયે તાપમાન નીચે નોંધાય રહ્યુ છે.અને દિવસે તાપમાન માં વધારો થતા રાજ્ય માં બેવડી ઋતુ નો અનુભય થય રહ્યો છે.


હાલ દેશ માં ઠંડી મો માહોલ જામ્યો છે,ઉતર ભારત માં હિમ વર્ષા થય રહી છે અને ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે.

દેશની બે-તૃતીયાંશથી વધુ વસતી કડકડતી ઠંડી સહન કરી રહી છે. આગામી બે દિવસ પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના  છે.

 ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ ન્યૂનત્તમ તાપમાન 3 થી 8 ડિગ્રીની વચ્ચે નોંધાશે. 23 બાદ તાપમાન વધવા લાગશે. જમ્મૂ કાશ્મીરમાં 24 જાન્યુઆરી સુધી હળવી હિમવર્ષાની વકી છે. લદ્દાખમાં હિમવર્ષા થશે. જો કે મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન બાદ હવે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશના અનેક વિસ્તારો માં ઠંડી ના કારણે લોકોને તાપણા ની ફરજ પડી હતી..  મધ્યપ્રદેશ નું નૌગાંવ માં શનિવારે સવારે દેશના બાકીના મેદાની વિસ્તારો સૌથી વધુ ઠંડું રહ્યું હતું.


હવામાન વૈજ્ઞાનિક અનુસાર ગત ત્રણ-ચાર દિવસથી ઉત્તરથી લઇને પૂર્વ અને મધ્ય ભારતમાં દિવસનું તાપમાન વધી રહ્યું નથી. તેનાથી વધુ ઠંડી લાગી રહી છે. સુકા મોસમમાં ફુંકાતા તેજ પવનોને કારણે પણ ઠંડી વધુ લાગી રહી છે.

 પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, અસમ, મેઘાલય, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, માં ભારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની હવામાન વિભાગ ની આગાહી છે.