સુરત જિલ્લાનાં તમામ જોવાલાયક સ્થળો :-
સુરત :- “સોનાની મુરત”, “મક્કા બારી”, “બાબુલ મક્કા”જેવા નામો થી પણ ઓળખાતું હતું.એશિયામાં સૌપ્રથમ રિવૉલ્વિગ રેસ્ટોરન્ટ સુરતમાં બની છે.
એશિયામાં માનવસર્જિત યાર્નનું સૌથી મોટું બજાર સુરતમાં છે. “સુરત ટૅક્સટાઈલ માર્કેટ” એશિયાભરમાં વિખ્યાત છે.
ઈ.સ. 1644માં ઈસાકબેગ યઝદી ઉર્ફે હકીકતખાને બંધાવેલ મુઘલસરાઈ (જ્યાં આજે મ્યુનિસિપલ કૉર્પો.ની ઑફિસ છે) ઈ.સ.1540માં ખ્વાજા સફર સુલેમાનીએ બંધાવેલો ચોક બજારમાંનો કિલ્લો, મલેક ગોપીનું ‘ગોપીપુરા' (ગોપી તળાવ હાલમાં રહ્યું નથી.) શિવાજીએ ઈ.સ.1664 અને ઈ.સ.1670માં એમ બે વાર સુરત લૂંટ્યું હતું. ઈ.સ.1850માં એન્ડ્રુઝ નામના અંગ્રેજ ન્યાયાધીશના નામથી સ્થાપાયેલી એન્ડ્રુઝ લાઇબ્રેરી તથા બાપાલાલ વૈદ્ય જેવા આયુર્વેદાચાર્યએ સ્થાપેલ “આત્માનંદ ફાર્મસી" આવેલ છે.
આ ઉપરાંત લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી, સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુઝિયમ), નહેરુબાગ, સરદાર પટેલ સ્મૃતિ ભવન, બાદશાહ ઔરંગઝેબના સમયમાં બાંધવામાં આવેલું ચિંતામણિ જૈન દેરાસર, ઈ.સ.1874માં બાંધવામાં આવેલ “હોપ પુલ”, અશ્વિનીકુમાર ઘાટ જોવાલાયક છે.
વીર નર્મદની જન્મભૂમિ તથા વીર નર્મદ યુનિવર્સિટીનું મુખ્યમથક છે. આથી "નર્મદનગરી” પણ કહેવાય છે.
સુરતમાં ઉતરાયણના ઉત્સવમાં પતંગને 'કનકવો' કહેવાય છે.
સુરત મહાનગરપાલિકા દર વર્ષે “ત્રિઅંકી નાટક” સ્પર્ધા યોજે છે.
હીરા ઘસવાનો ઉદ્યોગ, સોના-ચાંદી અને કાપડઉદ્યોગનો મોટાપાયે વિકાસ થયો છે.
તાપી નદી પર સરદાર બ્રિજ, મક્કાઈ પુલ, વિવેકાનંદ બ્રિજ આવેલા છે.
સુરત જિલ્લા ના તાલુકા ઓ 10 છે.
સુરત શહેર, ચોર્યાસી, કામરેજ, બારડોલી, મહુવા, ઓલપાડ, માંગરોળ, પલસાણા, માંડવી, ઉમરપાડા.
હજીરા માં જોવાલાયક સ્થળો:- હજીરાનો બંદર તરીકે વિકાસ થયો છે.
"Kribhco (Krishak Bharati Co-operative)" तुं तर नाववानु કારખાનું આવેલું છે.
બારડોલી :- “સત્યાગ્રહની ભૂમિ” તરીકે ઓળખાય છે.
વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ઈ.સ. 1928માં “ના-કર”ની લડત શરૂ થઈ. જેમાં સફળતા મળતા વલ્લભભાઈ પટેલને “સરદાર”નું બિરૂદ આપવામાં આવ્યું. આંદોલન દરમિયાનના સરદારના નિવાસસ્થાન ખાતે “સરદાર સ્વરાજ આશ્રમ” ચાલે છે.
ઉપરાંત સરદાર પટેલની પ્રતિમા પણ છે. બારડોલીમાં “સરદાર સ્મારક" પણ છે.
ઈ.સ. 1956 બારડોલીમાં ગુજરાતના સૌપ્રથમ સહકારી ધોરણના ખાંડના કારખાનાની સ્થાપના કરવામાં આવી હતી.
ડુમસઃ- અહીં તાપી સમુદ્રસંગમ પામે છે. ડુમસનો સુંદર દરિયાકિનારો પ્રવાસીઓને આકર્ષે છે.
કામરેજ :- નારદ-બ્રહ્માની મૂર્તિવાળું મંદિર આવેલું છે.
મઢી :- ખાંડનું કારખાનું પણ આવેલું છે.
* મુખ્ય નદી :- તાપી, કીમ
તાપી નદી “સૂર્ય પુત્રી” તરીકે ઓળખાય છે. *
સિંચાઈ યોજના : કાકરાપાર બંધ - તાલુકો માંડવી - તાપી નદી પર બાંધવામાં આવ્યો છે.
* ખેતીઃ ગુજરાતમાં સુરત જિલ્લો શેરડીના ઉત્પાદનમાં પ્રથમસ્થાન ધરાવે છે.
સુરત જિલ્લો સમગ્ર ગુજરાતમાં જુવારના ઉત્પાદનમાં પ્રથમસ્થાન ધરાવે છે.
ખનીજ : સુરતમાંથી ફાયરક્લે, જિપ્સમ, ચિનાઈ માટી વગેરે ખનીજો મળી આવે છે.
સુરતના ઓલપાડ અને માંગરોળ ખાતેથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે.
• ઉદ્યોગો : હૅન્ડલૂમ અને પાવરલૂમ ઉદ્યોગ, રૅયોન ઉદ્યોગ કૃત્રિમ રેસામુક્ત કાપડ બનાવવાનો ઉદ્યોગ તથા જરીનું કાપડ બનાવવાના ઉદ્યોગમાં સુરત ગુજરાતમાં પ્રથમસ્થાને છે.
વૉટર હીટરમાં સુરત ગુજરાતમાં પ્રથમસ્થાને છે.
સુરતના ઉધના ખાતે રૅયોન ઉદ્યોગ તથા આર્ટ સિલ્કનું કાપડ બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ : રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.
* યુનિવર્સિટી/વિદ્યાપીઠ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સ્થાપના - 1965
→ સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજી, સુરત સ્થાપના - 1961
→ Auro યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ, સુરત
મ્યુઝિયમ/ગ્રંથાલય : ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત
→ જૈન આનંદ પુસ્તકાલય, સુરત
→ સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુઝિયમ), સુરત
→ લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી, સુરત.
રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :
→ સોરધમ રિસર્ચ સ્ટેશન, સુરત
→ મેન મેઈડ ટેક્સટાઈલ રિસર્ચ એસોસિયેશન, સુરત
→ સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ, સુરત
→ વ્હીટ રિસર્ચ સ્ટેશન (ઘઉં સંશોધન કેન્દ્ર), બારડોલી
→ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, સુરત
→ સ્ટેમ સેલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સુરત.
• બંદરો : ભગવા, મગદલ્લા, હજીરા.
• ડેરી : સુમૂલ ડેરી- સુરત
સુરત જીલ્લા માં ખાસ જોવાલાયક વિષેશતા ઓ.
• વિશેષતા :
“સોનાની મૂરત”, “સૂર્ય નગરી”, “મક્કા નું પ્રવેશદ્વાર (બાબુલ મક્કા)" તથા “હિરા ઉદ્યોગના પાટનગર” તરીકે જાણીતું છે.
→ ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર તથા વિશ્વમાં ચોથા ક્રમાંક નું શહેર.
→ ગુજરાતમાં સૌથી વધુ ઓવર બ્રીજ સુરત શહેરમાં છે.
→ સુરત જિલ્લામાં આવેલા મઢી ખાતેની “તુવેરદાળ” ઉપરાંત સુરતની “ખમણી” જાણીતી છે.
→ સુરતમાં “કાપડ ઉદ્યોગ” તથા “હીરા ઉદ્યોગ” ખૂબ જ જાણીતા છે. આથી “ડાયમંડ સિટી” કહેવાય છે.
→સુવાલી ની ટેકરીઓ:- સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તરનો કિનારો સુવાલી ની ટેકરીઓ કહેવાય છે.
→ ઈ.સ. 1613માં અંગ્રેજોએ ભારતની સૌપ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી.
→ ગુજરાતમાં સૌપ્રથમ “પ્રાર્થના સમાજ”ની સ્થાપના ઈ. સ. 1871માં સુરત ખાતે થઈ અને ત્યારબાદ તે જ વર્ષે ભરૂચ ખાતે પણ થઈ.
→ 2001થી 2011 દરમિયાન સૌથી વધુ પુરુષ વૃદ્ધિદર અને સ્ત્રી વૃદ્ધિદર ધરાવતો જિલ્લો - સુરત
→ સુરત જિલ્લો એ સમગ્ર ગુજરાતમાં જુવાર અને શેરડીના ઉત્પાદનમાં પ્રથમસ્થાને છે.
સુરત શહેરનું “પોંક”, “જમણ”, “ઉંધિયુ”, “ધારી” તથા “જરીકામ” જાણીતું છે.
સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો (અમદાવાદ પછી) - સુરત (86.65 %)
સૌથી વધુ વસતીગીચતા ધરાવતો જિલ્લો - સુરત (1376)
સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતો જિલ્લો - સુરત (788)
સૌથી ઓછું શિશુ લિંગપ્રમાણ ધરાવતો જિલ્લો - સુરત (836)
સ્ત્રી-પુરુષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો - સુરત (10.02)
સુરત જિલ્લાની સરહદઃ
ઉત્તરે ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો, પૂર્વમાં તાપી જિલ્લો, દક્ષિણમાં નવસારી જિલ્લો તથા પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે.
0 ટિપ્પણીઓ