ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી,

ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદે આંશિક વિરામ લીધો હતો. આજે ૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને જેમાં ડાંગના સુબિરમાં બે ઈંચ સાથે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ ૨૫.૩૦ ઈંચ સાથે મોસમનો ૭૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

કલાયમેન્ટ ચેન્જ થી વરસાદ ની પેટન બદલાય રહી છે

 આજે દિવસ દરમિયાન બનાસકાંઠાના દાંતા-તાપીના સોનગઢમાં દોઢ ઈંચ, છોટા ઉદેપુરમાં સવા ઈંચ, દાહોદના ફતેપુરા- બનાસકાંઠાના ભાભર-નર્મદાના ગરૂડેશ્વરમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા-અરવલ્લી- નવસારી-તાપી-જુનાગઢ-અમરેલી- ભાવનગર-ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત- ડાંગ-તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન નકશા લાઈવ


    જોકે, હાલની સ્થિતિએ રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત્ છે. રાજ્યમાં આ વખતે ૧૩૪ તાલુકામાં ૨૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પાંચ ઈંચથી ઓથો વરસાદ પડ્યો હોય તેવો એકપણ તાલુકો નથી. રીજિયન પ્રમાણે કચ્છમાં ૨૪.૪૬ ઈંચ સાથે ૧૩૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૭.૬૮ ઈંચ સાથે ૬૧.૭૪ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૭.૭૨ ઈંચ સાથે ૫૫.૬૩ટકા, સૌરાષ્ટ્રમાં ૩૦.૫૨ ઈંચ સાથે ૧૦૭.૩૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૩૫.૪૧ ઈંચ સાથે ૬૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

 વધુ માહિતી માટે વીડિયો જોઈ શકો છો 

આજ નું હવામાન લાઈવ જુવો


આવતી કાલથી ભારે વરસાદ ની આગાહી