હાલ ગુજરાત ના પપ્રવાસ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની સાથે ગુજરાત માં મોટી મોટી ભેટ આપી રહ્યા છે. આજે રાજકોટ ને મલી મોટી ભેટ જેમાં ,

ડબલ એન્જિન સરકાર, વિકાસની તેજ રફ્તાર  નાં સુત્રો સાથે 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરહસ્તે સૌરાષ્ટ્રના લોકોને ૨૨૦૩૦ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવા માં આવી છે 

👉રાજકોટમાં ગુજરાતનું ચોથું ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થશે.

૨૫૩૪ એકર વિસ્તારમાં ફેલાયેલ ૩ કિમી લાંબો અને ૪૫-મીટર-પહોળો રન વે કોઈપણ સમયે ૧૪ વિમાનોને સમાવી શકે છે. ૧૪૦૫ કરોડનું આ એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૨૮૦૦ પ્રવાસીઓનું સંચાલન કરી શકશે,



👉"સૌની" યોજનાના વિસ્તરણ થકી હરિયાળી ક્રાંતિને મળ્યો વેગ કુલ ૨૩૯૪ કરોડના ખર્ચે "સૌની" યોજના લિંક-3ના ભાદર-૧, આજી-૧ અને ફોફળ-૧ના ફીડરના વિસ્તરણ થકી ૯૮,૦૦૦ થી વધુ લોકોને તથા ૫૨,૩૦૦ એથી વધુ જમીનને થશે લાભ.

👉રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૪૨૩૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણઃ 

     ૨૧૩૦ કરોડના ખર્ચે રાજકોટના કાલાવડ રોડ કે. કે. વી. ચોક ખાતે નિર્મિત રાજકોટ શહેરનો પ્રથમ ૧૧૫૨ મીટર લાંબો મલ્ટીલેવલ ફલાય ઓવરબ્રિજ.


👉અમૃત-૧ યોજના હેઠળ વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણઃ

    ૨૩૦ કરોડના ખર્ચે રૈયાધાર ખાતે ૫૦ મિલિયન લિટરની ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોઠારિયા ખાતે ર૨૫ કરોડના ખર્ચે ૧૫ મિલિયન લિટરની ક્ષમતાવાળા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ


👉૬૯ કરોડના ખર્ચે ત્રણ માળની અદ્યતન લાઈબ્રેરીનું લોકાર્પણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયોના ૩૩,૦૦૦થી વધુ પુસ્તકો અને બાળકોના ૧૯૩૦ રમકડાઓથી સમૃદ્ધ લાઇબરી  નું લોકા્પણ કરવમાં આવ્યુ છે.

👉ગુજરાતના આ બીજા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક થી રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં આવનાર આંતરરાષ્ટ્રીય થાત્રીઓ માટે સીધી સંપર્કતા.


👉સુવિધાજનક હવાઈ યાત્રા માટે ૨૫૦૦ એકર થી વધુ ક્ષેત્રફળમાં રૂ. ૧૪૦૦ કરોડના ખર્ચથી વિકસીત નવા ગ્રીન ફીલ્ડ હવાઈ મથક,


👉પ્રદેશમાં વેપાર, પર્યટન, શિક્ષા તેમજ ભારે અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન.


👉સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં રોજગારના અવસરોને પ્રોત્સાહન.


👉રાજકોટ-અમદાવાદ રાજ્યમાર્ગ ર સ્થિત આ હવાઈ મથકથી નજીકના ઉદ્યોગોના ઉત્પાદનોનો વ્યાજબી અને ઝડપી પરિવહન.


👉વ્યસ્તતમ સમયમાં ૫૦૦ યાત્રીઓને સેવા પ્રદાન કરવામાં સક્ષમ ટર્મિનલ, ભવિષ્યોન્મુખી નવા ટર્મિનલ વ્યસ્તમમ સમયમાં ૨૮૦૦ યાત્રિઓ અને પ્રતિવર્ષ ૩૫ લાખ યાત્રિઓને સેવા પ્રદાન કરવામાં સક્ષમ.


👉ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમથી યુક્ત ૩૦૪૦ મીટર લાંબા રનવેથી ૨૪ x ૭પ્રચાલનની સુવિધાઓ.


👉૧૪ વિમાનોની પાર્કીંગની સુવિધાઓથી વધુ ઉડાણો અને યાત્રીઓના પ્રચાલન માટે ઉપયુક્ત હવાઈ મથક.


👉રાજકોટની સ્થાનીય કળા અને સંસ્કૃતિ થી પ્રેરીત પર્યાવરણ અનુકુલ ટર્મિનલ ભવન.