ક્લાઈમેટ ચેન્જને કારણે વિશ્વનાં કેટલાક રણનો વિસ્તાર વધુ સૂકો ભઠ્ઠથઈ રહ્યો છે. નિષ્ણાતોનાં મતે ૨૦૫૦ સુધીમાં સહરાનાં રણનું કદ વર્ષે ૬૦૦૦ ચોરસ કિ.મી જેટલું વધશે. છેલ્લા કેટલાક અભ્યાસ પરથી જણાયું છે કે થારનાં રણ વિસ્તારમાં એટલે કે ભારતનાં ઉત્તર પશ્ચિમ અને પાકિસ્તાનનાં વિસ્તારોમાં ૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં વરસાદમાં ૧૦૫૦ ટકાનો વધારો થયો છે. આથી આ વિસ્તારમાં લીલોતરી વધી રહી છે. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જે રીતે ઘટી રહ્યું છે તે જોતા વરસાદનું આ પ્રમાણ ૫૦૨૦૦ ટકા વધી શકે છે.
થારનું રણવિશ્વનું ૨૦મા ક્રમનું મોટું રણ છે જ્યારે સબટ્રોપિક્લ રણમાં તેતો ૯મો નંબર છે ખાસ કરીને તેનું સુકા વિસ્તારનાં વિસ્તરણ માટે જાણીતું બનેલું થારનું રણ સદીનાં અંત સુધીમાં ક્લાઈમેટ ચેન્જને કારણે લીલુંછમ અને હરિયાળુ બની જશે તેવી સંભાવના એક અભ્યાસમાં વ્યક્ત કરાઈ છે. અભ્યાસનાં તારણો જણાવે છે કે થારનાં રણનાં ક્લાઈમેટ ચેન્જને કારણે આકસ્મિક ફેરફાર થઈ રહ્યો છે. તાપમાન વધવાને કારણે વિશ્વનાં અનેક રણ વધુ મોટા થઈ રહ્યા છે.
જગલો સુકાઈને સુકો ભઠ્ઠ થઈ રહ્યો છે અને રણમાં ફેરવાઈ રહ્યો છે. પણ થારનાં રણ માટે ગંગા ઉલટી વહી રહી છે ત્યાં હરિયાળી ફેલાઈ રહી છે. જો તેમાં સતત હરિયાળીનો બદલાવ ચાલુ રહેશે તો આ સદીનાં અંતમાં કે આગામી સદીની શરૂઆતમાં તે લીલુંછમ જોવા મળશે. થારનું રણ બે ભાગમાં વહેંચાયેલું છે. ૨ લાખ ચોરસફુટ વિસ્તારમાંથી થોડો વિસ્તાર ભારતનાં રાજસ્થાનમાં આવેલો છે જ્યારે મોટાભાગનો હિસ્સો પાકિસ્તાનનાં પંજાબ અને સિંધ પ્રાંતમાં છે. થારનું રણ વિશ્વનું ૨૦મા ક્રમનું મોટામાં મોટું રણ જ્યારે સબટ્રોપિકલ રણમાં તેનો ૯મો નબર છે.
કલાય મેન્ટ ચેન્જ
ના કારણે વિશ્વ નાં કેટલાક રણનો વિસ્તાર વધુ સુકોભઠ્ઠ થઈ રહ્યો છે.
ક્લાઈમેટ ચેન્જને કારણે વિશ્વનાં કેટલાક રણનો વિસ્તાર વધુ સૂકો ભઠ્ઠથઈ રહ્યો છે. નિષ્ણાતોનાં મતે ૨૦૫૦ સુધીમાં સહરાનાં રણનું કદ વર્ષે ૬૦૦૦ ચોરસ કિ.મી જેટલું વધશે. છેલ્લા કેટલાક અભ્યાસ પરથી જણાયું છે કે થારનાં રણ વિસ્તારમાં એટલે કે ભારતનાં ઉત્તર પશ્ચિમ અને પાકિસ્તાનનાં વિસ્તારોમાં ૧૯૦૧થી ૨૦૧૫ સુધીમાં વરસાદમાં ૧૦૫૦ ટકાનો વધારો થયો છે. આથી આ વિસ્તારમાં લીલોતરી વધી રહી છે. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જે રીતે ઘટી રહ્યું છે તે જોતા વરસાદનું આ પ્રમાણ ૫૦૨૦૦ ટકા વધી શકે છે.
ચોમાસાની પેટર્ન પણ બદલાઈ રહી છે !
ભારતમાં ચોમાસાની પેટર્નમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે. પશ્ચિમનાં રાજ્યોમાં વધુ વરસાદ પડી રહ્યો છે. તેને કારણે થારનાં રણ વિસ્તારમાં જમીનમાં પાણીનો સંચય થઈ રહ્યો છે. ગુવાહાટી કોટન યુનિવર્સિટીના ફિઝીક્સ વિભાગનાં પ્રાધ્યાપક બી એન ગોસ્વામીનાં જણાવ્યા મુજબ ભારતનાં પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ચોમાસાની ગતિવિધી વધી રહી છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. આથી કારણે રણ વિસ્તાર લીલોતરીમાં ફેરવાઈ રહ્યો છે. ભૂમધ્ય રેખા પર આવેલા હિન્દ મહાસાગરમાં હુંફાળા પાણીનો પ્રવાહ વધી રહ્યો છે.
0 ટિપ્પણીઓ