@ભિખારી મંદિરની બહાર ભીખ માંગે છે આપણે મંદિરની અંદર જઈ ભીખ માંગીએ છીએ.
પ્રેમ એટલે શું

@ઈશ્વરને મેળવવા કશું છોડવાની જરૂર નથી, પરંતુ ઈશ્વર જેવો મળશે, ધીરે ધીરે બધુ છૂટી જશે !


@ જો કોઈ વ્યક્તિનું કે પશુ - પક્ષીનું દુ:ખ કે વેદના જોઈ તમને દુઃખ થાય, તો સમજો કે ઈશ્વર તમારી અંદર છે.

@ખિસ્સામાં કશું જ ન હોય છતાં કોઈને તકલીફમાં મદદ કરવાની ઈચ્છા થાય તો સમજો કે ઈશ્વર તમારી અંદર છે.

@તમને તમારા પરિવારજનો સિવાય અંતઃકરણથી આ સમાજ દુનિયા માટે કંઈ કરવાની ભાવના થાય તો સમજવું કે ઈશ્વર તમારી અંદર છે.

@તમને હંમેશાં સત્ય બોલવું ને સત્યની સાથે રહેવું ગમે તો ઈશ્વર તમારી અંદર છે એમ સમજો.

@તમને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની ઈચ્છા થાય, તો ઈશ્વર તમારી અંદર છે.