google.com, newstruggle : માર્ચ 2025

ગુરુવાર, 20 માર્ચ, 2025

હાલ ગુજરાત રાજ્ય માં બેવડી ઋતુ નો અનુભવ થય રહયો છે.લઘુતમ તાપમાન ૩.૮ ડિગ્રી ઘટયું, જયારે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

હાલ ગુજરાત રાજ્ય માં બેવડી ઋતુ નો અનુભવ થય રહયો છે.લઘુતમ તાપમાન ૩.૮ ડિગ્રી ઘટયું, જયારે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

શહેરમાં સતત રંગ બદલી લેતી ઋતુના કારણે તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. રાત્રિના સમયે ગરમીની અસરના કારણે લઘુતમ તાપમાન પોણા ચાર ડિગ્રી ઉંચકાઈ ગયું હતું. તેનો તેની વિરૂદ્ધમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.



વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૧ ટકા રહ્યું, ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો.

ભાવનગરમાં સોમવારે મોડી રાત્રિથી મંગળવારની વહેલી સવારના અરસામાં ઠંડીનો ચમકારો અનુભવો હતો. તો તેની સામે ગઈકાલે બપોરના સમયે ગરમીમાં વધારો થતાં તાપમાન ૩૬ ડિગ્રીને આંબી ગયું હતું. તેની વિપરીત આજે બુધવારે ગરમીમાં આંશિક રાહત રહેતા મહત્તમ તાપમાન ૦.૩ ડિગ્રી નીચે ગગડીને ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું.

 જ્યારે રાત્રિના સમયે ગરમીનું પ્રમાણ રહેતા પાછલા ૨૪ કલાકમાં જ લઘુતમ તાપમાન ૩.૮ ડિગ્રી વધીને ૨૪.૦ ડિગ્રી એ પહોંચી ગયું હતું. આજે દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૧ ટકા રહ્યું હતું.

તો ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા ૪૮ કલાકમાં બેવડી ઋતુનો મારના કારણે સિઝનલ બીમારીઓએ માથું ઉંચક્યું છે.

જેના કારણે ખાનગી દવાખાનાઓમાં શરદી-ઉધરસ, તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.


રવિવાર, 16 માર્ચ, 2025

રાજ્ય માં 37 ડિગ્રી સાથે આશિક તાપમાન માં ઘટાડો નોંધાયો, આવનારા દિવસોમાં માં ફરી એકવાર ગરમી અનુભવાશે.

 રાજકોટમાં ૩૮.૨ ડિગ્રી એ સૌથી વધુ ગરમી જયારે અમદાવાદ માં ૩૭.૮ ડિગ્રી સાથે નહિવત તાપમાન નોંધાયું.

અમદાવાદમાં ૩૭.૮ ડિગ્રી સાથે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન ૩૯ થી ૩૮ ડિગ્રી વચ્ચે જ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.



સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારે ઓરેન્જ, જ્યારે સોમવાર-મંગળવારના યલો એલર્ટ જાહેર કરાઈ છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારે ઓરેન્જ એલર્ટ જ્યારે સોમવાર- મંગળવારના યેલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન રાજ્યના તમામ શહેરમાં સરેરાશ મહતમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

આજે દિવસ દરમિયાન ૩૮.૨ ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આ સિવાય અમરેલી, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં પણ ૩૭ ડિગ્રીથી વધુ તાપમાન હતું.


શુક્રવાર, 7 માર્ચ, 2025

હવામાન વિભાગના નું માનીએ તો 2025 માં વધું ગરમી અનુભવાશે..IMDએ ગરમી માટે શું ચેતવણી આપી છે?.imd મોડલ ની આગાહી.

 માર્ચથી મે મહિના સુધી ભયંકર ગરમી પરસેવા ના પાણીએ રડાવે તેવી આઇએમડીની આગાહી.


ફેબ્રુઆરીમાં ગરમીએ ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી ત્રણ મહિના ભારે ગરમીનો અનુભવ થશે.

જાન્યુઆરી મહિનો ૧૯૦૧ બાદ ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો, શિયાળામાં ગરમી અને માર્ચમાં સામાન્યથી વધુ તાપમાનની આગાહી,ખેડૂતોની ચિંતા વધી શકે.

દેશમાં હવામાનમાં આજકાલ ભારે વિષમતા જોવા મળી રહી છે. પહાડી રાજ્યો આકરી હિમવર્ષા, વરસાદ અને ભૂસ્ખલનથી પીડિત છે. તો દેશના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પુરની સ્થિતિ છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં ફેબ્રુઆરીમાંથી ગરમીએ હેરાન કરવાનું શરુ કર્યું છે. 

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શિયાળાની સીઝનમાં જ આ વખતે ઉનાળાએ દસ્તક દઈ દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ છેલ્લા ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને આવનારા સમયમાં પણ ગરમી વધારે હેરાન કરશે તેવી આગાહી છે.

 વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બંને મહિના અત્યાર સુધીના રેકોર્ડમાં ટોચના ત્રણ ગરમ મહિનાઓમાં સામેલ છે.

 જાન્યુઆરી ૨૦૨૫નો માહોલ ૧૯૦૧ બાદ ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. દેશમાં ગરમીનું હાલ તો આ ટ્રેઇલર છે અને પિક્ચર તો બાકી છે. મે-જૂન સુધીમાં તો ગરમી રાતા પાણીએ રોવડાવશે.


હવામાન વિભાગના નું માનીએ તો 2025  માં વધું ગરમી અનુભવાશે.


 હવામાન વિભાગે પહેલા જ ચેતવણી આપી દીધી છે કે આ વખતે સામાન્ય કરતા વધારે ગરમી પડશે. ૧૯૦૧ બાદ જ્યારથી દેશમાં હવામાનનો રેકોર્ડ રાખવાની શરુઆત થઈ હતી, ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૫ દેશમાં સૌથી વધારે ગરમ મહિનો નોંધાયો છે.


IMDએ ગરમી માટે શું ચેતવણી આપી છે?


આઇએમડીના સીનિયર વિજ્ઞાની ડીએસ પાઇએ આગામી માર્ચથી મે સુધી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં સામાન્ય કરતા વધારે ગરમી પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રાયદ્વીપીય ભારતના કેટલાક સુદૂરવર્તી દક્ષિણી ભાગો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમા માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે.


ઘઉંના પાક પર શું અસર પડી શકે?


માર્ચ મહિનો વધારે ગરમ રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે કારણ કે ફેબ્રુઆરી ૧૯૦૧ બાદ સૌથી ગરમ રહ્યો હતો. આ દરમિયાન સરેરાશ તાપમાન ૨૨.૦૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય તાપમાન ૨૦.૭૦ ડિગ્રી કરતા ૧.૩૪ ડિગ્રી વધારે હતું. રવી પાક પર ગરમીની અસર વિશે પુછાતા આઈએમડીના સીનિયર વિજ્ઞાનીએ કહ્યું હતું કે કૃષિ મંત્રાલયના નિષ્ણાતો સાથે તેમની થયેલી ચર્ચા અનુસાર દેશમાં ઉગાડવામાં આવતા લગભગ ૬૦ ટકા ઘઉની પ્રજાતિ ગરમી પ્રતિરોધક છે.

-------------------------------------------------------------------











ગુરુવાર, 6 માર્ચ, 2025

નલિયાનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી ઘટતાં 6.2 ડિગ્રી સાથે માર્ચની ‘ઠંડીનો રેકોર્ડ તોડ્યો.

 નલિયાનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી ઘટતાં 6.2 ડિગ્રી સાથે માર્ચની ‘ઠંડીનો રેકોર્ડ તોડ્યો. આવનારા દિવસો માં તાપમાંન 40 ડીગ્રી ઉપર જશે.



રાજ્યમાં માર્ચની ઠંડીના બે રેકોર્ડ : 9 માર્ચ, 1979 એ ભૂજમાં 5.5 ડિગ્રી અને 30 માર્ચ, 1905 એ રાજકોટમાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

માર્ચની શરૂઆત સાથે ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે થઇ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઇ હતી. 

ઉત્તરના ઠંડા હેમ પવનના કારણે બુધવારે રાજ્યના 16 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીથી લઈ 12.8 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. 

એમાં પણ 13 શહેરોનું લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી વધુ તૂટ્યું હતું. જેમાં કચ્છના નલિયા શહેરના લઘુત્તમ તાપમાનમાં 12.8 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 6.2 ડિગ્રી નોંધાયો હતો. ઉનાળાના આરંભમાં નલિયાની રાજ્યમાં માર્ચ મહિનાના ઠંડીના બે રેકોર્ડ સર્જ્યો છે.

 એક તો નલિયાના 67 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ઠંડી રાત રહી. જ્યારે બીજો રેકોર્ડ માર્ચ મહિનામાં રાજ્યની ત્રીજી સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ બન્યો છે. 

આ અગાઉ 9 માર્ચ, 1979 ના રોજ ભૂજમાં ઠંડીનો પારો 5.5 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે 30 માર્ચ, 1905 ના રોજ રાજકોટમાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


 હવામાન વિભાગ ની આગાહી શું છે?


હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે દિવસ-રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર બાદ ઉત્તર દિશાના નીચા સ્તરના ઠંડા પવન નબળા પડશે. જેને લઇ દિવસ-રાતના તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. 

આ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રી પાર, જ્યારે ઠંડીનો પારો 20 ડિગ્રી પાર રહેતાં ગરમીની શરૂઆત થશે.