હાલ ગુજરાત રાજ્ય માં બેવડી ઋતુ નો અનુભવ થય રહયો છે.લઘુતમ તાપમાન ૩.૮ ડિગ્રી ઘટયું, જયારે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

શહેરમાં સતત રંગ બદલી લેતી ઋતુના કારણે તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. રાત્રિના સમયે ગરમીની અસરના કારણે લઘુતમ તાપમાન પોણા ચાર ડિગ્રી ઉંચકાઈ ગયું હતું. તેનો તેની વિરૂદ્ધમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.



વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૧ ટકા રહ્યું, ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો.

ભાવનગરમાં સોમવારે મોડી રાત્રિથી મંગળવારની વહેલી સવારના અરસામાં ઠંડીનો ચમકારો અનુભવો હતો. તો તેની સામે ગઈકાલે બપોરના સમયે ગરમીમાં વધારો થતાં તાપમાન ૩૬ ડિગ્રીને આંબી ગયું હતું. તેની વિપરીત આજે બુધવારે ગરમીમાં આંશિક રાહત રહેતા મહત્તમ તાપમાન ૦.૩ ડિગ્રી નીચે ગગડીને ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું.

 જ્યારે રાત્રિના સમયે ગરમીનું પ્રમાણ રહેતા પાછલા ૨૪ કલાકમાં જ લઘુતમ તાપમાન ૩.૮ ડિગ્રી વધીને ૨૪.૦ ડિગ્રી એ પહોંચી ગયું હતું. આજે દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૧ ટકા રહ્યું હતું.

તો ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા ૪૮ કલાકમાં બેવડી ઋતુનો મારના કારણે સિઝનલ બીમારીઓએ માથું ઉંચક્યું છે.

જેના કારણે ખાનગી દવાખાનાઓમાં શરદી-ઉધરસ, તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.