નલિયાનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી ઘટતાં 6.2 ડિગ્રી સાથે માર્ચની ‘ઠંડીનો રેકોર્ડ તોડ્યો. આવનારા દિવસો માં તાપમાંન 40 ડીગ્રી ઉપર જશે.
રાજ્યમાં માર્ચની ઠંડીના બે રેકોર્ડ : 9 માર્ચ, 1979 એ ભૂજમાં 5.5 ડિગ્રી અને 30 માર્ચ, 1905 એ રાજકોટમાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
માર્ચની શરૂઆત સાથે ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે થઇ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઇ હતી.
ઉત્તરના ઠંડા હેમ પવનના કારણે બુધવારે રાજ્યના 16 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીથી લઈ 12.8 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો.
એમાં પણ 13 શહેરોનું લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી વધુ તૂટ્યું હતું. જેમાં કચ્છના નલિયા શહેરના લઘુત્તમ તાપમાનમાં 12.8 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 6.2 ડિગ્રી નોંધાયો હતો. ઉનાળાના આરંભમાં નલિયાની રાજ્યમાં માર્ચ મહિનાના ઠંડીના બે રેકોર્ડ સર્જ્યો છે.
એક તો નલિયાના 67 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ઠંડી રાત રહી. જ્યારે બીજો રેકોર્ડ માર્ચ મહિનામાં રાજ્યની ત્રીજી સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ બન્યો છે.
આ અગાઉ 9 માર્ચ, 1979 ના રોજ ભૂજમાં ઠંડીનો પારો 5.5 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે 30 માર્ચ, 1905 ના રોજ રાજકોટમાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ ની આગાહી શું છે?
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે દિવસ-રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર બાદ ઉત્તર દિશાના નીચા સ્તરના ઠંડા પવન નબળા પડશે. જેને લઇ દિવસ-રાતના તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો વધારો થશે.
આ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રી પાર, જ્યારે ઠંડીનો પારો 20 ડિગ્રી પાર રહેતાં ગરમીની શરૂઆત થશે.
0 ટિપ્પણીઓ