મે મહિનામાં ગરમી 2 ડિગ્રી થી વધી સરેરાશ 43 થી 44 ડિગ્રી આસપાસ જ રહેશે. 3 થી 7 મે વચ્ચે 40 કિમીની ગતિના પવન સાથે ભારે વરસાદ ની આગાહી!
મે મહિના દરમિયાન અમદાવાદમાં સામાન્ય મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે.
પરંતુ, આ વર્ષે સમગ્ર મે મહિના દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો સામાન્યથી 2 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. એટલે કે, મોટેભાગે મે મહિના દરમિયાન તાપમાન 43 થી 44 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
તેમજ 3થી 7 મે દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવી કેટલાંક સ્થળોએ 40 કિલોમિટર ગતિના પવનો સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હાલમાં રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે 2 મે બાદ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.
એપ્રિલમાં અમદાવાદનું તાપમાન સામાન્યથી 2 થી 3 ડિગ્રી વધુ રહેતાં ગરમી પ્રકોપ વધ્યો હતો. પરંતુ, રાજસ્થાન પાસે સક્રિય અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મેં દરમિયાન અમદાવાદમાં ગરમી નું જોર ઘટી શકે છે.
સાઈક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 3 થી 7 મે દરમિયાન રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા, 4 મેના રોજ 5 મી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જેવાં વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ગતિના પવનો સાથે કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગરમી43.5 ડિગ્રી, આજથી હવામાનમાં પલટો આવી શકે છે.
રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સક્રીય થયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુરુવારે સાંજ પડતાં શહેરમાં શરૂ થયેલાં ઠંડા પવનોથી લોકોએ ગરમી અને બફારાથી રાહત મેળવી હતી. આગામી બેથી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 38 થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હોવાથી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તેવાં સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે.
0 ટિપ્પણીઓ