મુંબઈ, બુધવાર વૈશ્વિક મોરચે ચાઈનામાં પ્રોપર્ટી માર્કેટ સતત નવા સંકટમાં ઘેરાઈ રહ્યું હોઈ અને બીજી તરફ યુરોપ સાથે વધતાં અને જર્મનીમાં બોન્ડ યીલ્ડ ૧૨ વર્ષ અને અમેરિકામાં ૧૬ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સેન્ટીમેન્ટ વૈશ્વિક બજારોમાં ડહોળાયેલું રહ્યા સામે ભારતીય શેર બજારોએ આજે છ દિવસના ઘટાડાને બ્રેક લગાવી રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસી, મારૂતી સુઝુકીમાં ફંડોની તેજીની આગેવાનીએ યુ-ટર્ન લીધો હતો. ટ્રેડીંગની શરૂઆતમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી અને નેસ્લે ઈન્ડિયા, ટાઈટન કંપની સહિતમાં વેચવાલીએ આરંભમાં સેન્સેક્સ ૩૯૬ પોઈન્ટના ઘટાડે નીચામાં ૬૫૫૪૯.૯૬ સુધી આવ્યા બાદ રિલાયન્સ, લાર્સન, આઈટીસી, મારૂતી સહિતમાં તેજી થતાં ઘટાડો પચાવી ૬૬૦૦૦ની સપાટી કુદાવી અંતે ૧૭૩.૨૨ પોઈન્ટ વધીને ૬૬૧૧૮.૬૯ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ આરંભમાં ૧૧૦, ૭૦ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૯૫૫૪ સુધી આવી પાછો ફરી અંતે ૫૧.૭૫ પોઈન્ટ વધીને ૧૯૭૧૬.૪૫ બંધ રહ્યો હતો.



રિલાયન્સ રૂ.૨૮ વધીને રૂ.૨૩૬૯


સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને યુ-ટર્ન આપવામાં પ્રમુખ ભૂમિકામાં રહેલા ફ્રન્ટલાઈન શેરોમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોએ મોટી ખરીદી કરતાં રૂ.૨૭.૫૫ વધીને રૂ.૨૩૬૯,૧૦બંધ રહ્યો હતો. રિલાયન્સ રીટેલમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટનું મોટું  રોકાણ થવાના અહેવાલે ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મોટી ખરીદી થઈ હતી. આ સાથે લાર્સન એન્ડ ટુબ્રોમાં શેરોના બાયબેક વચ્ચે ફંડોએ મોટી ખરીદી કરતાં રૂ.૪૯.૪૦ વધીને રૂ.૨૯૬૧,૭૦ રહ્યો હતો. જ્યારે આઈટીસી રૂ.૬.૭૦ વધીને રૂ.૪૪૯.૧૦, મારૂતી સુઝુકી રૂ.૧૫૦.૦૫વધીને રૂ.૧૦,૬૯૯.૬૫, સનફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ. ૧૬.૨૫ વધીને રૂ.૧૧૪૧ રહ્યો હતો.


સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી


સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી ફંડોની વ્યાપક ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બનવા સાથે અનેક શેરોના ભાવો વધી આવ્યા હતા. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૫૧.૭૧ પોઈન્ટ વધીને ૩૭૪૭૬,૭૧ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૨૪૩.૩૭ પોઈન્ટ વધીને ૩૨૩૦૯,૮૭ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૯સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૫૬ અને ઘટનારની સંખ્યા ૧૭૦૪ રહી હતી.



રોકાણકારોની સંપતિ રૂ.૧.૪૬ લાખ કરોડ વધી


શેરોમાં આજે ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી સાથે ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ઝિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૪૬ લાખ કરોડ વધીને રૂ.૩૧૯.૬૧ લાખ કરોડ પહોંચ્યું હતું.




🔎🔎🔎🔎✨✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🎂

Nifty 50,

Nifty 50 chart,

Nifty 50 share price,

Nifty 50 chart live,

Nifty 50 today,

Nifty 50 live,

Nifty 50 News for Tomorrow,

Nifty 50 prediction today,

આજના શેર બજાર ભાવ,

કયા શેર ખરીદવા,

Share market live chart today,

Today, market live,

Tomorrow share market up or down,

Reason for market fall today Moneycontrol