યુએસ ફેડ રિઝર્વની એઓએમસી તરફધી બુધવારે મોડી સાંજે થનારી રેટ સંબંધી જાહેરાત પહેલાં શેરબજારોમાં સાવચેતી જોવા મળી રહી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૮૪ પોઇન્ટ્સ ગગડી ૬૩,૫૯૧ની સપાટીએ જ્યારે નિફ્ટી ૯૦ પોઇન્ટ્સ ઘટાડે ૧૮.૯૮૯ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીએ ત્રણ ટ્રેડિંગ સત્રો પછી ફરીવાર ૧૯ હજાર નીચે બંધ આપ્યું હતું. બોડ માર્કેટમાં પણ વેચવાલી પાછળ બેથ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ૩,૭૮૩ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૨,૦૦૯ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે ૧,૬૩૭ કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળતા હતાં. ૧૪૬ કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે ૩૭ કાઉન્ટર્સે ૫૨-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ ૨ ટકા વધી ૧૨.૦૪ના સ્તરે બંધ રહ્યો હતો. બુધવારે ભારતીય બજારે નામ શરૂઆત દર્શાવી હતી.
બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના ૧૯,૮૮૦ના બંધ સામે ૧૯,૦૬૪ ૫૨ ખૂલી,
ઉપરમાં ૧૯.૦૯૬ની સપાટી દર્શાવી ૧૮,૯૭૩ના તળિયે ટ્રેડ થયો હતો, અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યૂચર ૧૯,૦૫૪ની સપાટીએ ૬૫ પોઇન્ટ્સ પ્રીમિયમ સાથે બંધ જોવા મળતો હતો. જે અગાઉના રાત્રમાં જોવા મળતાં ૮૫ પોઇન્ટ્સના પ્રીમિયમ સામે ૨૦ પોઇન્ટ્સનો ઘટાડો સૂચવે છે.
આમ ઊંચા મથાળે લોંગ પોઝિશન લિક્વિડ ધઈ છે એમ કહી શકાય. જે માર્કેટ માંસાવચેતી જાળવવાનો સંકેત છે. ટેકનિકલી ૧૮.૮૫૦ના સ્ટોપ લોસ સાથે લોંગ પોઝિશન જાળવી શકાય છે. આ સપાટી તૂટશે તો માર્કેટ ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. દિવાળી સુધી બજારમાં ઊંચી વધ-ઘટની શક્યતા છે. બને તો પોઝિશન હળવી રાખવી જોઈએ. નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં સન ફાર્મા, બીપીસીએસ, જિંદાલ્કો, બજાજ ઓટો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, તાતા કન્ઝ્યુમર, એચડીએક્સી લાઈ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, હીરો મોટોકોર્પ, સિપ્લાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ. અદાણી એન્ટરપ્રાઇઝિસ, કોલ ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ્સ, તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, મારુતિ સુઝુકી, યુપીએલ, નેસ્લે અને એનટીપીસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો રિઅલ્ટી, મીડિયા, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ૧.૫૫ ટકા વૃદ્ધિ સાથે તેની ટોચ પર બંધ રહ્યો હતો. તેના ઘટકોમાં ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, હૅમિસ્ટિઅર, સોભા, બિગેડ એન્ટરપ્રાઇઝ, સનટેક રિઅલ્ટી, ગોજરેજ પ્રોપર્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૦.૯ ટકા પોઝિટિવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં ઝી એન્ટરટેઇનમેન્ટ ૩.૩ ટકા સુધર્યો હતો. સન ટીવી નેટવર્ક ૧.૩૧ ટકા અને પીવીઆર આઇનોક્સ પણ પોઝિટિવ બંધ દર્શાવતો હતો.
બીજી બાજુ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧.૫ ટકા તૂટ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ ૮ ટકા પટકાયો હતો. ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝિસ,એપીએલ એપોલો, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ,મોઈલ, સેઈલ અને હિંદુસ્તાન ઝીંકમાં વેચવાલી નોંધાઈ હતી.
નિફ્ટીઆઈટી ૦.૮ ટકા નરમાઈ સૂચવતો હતો. જેના ઘટકોમાં એસચીએલટેક, એલટીઆઈ માઈન્ડટ્રી, ઇન્વેસિસ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ટેક્નોલોજી, વિપ્રોમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી ઓટો પણ અડધો ટકા ગગડ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંકસ પોઝિટિવ બંધ જોવામળ્યો હતો. જેમાં ઈન્ડિયન બેંક. બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક પોઝિટિવ જોવા મળ્યાં હતાં. એનએસઈ
ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પર નજર નાખીએ તો વોડાફોન આઈડિયા ૮ ટકા ઊછળ્યો હતો. આ ઉપરાંત બિરલાસોફ્ટ, ઈન્ડુસ ટાવર્સ, મેન્યૂલ્સ ઇન્ડિયા. વેદાંત, ઝી એન્ટર, આઈઓસી, સન ફાર્મા, ડીએલએફ, ટ્રેન્ટ,એચપીસીએલ અને ડિક્સોન ટેક્નોલોજીમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, જિંદાલ સ્ટીલ ૮ ટકા પટકાયો હતો.
આ ઉપરાંત ઈન્ડિયા સિમેન્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, ઈન્ડિયામાર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, મેકરા ફાઈનાન્શિયલ, પેટ્રોનેટ એલએનજી, મહાનગર ગેસ, કોલ ઈન્ડિયા, એસ્કોર્ટ્સ કુબોટા, એસીસી, એસબીઆઈ લાઈ,ડાબર ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં વોડાફોન બિરલાસોફ્ટ, સીડીએસએલ.
ડીએલએફનો સમાવેશ થતો હતો. જ્યારે અતુલ, આઈજી એલ, હિંદુજા ગ્લોબલ નવા તળિયે ટ્રેડ દર્શાવતા હતાં.
Nifty 50,
Nifty 50 chart,
Nifty 50 share price,
Nifty 50 chart live,
Nifty 50 today,
Nifty 50 live,
Nifty 50 News for Tomorrow,
Nifty 50 prediction today,
આજના શેર બજાર ભાવ,
કયા શેર ખરીદવા,
Share market live chart today,
Today, market live,
Tomorrow share market up or down,
Reason for market,
today Moneycontrol,
0 ટિપ્પણીઓ