ભારતીય શેરબજારમાં બુલ્સ પરત ફરતાં ઓક્ટોબર ડેરિવેટિવ્ઝ સિરીઝની શરૂઆત પોઝિટિવ નોંધ સાથે થઈ હતી. બીએસઈ સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટ્સ મજબૂતી સાથે ૬૫,૮૨૮ની સપાટીએ જ્યારે નિફ્ટી ૧૧૫ પોઈન્ટ્સ સુધરી ૧૯,૯૩૮ની સપાટીએ બંધ રહ્યાં હતાં.    મિડ-કેપ = અને સ્મોલ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ માર્કેટ” બેલ્થ પોઝિટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ ૩,૭૮૧ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૨,૩૫૦ પોઝિટિવ બંધ દર્શાવતાં હતાં.   જ્યારે ૧,૨૭૮ કાઉન્ટર્સ - નેગેટિવ જોવા મળ્યાં હતાં. ૧૯૨ કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે ૩૫ કાઉન્ટર્સે ૫૨-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ સતત ચાર સત્રો દરમિયાન તીવ્ર વૃદ્ધિ પછી ૧૧ ટકા ગગડી ૧૧.૪૫ના સ્તરે બંધ રહ્યો હતો.

        ગુરુવારે યુએસ બજારોમાં મજબૂતી પાછળ એશિયાઈ બજારો પોઝિટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ શુક્રવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનિંગ દર્શાવી સુધારો જાળવી રાખ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે બેન્ચમાર્કે ૧૯,૭૨૬ની ટોચ બનાવી હતી. જોકે આખરી કલાકમાં પ્રોફિટ બુકિંગ પાછળ તેણે અડધો-અડધ સુધારો ગુમાવ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યૂચર ૭૬ પોઈન્ટ્સ પ્રીમિયમ સાથે ૧૯,૭૧૪ પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં ૧૨૧ પોઈન્ટ્સના પ્રીમિયમની સરખામણીમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. જૈનો અર્થ થાય છે કે માર્કેટમાં લોંગ પોઝિશનમાં કોઈ ઉમેરો નથી જોવાયો. જે સાવચેતી જાળવવા સૂચવે છે. બેન્ચમાર્ક જ્યાં સુધી ૧૯,૮૦૦ની સપાટી પાર કરે નહીં ત્યાં સુધી નવી ખરીદી ટાળવી જોઈએ તેમજ શોર્ટ પોઝિશન માટે ૧૯,૯૦૦નો સ્ટોપલોસ જાળવવો જોઈએ. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હિંદાલ્કો, એનટીપીસી, હીરો મોટોકોર્પ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, તાતા મોટર્સ, ઓએનજીસી, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, સિપ્લા, ગ્રાસિમ, યુપીએલ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ, એસબીઆઈ લાઈક, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, એલટીઆઈ માઈન્ડટ્રી. એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, પાવર ચીડ કોર્પોરેશન, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.





સેક્ટર પરફોર્મન્સની વાત કરીએ તો ફાર્મા, મેટલ, પીએસઈ, એનર્જીમાં ઊંચી ખરીદી નીકળી હતી. જ્યારે આઈટીમાં નરમાઈ યથાવત્ રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨.૬૬ ટકા ઊછળ્યો હતો. જેને મુખ્ય સપોર્ટ ઓરોબિદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, થૂપિન, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ અને બાયોકોન તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ ૨ ટકા મજબૂતી સાથએ બંધ રહ્યો હતો. જૈના ઘટકોમાં નાલ્કો, એનએમડીસી, એનટીપીસી, ભેલ, પાવર લઈનાન્સ, ગેઈલ, ભારત ઈલેક્ટ્રિક, ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, સેઈલ અને આરઈસી નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ પર ૧.૯ ટકા ઉછાળે બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી પીએસયુ બેંક ૧.૬ ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં સોભા, ઓબેરોય રિઅલ્ટી. ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં ૫ ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી.


એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ગ્લેનમાર્ક ફાર્મા ૧૦ ટકા સાથે સૌથી વધુ ઊછળ્યો હતો. આ ઉપરાંત વેદાંત, સન ટીવી નેટવર્ક, હિદાલ્કો, એલએન્ડટી ફાઈ.. ડૉ. લાલ પેથલેબ, આરબીએલ બેંક, ઓરોબિંદો ફાર્મા, નાલ્કો, એનએમડીસી, ઝી એન્ટર., મેટ્રોપોલિસ, હિંદુ કોપર, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એબોટ ઈન્ડિયા, એનટીપીસીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, નવીન ફ્લોરિન ૧૪ ટકા તૂટચો હતો, આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ, એમસીએક્સ ઈન્ડિયા, બલરામપુર ચીની, બોશ, જ્યુબિલીઅન્ટ ક્રૂડ, એમઆરએમાાં વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં હુડકો, આરબીએલ બેંક, સોભા, એનટીપીસીનો સમાવેશ થતો હતો. જ્યારે નવીન ફ્લોરિન, ડેલ્ટા કોર્પ નવા તળિયા દર્શાવ્યાં હતાં.


🔎🔎🔎🔎✨✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🎂




Nifty 50,

Nifty 50 chart,

Nifty 50 share price,

Nifty 50 chart live,

Nifty 50 today,

Nifty 50 live,

Nifty 50 News for Tomorrow,

Nifty 50 prediction today,

આજના શેર બજાર ભાવ,

કયા શેર ખરીદવા,

Share market live chart today,

Today, market live,

Tomorrow share market up or down,

Reason for market,

ll today Moneycontrol