અમદાવાદ, તા. ૨૮ છેલ્લા કેટલાક દિવસોથી બજાર દબાણ હેઠળ છે અને “શી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ ચાલુ રહ્યું ક્રૂડના ભાવમાં આગેક્ચ, એફએન્ડઓની સમાપ્તિ અને નબળા વૈશ્વિક સંકેતો પાછળ છેલ્લા કલાકમાં નીકળેલી ઝડપા વેચવાલી પાછળ ભારતીય ઇક્વિટી બજારમાં ઝડપી પીછેહઠ થઈ હતી. જેના કારણે આજે એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. ૨.૪૦ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
કામકાજના અંતે નિફ્ટી ૧૯૨ પોઇન્ટ તૂટી ૧૯૫૨૩ : મિડકેપ શેરોમાં ઝડપી પીછેહઠ.
આજે કામકાજના અંતે સેન્સેક્સ ૯૧૦.૩૭ પોઇન્ટ ઘટીને ૯૫,૫૦૮.૩૨ પર, જ્યારે નિફ્ટી ૧૯૨.૯૦ પોઇન્ટસ ઘટીને ૧૯,૫૨૩.૫૫ પર બંધ રહ્યો હતો. માર્કેટ બેથમાં પણ ઘટાડો થયો હતો આજે ૧,૫૨૪ શેર વધ્યા હતા, ૨૦૦૭ ઘટ્યા હતા અને ૧૩૯ યથાવત્ રહ્યા હતા.
ક્રૂડ તેલના ભાવમાં વધારો થતા રોકાણકારો સતર્ક બન્યા છે. જો ક્રૂડ ૯૦ ડોલરના સ્તરથી ઉપર રહેવાનું ચાલુ રાખશે તો તે ફુગાવા માટે જોખમી બનશે અને ઓપરેશનલ માર્જિનમાં વધારો કરશે. વૈશ્વિક સ્તરે યુએસ જીડીપી ડેટા અને ફેડરલ રિઝર્વની નીતિની અસર જોવા મળશે. હાલમાં ઉંચા વ્યાજદરો અને યુએસ બોન્ડ યીલ્ડનું મિશ્રણ વિદેશી રોકાણકારોને વેચાણની સ્થિતિમાં રહેવા માટે પ્રભાવિત કરી રહ્યા છે.
બીજી તરફ ફેડરલ રિઝર્વ આગામી સમયમાં દરમાં સતત વધારો ચાલુ રાખે તેવી ભીતિ તેમજ ચીનના પ્રોપર્ટી માર્કેટની કથળેલી સ્થિતિની પણ બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
વેચવાલીના ભારે દબાણ પાછળ આજે રિલાયન્સ ઇન્ડ., ઇન્ફોસીસ અને આઇટીસી સહિતના અન્ય હેવીવેઇટશેરોમાં ઝડપી પીછેહઠ નોંધાઈ હતી. આજે મિડકેપ શેરોમાં પણ વેચવાલી જારી રહેતા બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧.૧૯ ટકા તૂટ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૩૪ ટકા તૂટ્યો હતો. બેઉ મુખ્ય ઇન્ડેક્સ એક ટકા જેટલા તૂટ્યા હતા.
ચોમેરની વેચવાલી પાછળ આજે સાર્વત્રિક પીછેહઠ જોવા મળી હતી. આજે આઇટી ઇન્ડેક્સ ૧.૮૪ ટકા એફએમસીજી ઇન્ડેક્સ ૧.૭૪ ટકા, ટેક ઇન્ડેક્સ ૧.૪૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબસ ૧,૨૯ ટકા, ઓટો ૧.૨૪ ટકા મેટલ ૧.૦૫ ટકા તૂટ્યા હતા અન્ય ક્ષેત્રીય ઇન્ડેક્સમાં પણ પીછેહઠ જોવાઈ હતી.
નિફ્ટી આઇ.ટી.ની આગેવાની હેઠળ એનએસઇના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં રહ્ય હતા. નિફ્ટી મીડિયા, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ઓટો અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અન્ય મુખ્ય સેક્ટરલ યુઝર્સમાં હતા જે દરેક ૧ ટકાથી વધુ ઘટ્યા હતા.
વૈશ્વિક બજારોમાં આજે ચીનનું માર્કેટ સુધારા તરફી હતું જ્યારે ટોકિયો અને હોંગકોંગમાં પીછેહઠ થઈ હતી. યુરોપીયન બજાર કામકાજના પ્રારંભિક તબક્કામાં નરમ રહ્યા હતા.
🔎🔎🔎🔎✨✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🎂
Nifty 50,
Nifty 50 chart,
Nifty 50 share price,
Nifty 50 chart live,
Nifty 50 today,
Nifty 50 live,
Nifty 50 News for Tomorrow,
Nifty 50 prediction today,
આજના શેર બજાર ભાવ,
કયા શેર ખરીદવા,
Share market live chart today,
Today, market live,
Tomorrow share market up or down,
Reason for market fall today Moneycontrol
0 ટિપ્પણીઓ