સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મિનિ બજાર પાસેના કીક ટાવર રોડ પર રવીવારે સવારે મોટા પ્રમાણમાં હીરા વિખરાયેલા પડ્યા હતા. આ જોઈ લોકોની ભીડ ઉમટી અને હીરા વીણવા પડાપડી કરી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ હીરા વીણવા માટે ઉમટી પડી હતી. થોડા સમય માટે કેટલાક લોકો અસલી હીરો સમજીને શોધવા માટે રોડ પર ઝાડુ સાથે પહોંચી ગયા હતા અને રસ્તો પણ સાફ કરી નાખ્યો હતો. જોકે તમામ હીરા નકલી છે હોવાની જાણ થતાં લોકોએ નિરાશ થઈને ચાલતી પકડી હતી. આ નકલી હીરા રાખડી અને ઇમિટેશન જ્વેલરી વગેરેમાં ચોંટાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. 



બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કોઈએ મશ્કરી કરવા આ હીરા રોડ પર ફેંક્યા હશે. જોકે રોડ પર પડેલા હીરા લૂંટતા લોકોને વીડિયો વાયુવેગે ફેલાયો હતો.



આજે સવારે વરાછા વિસ્તારમાં કોઇ હીરા વેપારીનું હીરાનું પડીકુ ગાયબ થઇ ગયું છે તેવી વાતો ફેલાઇ હતી. જેને પગલે મિનિ બજારથી ખોડિયાર નગર સુધીમાં રોડ પર મોટી સંખ્યામાં લોકો હીરાની શોધ માટે પહોંચી ગયા હતા અને હીરાની શોધખોળ શરૂ કરી હતી. આ વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાત જોતજોતામાં ખૂબ મોટી સંખ્યમાં લોકોની ભીડ જામી હતી. જોકે થોડી વારમાં અમુક લોગોને કેટલાક હીરા મળ્યા પણ હતા, પરંતુ તેની તપાસ કરતા નકલી હીરા નીકળ્યા હતા. આ હીરા ઇમિટેશન જ્વેલરી, બંગડી અને રાખડી વગેરેમાં ચોંટાડવામા માટે આવે છે જેની કિમત ૧૫૦ રૂપિયાથી ૨૩૦ રૂપિયા સુધીની હોય છે. કેટલાક વેપારીઓએ તેને અમેરિકન ડાયમંડ હોવાનું પણ જણાવ્યું હતું.