બંગાળ ની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે ગુજરાતમાં આવતીકાલથી વરસાદના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ શકે છે. રવિવારે હળવાથી મધ્યમ જ્યારે સોમવારે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે દમણ-દાદરા નગર હવેલી- ગાંધીનગર-અરવલ્લી-ખેડા-અમદાવાદ- આણંદ-પંચમહાલ-દાહોદ-મહીસાગર- સુરેન્દ્રનગર-ભાવનગર-બોટાદમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ જ્યારે સોમવારે ડાંગ-નર્મદા-છોટા ઉદેપુર-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગ૨ હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. 

 અમદાવાદમાં આજે ૩૩.૫ ડિગ્રી સાથે  સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો થયો હતો જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા-સાંજે ૪૯ ટકા હતું. હવામાન અંગે આગાહી કરતી  ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી બુધવાર સુધી વરસાદની સંભાવના  ૨૫ ટકા જેટલી જ છે. જોકે, આગામી  ૨૪ ઓગસ્ટથી મધ્યમ વરસાદની સંભાવના છે,




ભારે વરસાદ ની આગાહી


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇




|