ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બર માં મેઘરાજા ફરી શરૂઆત કરીને આખરે પરત ફર્યા હોય તેવું રાહત જનક ચિત્ર સામે આવી રહ્યું છે. બંગાળના અખાતમાં લો પ્રેશરની અસરને પગલે આજે 104 તાલુકામાં સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. પાલનપુર ખાતે વીજળી પડતાં દાદા-પૌત્રનું મોત થયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર  આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


    આજે વલસાડના કપરાડામાં સૌથી વધુ ૪.૫૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે ૧૦ થી બપોરે ૧૨ સૌથી વધુ બે ઈંચ, સવારે ૮ થી ૧૦માં ૧ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. આ સિવાય અન્યત્ર ડાંગના સુબિર-આહવામાં ચાર ઈંચ, વલસાડના ધરમપુર-તાપીના ઉચ્છલમાં અઢી ઈંચ, સુરતના માંગરોળમાં બે ઈંચ, નવસારીના વાંસદા-ડાંગના વઘઇમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢ,નવસારીના ચીખલી-ખેરગામ, સુરતના મહુવા, અરવલ્લીના મોડાસા, મહેસાણાના વિસનગર-વડનગર-ઉંઝા-સતલાસણા, વલસાડના ઉમરગામ, બનાસકાંઠાના વડગામ, તાપીના વાલોદ, મહીસાગરના કડાણા-વડનગર, બનાસકાંઠાના પાલનપુર, ગાંધીનગરના દહેગામ, નર્મદાના સાગબારા, સુરતના ઉમરપાડા એમ ૩૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ હતો. વરસાદથી આજે રાજ્યમાં ચાર વ્યક્તિના મૃત્યુ પણ થયા છે. પાલનપુરના ફતેપુર ગામ ખાતે ખેતર વિસ્તારમાં એક પરિવારનો નાનો બાળક બહાર રમી રહ્યો હતો અને દાદા કામ કરી રહ્યા હતા ત્યારે વીજળી પડતાં તેમનું અને તેમની ગાયનું મૃત્યુ થયું હતું.

આગામી બે દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી....

૯ સપ્ટેમ્બર : નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે. વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચમાં ભારે.

૧૦સપ્ટેમ્બરઃ અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે.


✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

  • વરસાદની આગાહી,
  • વરસાદની આગાહી ગુજરાતમાં,
  • વરસાદની આગાહી લાઈવ,
  • વરસાદની આગાહી ના સમાચાર,
  • વરસાદની આગાહી કેટલા દિવસની છે,
  • વરસાદની આગાહી લાઈવ 2023,
  • વરસાદની આગાહી ગુજરાત,
  • વરસાદની આગાહી કઈ તારીખે છે,
  • વરસાદની આગાહી ગુજરાતમાં 2023,
  • વરસાદની આગાહી હવામાન,
  • હવામાન નકશા,
  • હવામાન,
  • હવામાન આગાહી વરસાદની 2023,
  • હવામાનની આગાહી,
  • હવામાન વિભાગ,
  • હવામાન આગાહી આજની,
  • હવામાન અમદાવાદ,
  • હવામાન રાજકોટ ગુજરાત,
  • હવામાન ભાવનગર ગુજરાત,
  • હવામાન સુરત ગુજરાત,
  • હવામાન લાઈવ,હવામાન આગાહી,ગુજરાત હવામાન,હવામાન લાઈવ gujarat,ઠંડી નુ હવામાન,હવામાન આગાહી વરસાદની,હવામાન નકશા, haહવામાન અમદાવાદ ગુજરાત