આવા બીજા ફોટો વાળા સુવિસાર વાચવા નિચે કલિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
જન્મ થી મૃત્યુ એક માત્ર ચત્ય,
દુ:ખથી સુખ સુધી. ..
ગરીબીમાંથી અમીરી તરફ...
મુશ્કેલીઓમાંથી આસાનીઓ તરફ ...
દોસ્તો ! આ અગાઉ તમે જુદા જુદા વિષયો ઉપર મંતવ્યો જાણ્યાં..... આ બધાંનો સાર શું ?
શું કરીએ તો જીવન જીવ્યા જેવું લાગે ? કેમ જીવીએ તો મજા આવે ? શું કરીએ તો ભયમુક્ત જીવી શકાય ? આપણી પર્સનાલીટી ક્યારે સરસ, બરાબર ડૅવલપ થઈ જાય ? આ તમામના જવાબ અને આ આખા પુસ્તકનો સાર મેં અહીં રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. જરૂરી નથી કે તમે તેને યોગ્ય જ માનો, સમજો . . . પણ તમે વિચારતા તો જરૂર થશો જ અને જો એ દિશામાં વિચારતા થયા... થોડુંક અનુકરણ કરતાં થયા, તો મારો બેડો પાર. જીવન ધન્ય થયું મારું એમ સમજીશ!
આપણે ક્યાં જન્મ લેવો, એ આપણા હાથમાં નથી, આપણી સાથે આકસ્મિક કેવી ઘટનાઓ બનશે, એ આપણાં હાથમાં નથી, જીવનસાથી કેવો મળશે એ ખબર નથી, કેટલા પૈસા કમાઈશું, ને કેવી રીતે ખબર નથી, કેટલાં ભાઈ-બહેન હશે ? કેવું ભવિષ્ય હશે ? કાલ કેવી હશે ? ઘડપણ કેવું હશે ? અને છેલ્લે મૃત્યુ ક્યારે આવશે ? અને સ્વર્ગ કે નર્ક ક્યારે મળશે એ પણ માલિક જાણે ! શું તમે ઉપરોક્ત તમામ વાતોના જવાબો જાણો છો ? ના...
તો આપણે શાને માટે ચિંતિત છીએ. શાને માટે ભય અને દ્વિધા અનુભવીએ છીએ ? આ વાત વિચારવા જેવી છે કે નહીં... ?
દોસ્તો, આપણા હાથમાં સાચી વાત છે કશું જ નહીં... ! હા છે... ધર્મ – ફ૨જ - જવાબદારી નિભાવવી. ઉપરના પ્રશ્નોના જવાબ નક્કી છે. પરંતુ ઈશ્વરે કહ્યું છે “તું તારો ધર્મ – ફ૨જ – જવાબદારી નિભાવ... ! બસ બાકી બધું મારી પર – છોડી દે !!” જન્મથી મા-બાપ પ્રત્યેની ફરજ, મોટા થઈને સ્કૂલ - સમાજ પ્રત્યેની ફરજ, લગ્ન કરીને પતિ-પત્ની કે નવા સગાંવ્હાલાં પ્રત્યેની ફરજ, નોકરી કરીએ તો જે તે ઓફિસ પ્રત્યેની ફરજ, બિઝનેસ કરીએ તો ગ્રાહક અને આપણા સપ્લાયર તરફની ફરજ, ઘડપણમાં આપણાં બાળકો, કુટુંબ પ્રત્યેની, જીવન દરમિયાન મિત્રો અને પાડોશી પ્રત્યેની ફરજ. બસ આ આપણાં હાથમાં છે, પણ આપણે તે નિભાવતા નથી... નથી... ને નથી જ... ! ને દેશ પ્રત્યેની ફરજ તો ૧% પણ નહીં. તો આપણું શું થાય ?
0 ટિપ્પણીઓ