👉પ્રેમ એ કોઈ ચોક્કસ વ્યક્તિ સાથેનો સંબંધ નથી.
👉પ્રેમ એ સમય સાથેનો બદલાવ નથી, અનુભૂતિ છે.
👉પ્રેમમાં માત્ર આપવાનું છે લેવાનું કશું નથી. Unconditional Love.
👉પ્રેમનો પ્રદેશ છાયાનો, ક્યાં રહ્યો પ્રશ્ન કોઈ પાયાનો ?
👉પ્રેમ એટલે માત્ર વ્યક્તિથી વ્યક્તિ સુધીની વાત નહીં પણ, પ્રેમ એટલે વ્યક્તિથી સમષ્ટિમાં વ્યાપવું.
👉પ્રેમ એ સ્પર્શ નથી, લગ્ન નથી, જીવનસાથી નથી, બાળકો ને જન્મ આપવો એ નથી... પણ આ બધામાં પ્રેમ છે.
👉ઈશ્વરની મનુષ્યજાતિને અણમોલ ભેટ એટલે ‘પ્રેમ’.
👉વહેમ અને પ્રેમ એકબીજા સાથે રહી ન શકે.
👉કોઈ એક જ વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ, કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા સંમત થવું !
👉વ્યક્તિના તમામ વાંક ગુનાઓ બરદાસ્ત કરવાની તાકાત ના હોય, તો ક્યારેય કોઈના પ્રેમમાં પડતા નહીં.
👉પ્રેમને પોતાની વિનમ્રતા સિવાય કશાનું અભિમાન નથી.
👉તું આંખ લડાવી જાણે, હું પ્રાણ લડાવી જાણું ! - ભલે બેઠો હજાર વાર એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું કે એની નસ ક્યાં છે ?
👉મને તો પ્રેમનો એટલો જ ઇતિહાસ લાગે છે કે, પ્રથમ એ સત્ય લાગે છે ને પછી આભાસ લાગે છે !
👉દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
👉હર્ષ શું હોત જિંદગીમાં, હર્ષ શું હોત મૃત્યુમાં ? પ્રેમના રંગથી ના રંગાયું આ વિશ્વ હોત.
👉આ જગતમાં પ્રેમીઓ એવાય આવી જાય છે કે વચન દેતા નથી પણ નિભાવી જાય છે !
👉કોઈ સાચી પ્યાસ લઈને આવ્યું અમને ઢૂંઢતું, જામની માફક અમે તો નિત્ય છલકાતા રહ્યા.
👉ગયું શું ? ને રહ્યું શું ? ના હિસાબો પ્રેમમાં કેવા રમત એવી રમો, કે યાદ રહી જાય જમાનાને.
👉ખરેખર તો જે બે વ્યક્તિઓ એકમેકના વિના રહી શકવા સક્ષમ હોય અને પછી એકમેક સાથે રહેવાની પસંદગી કરે, ત્યારે જ બંને વચ્ચે ખરેખર “પ્રેમ” છે, એમ કહેવાય.
👉એક બાજીના બે રમનારા, એક હારે તો બીજો જીતે, પ્રેમની બાજી કિન્તુ ! અનોખી,બેઉ જીતે બેઉ હારે.. !
– શૂન્ય પાલનપુરી.
👉છે ઘણાં એવાં કે જેઓ યુગને પલટાવી ગયા,પણ બહુ ઓછાં છે જેઓ પ્રેમમાં ફાવી ગયા ! – સૈફ પાલનપુરી.
👉નાના હતા ત્યારે જલ્દી મોટા થવા માંગતા હતા. પણ આજે સમજાયું કે અધૂરાં સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતાં અધૂરું ઘરકામ અને તૂટેલાં રમકડાં સારાં હતાં !
0 ટિપ્પણીઓ