💥 મારું ધાર્યું થાય તો ઇશ્વર છે, નહી તો નથી!"


💥“ઉપર રહી સારા ઈન્સાનને તેં ખંજર મરાવ્યા છે, સદીઓ સુધી આ ધરતી પર કોઈ પયગંબર નહીં આવે, દોસ્તો ! જે મળે તે ભેગા થઈ વહેંચીને પી જજો, આ ધરતીનાં ઝેર પીવાં હવે શંકર નહીં આવે !_____જલન માતરી.”


💥એક ઈશ્વર ! નામ રૂપ જુજવાં,

અંતે તો હેમનું હેમ જ હોય...!



💥“જાહિદ ! પીને દે મુઝે શરાબ મસ્જિદ મેં બૈઠકર, યા ફિર વો જગા બતા જહાં ખુદા ન હો...!''


💥કોઈને નાની અમથી મદદ કરવા ઉપડેલો એક હાથ પ્રાર્થના કરવા ભેગા થયેલા બે હાથ કરતા મહાન છે. ઈશ્વર તેની નોંધ જરૂર રાખે છે.

💥ઈશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ આપે, તો તે તમારી સાથે છે એમ માનવું, ઈશ્વર મોડું કરે, તો તે તમારી ધીરજની પરીક્ષા કરે છે એમ માનવું અને ઈશ્વર ન સાંભળે, તો તમે જાતે એ કામ કરી શકો છો, એમ માનવું !

💥સારી બસ્તીકા ખુદા હોતા હૈ, જિસકા દરવાજા હમેશા ખુલા હોતા હૈ.

💥હું હિરનો, હિર છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં, જે હિર કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.

💥અપને ઈશ્વર કો યે મત બતાઓ કિ તુમ્હારી તકલીફ કિતની બડી હૈ, પર તકલીફ કો યે બતાઓ કિ તુમ્હારા ઈશ્વર-અલ્લાહ-GOD કિતના બડા હૈ !

💥આપણે જેને દુઃખ, તકલીફ કે કષ્ટ માનીએ છીએ, તેમાં સંભવ છે કે કુદરતે આપણને વધુ શાણા બનાવવા માટે, વધુ નમ્ર બનાવવા માટે, વધુ સહૃદયી બનાવવા માટે આપેલો એક વિરલ અનુભવ હોય !

💥 હે પ્રભુ ! મારા મનમાં પેદા થતી ઈચ્છાઓમાં મારા આત્માને માટે હિતકારક ન હોય એવી એક પણ ઈચ્છા મારા લાખ પુરુષાર્થ છતાં સફળ બનવા દઈશ નહીં. (જો કે એ કદી એમ કરશે પણ નહીં.)


💥હરિનો મારગ છે સુરાનો નહીં કાયરનું કામ...

💥“કોઈ દેવી-દેવતાનાં સ્થાન પર ૫૦-૧૦૦ કિલોમીટર ચાલીને જવું, કોઈ દરગાહ ૫૨ સરસ કિંમતી ચાદર ચઢાવવી કે જહોન પોપ ને સાંભળવા લાખો લોકો એક જગ્યાએ ભેગા થાય એ તમામ કરતાં કોઈને નાની અમથી મદદ કરવા ઉપડેલો એક હાથ પ્રાર્થના કરવા ભેગા થયેલા બે હાથ કરતા મહાન છે, ઈશ્વર તેની નોંધ જરૂર રાખે છે.”