👉છોટા ઉદેપુર જિલ્લામાં એશિયાનો સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે. છોટા ઉદેપુરના “કડીપાણી’ ખાતે ફલોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.

🤝‘‘લીલા રંગના આરસ’’તરીકે ઓળખાતો ડોલામાઇટ પણ છોટા ઉદેપુર જિલ્લામાંથી

મળી આવે છે.

👉છોટા ઉદેપુર જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ “છોટા ઉદેપુરની ટેકરીઓ” એ વિંધ્યાચળ પર્વતમાળાનો ભાગ ગણાય છે.

👉છોટા ઉદેપુરમાં આવેલું સંખેડા કલાત્મક લાકડાના કોતરણી કામ (ખરાદી કામ) માટે જાણીતું છે.

👉છોટા ઉદેપુર જિલ્લાના “રાઠવા' કોમના પિઠોરાના ચિત્રો પ્રખ્યાત છે. 

👉છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ખાતે નર્મદા નદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રવેશ કરે છે. “હાંફેશ્વર”એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારા રાજ્યનું સંગમસ્થાન છે. ક્વાંટ મેણ નદીના કિનારે આવેલું છે.



🗾છોટા ઉદેપુર જિલ્લાની સરહદ :🗾

 

🤝ઉત્તરે પંચમહાલ અને દાહોદ જિલ્લા, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં મહાર રાજ્ય અને નર્મદા જિલ્લો તથા પશ્ચિમમાં વડોદરા જિલ્લો આવેલ છે.


💨 છોટાઉદેપુર :-


💥મુખ્યમથક : છોટા ઉદેપુર


💫તાલુકા : 6


1. છોટા ઉદેપુર


2. સંખેડા


3. બોડેલી


4. કવાંટ


5. જેતપુર (પાવી)


6. નસવાડી


🏞️ક્ષેત્રફળ - 3087 ચો.કિ.મી.

♦ કુલ વસતી - 10,22,186

♦ જાતિપ્રમાણ - 923

💥 જોવાલાયક સ્થળો :-✨

છોટાઉદેપુર જિલ્લો એક સમયે જાણીતું રજવાડું હતું. “કાલી નિકેતન” અથવા “નાહ૨ મહેલ” તરીકે ઓળખાતું રાજમહેલ આવેલ છે. આ ઉપરાંત “કુસુમવિલાસ પૅલેસ’ આવેલ છે.

👉છોટા ઉદેપુર જિલ્લાની રાઠવા કોમ “પિઠોરા ચિત્રો” માટે જાણીતી છે.💥


♦ હાંફેશ્વર :- ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ખાતે નર્મદા નદી પ્રવેશ કરે છે.સંખેડા :- ખરાદી કામ (લાકડાના કલાત્મક કોતરણીવાળા ફર્નિચર કામ) માટે જાણીતું છે.

 

✨બોડેલી :- જંડ હનુમાનજીનું મંદિર આવેલું છે.


✨મુખ્ય નદીઓ :- ઓરસંગ, મેણ, સુખી નદીના કિનારે વસેલું છે 


✨ 🏞️સિંચાઈ યોજના :- સુખી નદી પર “સુખી ડેમ’ આવેલો છે.

✨ ખેતી :- છોટા ઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત ડાંગર અને ઘઉં પણ થાય છે.

🕳️🕳️ખનીજ :- છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ છોટા ઉદેપુરની ટેકરીઓના “આંબા ડુંગર”, 🏞️“ડુંગરગામ” અને “નૌતિટેકરી” વિસ્તારમાં એશિયાનો સૌથી વધુ ફલોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે.🪐


🤢છોટા ઉદેપુર જિલ્લાના છૂછાપુરા ગામ પાસે 🦠“લીલા રંગનો આરસ” કહેવાતો “ડોલામાઈટ પથ્થર’” મળી આવે છે.


• 🦿🦾ઉદ્યોગો :- 🌋છોટા ઉદેપુરમાં કડીપાણી ખાતે ફલોટ્સ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે. ફલોરસ્પારનો ઉપયોગ ધાતુઓ ઓગાળવા માટે તથા ખનીજતેલના શુદ્ધિકરણમાં થાય છે.🌡️સંખેડા ખાતે ખરાદીકામનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.


*👉💥લોકકલા :–છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓમાં ‘રાઠવા’” કોમના “પિઠોરા” ના ચિત્રો જાણીતા છે.💫


 💥💨સંખેડામાં લાકડાનું કલાત્મક કોતરણી કામ જાણીતું છે.


 🙋મેળા :- કવાંટનો આદિવાસી મેળો - કવાંટ - ધુળેટીના ત્રીજા દિવસે.


*🌚🎃મ્યુઝિયમ / ગ્રંથાલય :- છોટાઉદેપુરમાં “આદિવાસી લોકકલા સંગ્રહાલય’ આવેલું છે.