પર્સનાલીટીની મારી વ્યાખ્યા કંઈક આવી છે... જ્યાં સુધી માણસ ઈશ્વર,જન્મ, નસીબ, મહેનત, સેલ્ફ ડિસિપ્લિન, દેશપ્રેમ, ધર્મ, જવાબદારી, પ્રેમ, મિત્ર,લગ્ન, ધનપ્રાપ્તિ – જેવા ૨૫-૩૦ શબ્દોના સાચા અર્થ નહીં સમજે, ત્યાં સુધી તેની પાસે બીજું બધુંય હશે પણ એની પર્સનાલીટી કદી પડવાની નથી ! માણસ અંદરથી જ ખાલી હશે, તો પડે પ્રભાવ ક્યાંથી ?
પ્રેમ ને લગતી વધુ માહિતી વાચવા ક્લીક કરો
નારદમુનિ, ચાણક્ય, ગાંધીજી, ઓશો હજારો નામ છે આપણી પાસે. જેમને રેખાચિત્ર ઉપરથી આપણે ઓળખી જઈએ છીએ. પર્સનાલીટી ડૅવલપ કરવા માટે જીવનમાં ડગલે ને પગલે, જે તે સમસ્યા, વસ્તુનો સાચો અર્થ ખબર નહીં હોય, તો આપણે ડોબાં જેવાં લાગશું. સારા કપડાંથી બે મિનિટ તમે સરસ લાગશો. પણ પછી... ? જોકર જેવાં. ભરસભામાં કપડાં પહેર્યા વિના ઊભા છો, એવું તમને લાગશે ! પરંતુ જ્યારે દુનિયાદારીના સાચા અર્થની તમને ખબર પડશે. પછી તમે અભિવ્યક્ત થશો, તો દુનિયા દંગ થઈ જશે. તમને નમન કરશે. મરીઝ સાહેબ કહે છે તેમ...
“ટોળે વળે છે દુનિયાના લોક, કોઈની દીવાનગી પર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે...!''પ્રામાણિકતા ઍટલે શુ???
0 ટિપ્પણીઓ