🌪️પૂરની પરિસ્થિતિમાં બનીએ સભાન,
સલામત બનાવીએ આપણું જીવન,🌨️
🏞️આપત્તિ વ્યવસ્થાપન એ જ સાચી સાવચેતી👍
⛈️⛈️⛈️⚡⚡પૂરની સ્થિતિ પહેલાં🌨️🌨️
👉અવા ફેલાવશો નહિ, શાંત રહો, ગભરાશો નહિ,
👉સ્થાનિક વહિવટીતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરો,
👉આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણો,
👉હવામાન અને પૂરની ચેતવણીની અધતન માહિતી માટે રેડિયો સાંભળો કે ટેલિવિઝન નિહાળો,
👉તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરી રાખો,
👉સર્પદંશ અને ઝાડા ઉલટી માટેની વધારાની દવાઓ સાથેની
પ્રાથમિક સારવાર કીટ તૈયાર રાખો, છત્રી સાથે રાખો અને સાપ જેવા ઝેરી જીવજંતુથી બચવા લાકડીની વ્યવસ્થા રાખો,
👉શુધ્ધ પાણી, સુકો ખાદ્યપદાર્થ, મીંણબત્તી/દીવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડાં, હાથબત્તી, વધારાના બેટરી સેલ હાથવગા રાખો,
👉પશુઓના બયાવ માટે તેમને ખુંટાથી છૂટા રાખો.⛈️
🏂પૂર દરમિયાન🏊🏊
👉ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહો,
👉વીજ કરંટર્થી બચવા વીજર્નીના થાંભલા અને જમીન પર પડેલાં વીજ વાયરોથી દૂર રહો,
👉ઉકાળેલું જ પાણી પીવો અથવા પાણીને જંતુમુક્ત કરી પીવો,
👉આસપાસની જગ્યાને જંતુમુક્ત રાખવા ચૂનો અને
લિચીંગ પાવડરનો છંટકાવ કરો,
👉બાળકોને ભૂખ્યાં ના રાખો
👉તાજો રાંધેલો અને સૂકો ખોરાક ખાવ, ખોરાકને ઢાંકીને રાખો ,
⛈️⛈️⛈️સ્થળાંતર કરવાનું થાય ત્યારે;🏂🏂🏂🏊⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
🏂👉લોકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાતર કરો,
👉ઘરને તાળું મારી બંધ કરો,અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચો
👉પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની પાળી કરો,
👉કોયળીઓ મૂકી ગટરો બંધ રાખો કપડાં, જરૂરી દવાઓ, કિંમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવ વગેરેને વોટરપ્રુફ પેકીંગમાં બાંધી સાથે રાખો, ફર્નિચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ ઉપર ઊંચે મૂકી રાખો
👉ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર બંધ કરો,અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો,
🏊🏊🏊🏊🏊પૂર બાદ🏊🏊🏊⛈️⛈️⛈️⛈️⛈️
👉સ્થાનિક સત્તાધીશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલા કાર્યકરોની સલાહ ધ્યાનથી સાંભળી પાલન કરો, આકસ્મિક સમયે રાહત અને બચાવ માટે અહીં દર્શાવેલા આપાતકાલિન કંટ્રોલરૂમના ટેલિફોન નંબર ઉપર જાણ કરો, બાળકોને પાણીમાં કે પાણીની નજીક જવા દેશો નહીં,
👉આપાતકાલિન સંપર્ક (લેન્ડલાઈન ફોન માટે) જિલ્લા કંટ્રોલરૂમ - ૧૦૭૭/ રાજ્ય કંટ્રોલરૂમ - ૧૦૦૭
*મોબાઇલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રીક્ટ કોડ જોડવો
👉પૂરના તૂટેલાં વીંજ થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત પુલ-નાળાં, તૂટેલાં કાચ ધારદાર ચીજવસ્તુઓ અને ભંગારથી સાવચેત રહો,
👉ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળો, ઈલેક્ટિશીયન પાસે ચેક કરાવ્યા બાદ જ આવા ઉપકરણોનો ઉપયોગ કરો,
👉પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગો નહિં,
👉મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો,
0 ટિપ્પણીઓ