અધિક માસમા અધિક કૃપા કરતા હોય તેમ આજે ગુરૂવારે મહુવામા મેઘરાજા મહેરબાન બનતા ૪ ઈંચ (૧૦૪ મિ.મી.) સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. તો વહેલી સવારથી સિહોરમા શરૂ થઈને ૩ ઇંચ વધુ પાણી વરસાવી દિધુ હતુ. તળાજામા બે ઈંચ વરસાદ સાથે પાલિતાણા અને ઘોઘામા એક ઈંચ મેઘમહેર થઈ હતી. ભાવનગર, ગારિયાધારમા અડધો ઈંચ તેમજ જેસર, ઉમરાળા, વલભીપુરમા હાજરી પુરાવીને મેઘરાજાએ હેત વરસાવ્યુ હતુ. ભાવનગરના કરદેજ ગામ નજીક માલેશ્રી નદીમા યુવાન ગરકાવ થઈ ગયો હતો. જો કે, તેની બચાવ કામગીરી ચાલુ છે.


ગોહીલવાડમા સારા વરસાદના પગલે અનેક જળાશયોમા છલકાઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લામા દેવળીયા, પાળીયાદ, ભાણગઠ, રાજપરા ગામ સંપર્ક વિહોળા બન્યા છે. આ ગામડાઓના રસ્તા બંઘ થયા છે. ઘેલો નદી, કાળુભાર, રઘોળી નદીમા પુર આવતા ચોતરફ પાણી ફરી વળ્યા છે.

ભાવનગરથી વલભીપુર જતો રોડ ચમારડી પાસે બંઘ કરાયો છે. કાળુભારમા પાણી આવતા ચમારડી પાસે આવેલ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યા છે. જેના કારણે વલભીપુરથી ધંધુકા જતા ચોગઠ પાસે રસ્તો બંધ કરી દેવાયો છે. ચમારડી પાસેથી ચોગઠનો ઠાળ અને ચોગઠ જવા માટેના રોડ ઉપર પાણી ફરી વળતા હાલ રોડ બંઘ કરવો પડ્યો હતો. પાણી ઓછર્યા બાદ રોડ શરૂ થશે.


સિહોર તાલુકાના ભાણગઠ ગામ ફરી એકવાર બેટમા ફેરવાઈ ગયુ છે. ચારે તરફ વરસાદી પાણીના કારણે પીવાના પાણીની અછત સર્જાઈ છે.

આણંદપર પાસે આવેલ ઘેલો નદી બે કાંઠે થતા પાળિયાદ, દેવળિયા, રાજપરા બેટમા ફેરવાયા છે.

પાળિયાદમા ખેતરોમા પાણી ઘુસતા પાકને નુકશાન થવાની ભીતિ છે. ખેતરોમા ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે.

તો ભાવનગર તાલુકાના કરદેજ ગામ નજીક ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ડાંગરનો દીકરો માલેશ્રી નદીના સામા કાંઠે વાડી હોવાથી ગાય અને વાછડીને બચાવવા જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શોધખોળ ચાલુ છે. ક્ષયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી ચાલુ છે.

ગુજરાત આખા માં આવનારા દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, હવામાન વિભાગે પણ gujrat ના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે અને નદી ઓ માં પાણી ના સ્તર વધશે, ગુજરાત માં ઘણી જગ્યાએ નીચન વાળા વિસ્તારો માં પુર અને પાણી ભરાય ગયા છે,


હાલ ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે જેના પગલે ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, સોરસ્ટ માં મોટા ભાગના વિસ્તારોમાં જલ બબકાર થય ગયું છે અને હજી પણ ઓગસ્ટ મહિના સુધમાં ભારે વરસાદ પડી શકે છે, હાલ મધ્યપ્રેશમાં અને મહારાષ્ટ્ર પર મોટું ડિપ્રેશન છે તેથી હજી પણ ત્રણ દિવસ વરસાદ પડી શકે છે

હાલ એક સિસ્ટમ બગાળની ખાડી માં વરસાદ ની એક વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે તે જો ગુજરાત તરફ આગળ વધે તો પણ ગુજરાત માં વરસાદ પડી શકે છે