google.com, newstruggle : જૂન 2025

શનિવાર, 28 જૂન, 2025

હવામાન વિભાગની આગાહી! આજથી ૩ જુલાઈ સુધી પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થશે.પંજાબ,હરિયાણા,હિમાચલ,ઉત્તરાખંડ, યુપી, રાજસ્થાનમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી.

 હવામાન વિભાગની આગાહી! આજથી ૩ જુલાઈ સુધી પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થશે.

પંજાબ,હરિયાણા,હિમાચલ,ઉત્તરાખંડ, યુપી, રાજસ્થાનમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી.


ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ વિસ્તારોમાં આવતા સાત દિવસ સુધી પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે. રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. તેને કારણે બાંગ્લાદેશ સુધી ટ્રફ રેખા ફેલાયેલી છે. તેને પગલે પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્રમાં ૨૭ જૂનના રોજ કેટલાક સ્થાને ભારે વરસાદ થવાની આગાહી છે. કોકણ, ગોવા અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં અને ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી છે.


પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી વિવિધ સ્થાને ભારે વરસાદ થવાની આગાહી છે. ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.


હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ૧ થી ૩ જુલાઈ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ૨૭ થી ૩૦ જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હિમાચલમાં કુલ્લુ અને કાગડા જિલ્લામાં બુધવારે વાદળ ફાટતાં આવેલા પૂરમાં જે લોકો લાપતા થયા હતા તેમની શોધ ચાલુ છે.


સોમવાર, 23 જૂન, 2025

Jay gurudev mobail Dayal MNP ઓફર.9898894916

 જય ગુરૂદેવ મોબાઈલ દયાળ, તમારા માટે આજે MNP માટે લઈ ને આવ્યું છે ખાસ ઓફર તો રાહ સેની જોવો છો, આજે જ તમારો નબર બદલ્યાં વિની vi અને એરટેલ માં પોર્ટ કરો.

જો તમારાં ત્રણ મહિના જુના કાર્ડ છે અને કાર્ડ માં રિસાજ નથી તો જુના કાર્ડ માં રિસાજ અમે કરી આપીશું અને mnp પણ કરી આપીશું, નોંધ જૂના કાર્ડ માં રિસાજ નથી તો vi મા mnp માટે 50 દેવાના રહેશે.



💟 એરટેલ MNP ઓફર.

🛑 Vi/jio/ BSNL માંથી એરટેલ માં mnp કરાવો.

🛑 તારામાં જૂના કાર્ડ માં રિસાજ નથી તો અમે કરી આપીશું.

🛑 જેમાં તમને 299 નું રિસાજ મળશે 28 દિવસ માટે.

🛑 એરટેલ 5G અનલિમિટેડ MNP કરાવવું હોય તો રિસાજ હશે તો ફ્રી નકર 50 દેવાના રહેશે.

🛑 ઓફર માત્ર આજના દિવસ પૂર્તીજ છે.તો આજેજ ઓફર નો લાભ લો.

🛑 વધું માહીતી માટે અમારા ગ્રુપ માં જોડાવો.

મારા WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે આ લિંક પર જાઓ: https://chat.whatsapp.com/LbDqhbQq7DP5ie8eKSEifB


💟 Vi MNP ઓફર 

🛑 એરટેલ,જીઓ, બીએસએનએલ માંથી vi માં MNP કરાવો.

🛑 તમારા જૂના કાર્ડ માં રિસાજ નથી તો અમે કરી આપીશું તમારે માત્ર 50 દેવાના રહેશે.

🛑 જેમાં તમને 299 નું રિસાજ મળશે 28 દિવસ માટે.

🛑 Vi 24 કલાક અનલિમિટેડ કરાવવું હોય તો રિસાજ જુના કાર્ડ હોવું ફરજિયાત છે.

🛑 ઓફર માત્ર આજના દિવસ માટે જ છે તો વહેલા તે પહેલાના ધોરણે mnp નો લાભ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ - રાજ્યમાં અત્યાર સુધી સિજનનો આશરે 16.5 ટકા વરસાદ પડી ગયો છે. . ગુજરાત માં આવનારા બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ જીલ્લામાં અતી ભારે વરસાદ ની આગાહી!

 હાલ ગુજરાત રાજ્ય માં છતાં વાર ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ છે, અને થોડા દિવસ માજ સમગ્ર ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અને આવનારા દિવસોમાં પણ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.



રાજ્યમાં અત્યાર સુધી સિજનનો આશરે 16.5 ટકા વરસાદ પડી ગયો છે. જેમાં 31 જિલ્લાના 159 તાલુકામાં મેઘમહેર થઇ છે. 

ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદે મેઘતાંડવ મચાવ્યું છે. ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી સાંજ બાદ ફરી વરસાદ સક્રિય થયો હતો. રવિવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 94% વિસ્તારને વરસાદે તેની ચપેટમાં લીધો હતો. 


આ દરમિયાન વડાલીમાં 12.50 ઇંચ, ખેડબ્રહ્મામાં 11.5 ઇંચ, દાંતા માં 9.25 ઇંચ, અમીરગઢમાં 6.25 ઇંચ, ઇડરમાં 5 ઇંચ, સતલાસણામાં 4.5 ઇંચ અને વિજય નગરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લગભગ સાર્વત્રિક વરસાદના કારણે 7 ડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે.

 જો કે, અતિભારે વરસાદના પગલે સાબરકાંઠાના આંતરિક 3 રસ્તા બંધ અને બનાસાંઠાના એક સ્ટેટ હાઇવે બંધ રહેતાં વાહન વ્યવહાર ખોટકાયા હતો.


ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગ પ્રમાણે આજે ઉ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં 24 કલાકમાં ખાબકેલા વરસાદના પગલે શનિવાર મોડી રાતથી મુખ્ય 7 જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ છે.


સૌરાષ્ટ્ર માં આ જીલ્લામાં ભારે વરસાદ ની આગાહી.

 

હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી નાં પગલે સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લામાં ભારે વરસાદ છેલા બે દિવસ થી પડી રહ્યો છે અને આવનારા ત્રણ દિવસ સુધી હજુ ભારે વરસાદ નાં પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગર, અમરેલી, ગીર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.


મધ્ય ગુજરાતમાં માં આ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી!


 અમદાવાદ માં  સિજન નો પ્રારંભ વરસાદ માંજ પાણી પાણી થઈ ગયું છે અને હજી ત્રણ દિવસ સુધી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને ભરૂશ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે .


શનિવાર, 14 જૂન, 2025

ચોમાસુ 15 જૂન સુધીમાં ગુજરાત ના મોટા ભાગે આવરી લેશે. ભારતના મોટાભાગના વિસ્તારને 25 જૂન સુધીમાં આવરી લેશે.

 ચોમાસુ 15 જૂન સુધીમાં  ગુજરાત ના મોટા ભાગે આવરી લેશે. ભારતના મોટાભાગના વિસ્તારને 25 જૂન સુધીમાં આવરી લેશે. 

કેરળમાં વહેલા આગમન બાદ ધીમા પડેલા ચોમાસાએ ફરી ગતિ પકડતા રાહત. ગુજરાત માં આજે ભારે વરસાદ ની આગાહી.



દેશમાં નિર્ધારિત સમય કરતા પહેલા આગમન કરનાર ચોમાસા વિશે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા જણાવાયું હતું કે, દક્ષિણ પશ્ચિમી ચોમાસુ જેણે આ સપ્તાહે ફરીવાર વાર ગતિ પકડી છે તે આગામી ૨૫ જૂન સુધીમાં રાજધાની દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. દેશમાં વરસાદ ખેંચી લાવનારી પ્રાથમિક સિસ્ટમ કેરળમાં ગત ૨૪ મેના રોજ પ્રવેશી હતી જેના કારણે દેશમાં આ વર્ષે ચોમાસાનો વહેલી ત્વરાએ પ્રવેશ થયો હતો.


૨૦૦૯ બાદ પહેલીવાર દેશમાં ચોમાસાનું વહેલું આગમન થયું હતું. અરબ સાગર અને બંગાળના અખાતમાં હવાના ઓછા દબાણની મજબૂત સિસ્ટમને કારણે ચોમાસુ ઝડપથી આગળ વધ્યું હતું અને થોડા દિવસમાં જ તેણે મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્ર અને સમગ્ર ઉત્તર પૂર્વના વિસ્તારોમાં ૨૯ મે સુધીમાં પ્રવેશ કરી લીધો હતો.


ગુજરાત માં આજ થી વિધિવત રીતે ચોમાસાની ઋતુ નો પ્રારંભ થઇ જશે, મુંબઈ સુધી પહોસેલું ચોમાસુ ગુજરાત રાજ્ય માં વિવિધ જિલ્લામાં ભારે વરસાદ ની બેટિંગ કરવાનું છે. 

આજે સૌરાષ્ટ્ર નાં મોટાભાગ ના વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જેમાં. ભાવનગર, અમરેલી ગીર સોમનાથ, પોરબંદર , રાજકોટ, જૂનાગઢના, જામનગર માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.