હાલ ગુજરાત રાજ્ય માં છતાં વાર ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ છે, અને થોડા દિવસ માજ સમગ્ર ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અને આવનારા દિવસોમાં પણ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી સિજનનો આશરે 16.5 ટકા વરસાદ પડી ગયો છે. જેમાં 31 જિલ્લાના 159 તાલુકામાં મેઘમહેર થઇ છે.
ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદે મેઘતાંડવ મચાવ્યું છે. ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી સાંજ બાદ ફરી વરસાદ સક્રિય થયો હતો. રવિવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 94% વિસ્તારને વરસાદે તેની ચપેટમાં લીધો હતો.
આ દરમિયાન વડાલીમાં 12.50 ઇંચ, ખેડબ્રહ્મામાં 11.5 ઇંચ, દાંતા માં 9.25 ઇંચ, અમીરગઢમાં 6.25 ઇંચ, ઇડરમાં 5 ઇંચ, સતલાસણામાં 4.5 ઇંચ અને વિજય નગરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લગભગ સાર્વત્રિક વરસાદના કારણે 7 ડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે.
જો કે, અતિભારે વરસાદના પગલે સાબરકાંઠાના આંતરિક 3 રસ્તા બંધ અને બનાસાંઠાના એક સ્ટેટ હાઇવે બંધ રહેતાં વાહન વ્યવહાર ખોટકાયા હતો.
ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે ઉ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં 24 કલાકમાં ખાબકેલા વરસાદના પગલે શનિવાર મોડી રાતથી મુખ્ય 7 જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ છે.
સૌરાષ્ટ્ર માં આ જીલ્લામાં ભારે વરસાદ ની આગાહી.
હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી નાં પગલે સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લામાં ભારે વરસાદ છેલા બે દિવસ થી પડી રહ્યો છે અને આવનારા ત્રણ દિવસ સુધી હજુ ભારે વરસાદ નાં પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગર, અમરેલી, ગીર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં માં આ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી!
અમદાવાદ માં સિજન નો પ્રારંભ વરસાદ માંજ પાણી પાણી થઈ ગયું છે અને હજી ત્રણ દિવસ સુધી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને ભરૂશ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે .
0 ટિપ્પણીઓ