હવામાન વિભાગની આગાહી! આજથી ૩ જુલાઈ સુધી પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થશે.પંજાબ,હરિયાણા,હિમાચલ,ઉત્તરાખંડ, યુપી, રાજસ્થાનમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી.
હવામાન વિભાગની આગાહી! આજથી ૩ જુલાઈ સુધી પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થશે.
પંજાબ,હરિયાણા,હિમાચલ,ઉત્તરાખંડ, યુપી, રાજસ્થાનમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી.
ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ વિસ્તારોમાં આવતા સાત દિવસ સુધી પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે. રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. તેને કારણે બાંગ્લાદેશ સુધી ટ્રફ રેખા ફેલાયેલી છે. તેને પગલે પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્રમાં ૨૭ જૂનના રોજ કેટલાક સ્થાને ભારે વરસાદ થવાની આગાહી છે. કોકણ, ગોવા અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં અને ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી છે.
પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી વિવિધ સ્થાને ભારે વરસાદ થવાની આગાહી છે. ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ૧ થી ૩ જુલાઈ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ૨૭ જૂનથી ૩ જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ૨૭ થી ૩૦ જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હિમાચલમાં કુલ્લુ અને કાગડા જિલ્લામાં બુધવારે વાદળ ફાટતાં આવેલા પૂરમાં જે લોકો લાપતા થયા હતા તેમની શોધ ચાલુ છે.
ટિપ્પણીઓ