રાજ્ય માં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂથયો. ૨૧ દીવસ બાદ ઠંડીનો પારો ૧૪ ડિગ્રી નીચે તાપમાંન થયું, એક સાથે બેવડી ઋતુનો અનુભવ થયો.
ભાવનગર અને રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયું હોય તેમ સતત બીજા દિવસે ઠંડો પવન ફૂંકાતા લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડયાં હતા. તો ૨૧ દિવસ બાદ ઠંડીનો પારો ૧૪ ડિગ્રીની નીચે પહોંચી જતાં રાત ટાઢીબોળ રહી હતી.
દિવસે ૨૪ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા રહ્યું. રાજ્ય માં ઠંડી ની લહેર આવી.
શહેરમાં ચાલુ સપ્તાહના પ્રારંભે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીએ પહોંચી ગયા બાદ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં થયેલા વધારાના પગલે તાપમાન નીચે સરકી રહ્યું છે. તેમાં પણ ગત રાત્રે શિયાળાના મધ્ય જેવી ઠંડીનો અહેસાસ થતાં લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી નીચે ગગડી ૧૩.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાત્રે કડકડતી ઠંડી પડયા બાદ આજે ફરી પવનદેવ આકરા મિજાજમાં રહ્યા હતા.
બપોરના સમયે ૨૪ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનને કારણે નગરજનોએ ગરમ વસ્ત્રો ધારણ કરી રાખવા પડયા હતા. ઠંડીની અસરથી બચવા માટે ઘણાં લોકોએ તો તડકાનો સહારો લેવો પડયો હતો. દિવસે ૨૪ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાવાના કારણે આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રીએ સ્થિર થયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા નોંધાયું હતું.
ઠંડીનો ચમકારો : ૮ શહેરમાં ૧૪ ડિગ્રીથી નીચું તાપમાન.
અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં સળંગ બીજા દિવસે ૧૫ ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસમાં તાપમાન ૩ ડિગ્રી વધતાં ઠંડીમાં રાહતની હવામાન વિભાગની આગાહી છે.
નલિયામાં ૮.૬ સાથે સૌથી નીચું તાપમાન : રાજકોટમાં ૧૦.૭, અમદાવાદમાં ૧૪.૩ ડિગ્રી.
અમદાવાદમાં ગત રાત્રિના ૧૪.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ મંગળવારે રાતે ૧૧.૪ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન ૨૮.૧ ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૬ ડિગ્રીનો ઘટાડો હતો.
આગામી ૩ દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
ગત રાત્રિના નલિયામાં ૮.૬ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૧૦.૭, ડીસામાં ૧૧.૧, પોરબંદરમાં ૧૨.૨, ગાંધીનગરમાં ૧૩.૩, ભુજમાં ૧૩.૪, વડોદરામાં ૧૩.૮, ભાવનગરમાં ૧૩.૯, અમરેલીમાં ૧૪.૧, દાહોદમાં ૧૪.૭, સુરતમાં ૧૬.૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
અમારા વ્હોટસએપ ગ્રૂપ માં જોડાવા માટે અહી ક્લીક કરો.
https://chat.whatsapp.com/D6Nniwr0w0tI5smg7S3v2H
હવામાન આજ નું હવામાન
0 ટિપ્પણીઓ