ઉત્તર ભારતમાં ગરમીની ઋતુની શરૂઆતની અસર થવા લાગી છે, એવા સમયે ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચેતવણી અને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં ૨૫-૨૭ ફેબ્રુઆરી, હિમાચલપ્રદેશમાં ૨૬-૨૭ ફેબ્રુઆરી, ઉત્તરાખંડમાં ૨૭ ફેબ્રુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે.


 જ્યારે પૂર્વોત્તર ભારતમાં ૨૨-૨૩ ફેબ્રુઆરીએ આંધી-તોફાન, વરસાદ અને કરા પડવાની ચેતવણી છે. આ ઉપરાંત, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૪ ફેબ્રુઆરીએ આવવાનું છે,


જેનાથી ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં પલટો થશે અને પંજાબ,હરિયાણા, ચંડીગઢમાં ૨૬-૨૭ફેબ્રુઆરી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ૨૭ ફેબુઆરીએ વરસાદ પડશે. છેલ્લા ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, આંતરિક ઓડિશા, પશ્ચિમી તટ અને પૂર્વોત્તર ભારતમાં ઘણાં સ્થળોએ દિવસના તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો વધારો થયો છે. 


પશ્ચિમ હિમાલયી ક્ષેત્રમાં ઘણા સ્થળોએ તાપમાનમાં ૦૬-૧૨ ડિગ્રીનો ઘટાડો થયો છે.


કાશ્મીર-લદાખ, હિમાચલ, ઉત્તરાખંડમાં બરફવર્ષા થઈ શકે.


હવામાન વિભાગ અનુસાર, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ ઓડિશામાં આંધી, વીજળી સાથે છૂટાછવાયાથી લઈને ઘણો વ્યાપક હળવો-મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની પ્રદેશમાં અને ઝારખંડમાં આંધી, વીજળી સાથે ૩-થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેની સંભાવના છે. 

૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહારમાં આંધી અને વીજળી સાથે છૂટાછવાયાથી લઈને હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ૨

૫-૨૭ ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર-લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વ્યાપક રીતે હળવાથી મધ્યમ વરસાદ, બરફવર્ષા થઈ શકે છે.