રાજ્ય માં ઠંડી માં ઘટાડો થયો. બે દિવસ'માં બેડિગ્રી તાપમાન વધ્યું. આવનારા દિવસો માં રાજ્ય માં વરસાદ ની આગાહી.
ભાવનગરમાં છેલ્લા બે દિવસથી ઠંડીની ઓછી થવા લાગી હોય તેમ દિવસ અને રાતના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દિવસે ઠંડીનું વર્ચસ્વ ઘટી જતાં ૪૮ કલાક માં તાપમાન નો પારો બે ડિગ્રી ઉપર વધી ગયો હતો.
હાલ રાજ્ય માં ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.અને આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે.
શહેરમાં શનિવારે ઠંડીની અસર રહ્યા બાદ ગઈકાલ રવિવાર અને આજે સપ્તાહના પ્રારંભે સોમવારે ઠંડીનું જોર ઘટેલું રહ્યું હતું.
રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો ઓછો રહેતા પાછલા ૪૮ કલાકમાં લઘુતમ ઉષ્ણતાપમાન ૦.૬ ડિગ્રી વધીને ૧૫.૮ ડિ.સે.એ પહોંચી ગયું હતું. રાત્રિની જેમ દિવસે પણ ઠંડીનું જોર ઘટી ગયું હતું. ખાસ કરીને બપોરના સમયે જો વધુ સમય તડકામાં રહીએ તો ઉનાળાના આરંભ જેવી ગરમીનો અહેસાસ થવા લાગે છે.
ઠંડીનું પ્રમાણ ઘટવાના કારણે છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાન પણ બે ડિગ્રી વધીને ૨૯.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીમાં કોઈ નોંધપાત્ર વધારો નહીં થવાનું હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યું છે.
આવનારા દિવસોમાં ગૂજરાત માં માવઠાની શક્યતા.
ગુજરાત માં આવનારા દિવસોમાં વેસ્ટડિસ્ટેબંશ સર્જાશે જેના કારણે ગુજરાત ના મોટા ભાગ માં વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં ખાસ કરીને ને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ના પણ મોટા ભાગના જિલ્લા માં આંવનારા દિવસો માં વરસાદ થવાની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તેમાં પણ વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
હવામાન શાસ્ત્રી આબાલાલ પટેલ ની આગાહી મુજબ ગૂજરાત માં ફેબ્રુઆરી ની શરૂઆત થતાં જ ગૂજરાત માં જુદાં જુદાં સ્થળોએ હવામાન માં પલટો આવશે. જે તારીખ પાસ અને છ ફેબ્રુઆરી સુધી રાજ્ય ના મોટા ભાગના વિસ્તાર માં વરસાદ થવાની શક્યતા રહેલી છે. હાલ પાકિસ્તાન ઊપર જે હવાનું દબાણ સર્જાયું છે. જેને લીધે ગૂજરાત માં વરસાદ થવાની શક્યતા રહેલી છે.
0 ટિપ્પણીઓ