ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું મહત્તમ તાપમાનમાં ૧.૩ ડિગ્રીનો વધારો થયો. રાજ્ય માં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થયો. હવે ફેબ્રુઆરી માં જ ગરમી અનુભવાશે.

રાજયમાં છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનુ પ્રમાણ ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યુ છે. સવારે સામાન્ય ઠંડીના અનુભવ બાદ દિવસભર ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 



હવામાન વિભાગના જણાવ્યાં - અનુસાર રાજયના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ૧.૩  ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં પણ ૨.૯ ડિગ્રીનો વધારો નોધાયો છે.


આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટા ફેરફારને અવકાશ નથી. હાલમાં રાજયમાં ઉત્તરપૂર્વી પવનનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરત માં ૩૪.૬ ડિગ્રી અને સૌથી ઓછુ તાપમાન નલિયામાં ૧૧ ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો ધીરે ધીરે વધીને ૩૧ ડિગ્રીએ પહોંચ્યો છે અને લઘુતમ ૧૬ ડિગ્રી નોધાયુ છે.


અત્યાર સુધી ઠંડીનુ પ્રમાણ કચ્છ જીલ્લામાં જોવા મળતુ હતુ. જો કે અંહીયા પણ ઠંડી ગાયબ થઈ જતા ભૂજમાં સૌથી વધુ ૩૩.૭ ડિગ્રી તાપમાન નોધાયુ છે. જયારે ઠંડુગાર રહેતા નલિયામાં મહત્તમ તાપમાન ૩૧ અને સૌથી ઓછુ ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. અન્ય શહેરની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધુ ૨૮.૮ અને સૌથી ઓછુ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોધાયું હતુ.


પૂણેમાં પારો ૩૬ ડિગ્રી, ફેબ્રુઆરીની ગરમી જોતા મે-જૂનમાં સૌથી વધુ તાપમાન નોંધાશે.

ઉત્તર ભારતમાં જાન્યુઆરીનો મહિનો ગાત્રો થીજવી દેતી ઠંડી વચ્ચે પસાર થયો છે. પરંતુ ફેબુઆરી મહિનો આવતા જ હવામાને એકદમ પલટી મારી દીધી છે.

 ઉત્તર ભારતમાં લોકોએ રજાઈઓ સંકેલવની શરૂ કરી દીધી છે. રાતની ઠંડી ઘટી છે. દિવસે આકરો તડકો પડે છે તેમજ પરસેવો વળવા નું શરૂ થઈ ગયો છે. 

દિલ્હી, નોઈ ડા, પૂણે, લખનઉ, ભુવનેશ્વર, વગેરે જેવા શહેરો ફેબ્રુઆરીમાં હજુ સુધીમાં ભારતના એવા શહેરો રહ્યા છે. જ્યાંનું તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું છે. આખરે ફેબુઆરીમાં આટલી ગરમી શા માટે પડી રહી છે? અને જો આવા હાલ રહેશે તો મે અને જૂન જ્યારે તાપમાન ટોચ પર હોય છે ત્યારે શું હાલ થશે? 

મહારાષ્ટ્રના પૂણેમાં બુધવારે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે રહ્યું હતું. દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતા લગભગ ચાર ડિગ્રી વધારે હતું.

 

ઓડિશાના ભુવનેશ્વરમાં ફેબ્રુઆરીના પ્રારંભથી જ પારો ૩૫ ડિગ્રી પર પહોંચી ગયો હતો.


કેરળના કોટ્ટાયમમાં પણ મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી થયું છે. આટલી બધુ તાપમાન ફેબ્રુઆરી મહિના માટે અસામાન્ય કહેવાય છે. ગરમીની સિઝનનો હજુ સુધી સત્તાવાર રીતે પ્રારંભ નથી થયો. જો ફેબુઆરી મહિનામાં જ તાપમાન સામાન્ય કરતા વધારે છે તો આગામી મે અને જૂન મહિનામાં ભયાનક ગરમી પડવાની સંભાવના વધી જાય છે. 


હવામાન વિજ્ઞાનીઓનું માનવું છે કે મે અને જૂનમાં વધારે પડતી ગરમીનો સામનો કરવો પડી શકે છે.


તાજેતરના વર્ષમાં ભારતમાં હવામાનની પેટર્નમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યા છે. ગરમીના મહિનાઓમાં તાપમાનમાં રેકોર્ડ તાપમાન, ચોમાસાની અનિયમિતતા અને શિયાળામાં ઓછી ઠંડી પડવી જેવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એન્વાયરનમેન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર ૨૦૨૪ના પહેલા નવ મહિનાના ૨૭૪ દિવસમાં ૨૫૫ દિવસ એસ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો. 


રિપોર્ટ અનુસાર આ ઘટનાઓમાં રેકોર્ડતોડ ગરમી અને ઠંડી, ચક્રવાત, વીજળી, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન સામેલ હતા. આ ઘટનાઓમાં ૩,૨૩૮ લોકોના જીવ ગયા હતા અને ૩.૨ મિલિયન હેક્ટર જમીન વિસ્તારમાં પાક પ્રભાવિત થયો હતો. ૨૩૫,૮૬૨ ઘર અને ઈ મારતો નાશ પામી હતી અને લગભગ ૯,૪૫૭પશુઓનાં મોત થયા હતા. 


IMDની આગાહી શું છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં માસિક લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધારે ગરમી પડશે..