ભારતીય શેરબજારમાં વેચવાલી અટકી રહી નથી. મંગળવારે રજા પછી ખૂલેલાં સ્થાનિક શેરબજાર શરૂઆતી મજબૂતી દર્શાવ્યા પછી ઊંધા માથે પટકાયું હતું. બેન્ચમાર્ક્સ ૦.૮ ટકા આસપાસ ઘટાડો દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ ૫૨૩ પોઇન્ટ્સ ગગડી ૬૪,૦૪૯ અને નિફ્ટી ૧૬૦ પોઇન્ટ્સના ઘટાડે ૧૯,૧૨૨ની સપાટી પર બંધ રહ્યાં હતાં. બોડ માર્કેટમાં પણ વેચવાલી જળવાય હતી. જોકે, સોમવારની સરખામણીમાં તે નરમ પડી હતી તેમ છતાં બેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ૩,૭૯૫ કાઉન્ટર્સમાં વેચવાલી સામે ૨,૪૬૪ કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે ૧,૨૨૩ કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળતાં હતાં. સોમવારે ૩,૧૯૬ કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. ૧૦૫ કાઉન્ટર્સે બાવન સપ્તાહની ટોચ દર્શાવી હતી. જયારે ૯૫ કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. ૧૪ કાઉન્ટર્સ પર ર્કિટ્સમાં અને ૩ કાઉન્ટર્સ લોઅર સિકેટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઇન્ડેક્સ ૪ ટકા વધી ૧૧,૩૧ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતી બજારે સાધારણ ગેપ-અપ ઓપનિંગ દર્શાવ્યું હતું. જ્યાંથી તે સહેજ વધુ સુધર્યું હતું. જોકે, શરૂઆતી પોણો કલાકની મજબૂતી પછી તેને ગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું અને બંધ થવાના દોઢેક કલાક અગાઉ તળિયું બનાવી કોન્સોલિડેશનમાં જળવાયું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ધોરણે ૧૯,૦૭૪નું બોટમ બનાવ્યું હતું. જોકે, બંધ લેવલે ૧૯,૧૦૦નુંલેવલ જાળવી રાખ્યું હતું. નિફ્ટી ફ્યૂચર ૮ પોઇન્ટ્સ
પ્રીમિયમ સાથે ૧૯૩૦ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. અગાઉના સત્રમાં તે ૧૯ પોઇન્ટ્સનું ડિસ્કાઉન્ટ દર્શાવતું હતું. આમ, નીચા મથાળે લોંગપો ઝિશનમાં ઉમેરો જોવા મળ્યો હોય તેમ જણાય છે.જોકે, ઊંચા મથાળે વેચવાલીનું દબાણ પ્રવર્તી રહ્યું છે.જેને જોતાં નવી ખરીદી ટાળવી જોઈએ. બજારમાં
સ્થિરતા પરત ફરે નહીં ત્યાં સુધી સાઇડલાઇન રહેવું હિતાવહ છે. ટેકુર્નિકલી માર્કેટ માટે ૧૯,૦૦૦ મહત્ત્વનો સાઇકોલોજિકલ સપોર્ટ છે. જેની નીચે ફીફોલ શક્ય છે, બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા માંહત્ત્વના કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, નાના સ્ટીલ,હિંદાલ્કો, તાતા કન્યૂમર, એસબીઆઈ, મારુતિસુઝુકી, નેસ્લે, એમએન્ડએમ, બ્રિટાનિયા અને એલટીઆઈ માઇન્ડસ્ટ્રીનો સમાવેશ થતો હતો. બીજીબાજુ, ઈન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઈઝ, સિધ્ધા,એપોલો હોસ્પિટલ, એનટીપીસી, એસબીઆઈ,લાઇફ, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ડિવિઝ લેબ્સ, ઈન્ડસઈન્ડ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ અને પીએસયુ બેંક સેક્ટરમાં સાધારણ મજબૂતી જોવા મળી હતી. જે સિવાય અન્ય સેક્ટર્સમાં નરમાઈ જણાતી હતી. ચાઈનીઝ સ્ટિમ્યુલસ પાછળ નિફ્ટી મેટલ ૦.૧૫ ટકા પોઝિટિવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, જિંદાલ સ્ટીલ, કોલ ઇન્ડિયા. એનએમડીસી, નાના સ્ટીલ, હિંદાલ્કો, સેઈલ અને વેદાંત પોઝિટિવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયુ બેંક ૦.૧૭ ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને એસબીઆઈ પોઝિટિવ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ ૨.૭૫ ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, વિપ્રો, કોફોજ અને એલએન્ડટી ટેકનોલોજીમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફામાં ૦.૭૫ ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા ૨.૨૩ ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત લ્યુપિન, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો માં, બાયોકોન,
ડૉ. રેડીઝ લેબ્સ, સન ફાર્મામાં નરમાઈ જોવા મળતી હતી, નિફ્ટી બેંક ૪ ટકા ઘટાડા સાથે ૪૩ હજારની નીચે ઊતરી ગયો હતો. જેના ઘટકોમાં ઈઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પીએનબીમાં પણ નોંધપાત્ર થટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પર નજર નાખીએ તો ડેટા કોર્પ ૪ ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટોરેન્ટ કામમાં, નાકો, આઈજીએલ, જિંદાલ સ્ટીલ, સીજી કન્ઝ્યુમર, પસિસ્ટન્ટ, ઈન્ટરન્ગ્લોબ એવિએશન, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક, આક્રમે લેબ, કૉલ ઈન્ડિયા, એનએમડીસી, તાતા સ્ટીલ, મેરિકો, બલરામપુર ચીનીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, શ્રીરામ ફાઈનાન્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે ૩.૪ ટકા તૂટયો હતો. આ ઉપરાંત, ગોદરેજ પ્રોપર્ટીઝ, પાવર ફાઈનાન્સ, ઈન્ફોસિસ, મેટ્રોપોલિસ, ભારત કોઈ, ડૉ. લાલ પેથલેબ્સ, જેકે સિમેન્ટ, પોલિકેબ, ઝી એન્ટરટેઇનમેન્ટ અને મણાપુર અઇનાન્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં વેલસ્પન ઈન્ડિયા, એસ્ટર ડીએમ, બીએસઈ લિમિટેડ, પેસ્ટિજ ઍસ્ટેટ અને બાલક્રિષ્ણા ઇન્ડનો સમાવેશ થતો હતો.
Nifty 50 share price,
Nifty 50 chart live,
Nifty 50 today,
Nifty 50 live,
Nifty 50 News for Tomorrow,
Nifty 50 prediction today,
Share market live chart today,
Today, market live,
Tomorrow share market up or down,
Reason for market,
today Moneycontrol,
0 ટિપ્પણીઓ