વિકસિત અને ઇમર્જિંગ માર્કેટ્સમાં સામસામા રાહ


એશિયન બજારોમાં ૨ ટકા સુધીનો તીવ્ર ઘટાડો,

સેન્સેક્સ ૬૪ હજારની નીચે ઊતરી ગયો ,

વોલેટિલિટી ઇન્ડેક્સ ૩ટકા વધી ૧૧.૮૨ના સ્તરે 1 રિઅલ્ટી, મીડિયા, પીએસઈ, એફએમસીજીમાં મજબૂતી, ઓટો, બેન્કિંગ, ફાર્મામાં નરમાઈ,

સીડીએસએલ, કેપીઆઈટી, બ્લ્યૂ સ્ટાર નવી ટોચે,


ભારતીય શેરબજારમાં છેલ્લા બે સત્રમાં જોવા મળેલું બાઉન્સ મંગળવારે ટક્યું નહોતું અને બેન્ચમાર્ક્સ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. મંગળવારે એશિયન બજારોમાં વેચવાલી વચ્ચે યુરોપિયન બજારોમાં મજબૂતી જોવા મળી હતી. ભારતમાં સેન્સેક્સ ૨૩૮ પોઇન્ટ્સ ગગડી ૬૩,૮૭૫ની સપાટી પર જ્યારે નિફ્ટી ૬૧ પોઇ ન્ટ્સ ઘટાડે ૧૯,૦૮૦ની સપાટી પર બંધ રહ્યાં હતાં. બોર્ડ માર્કેટમાં જોકે ખરીદી જળવાય રહેતાં બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ૩,૭૬૦ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૧,૮૩૯ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે ૧,૭૯૮ નેગેટિવ જોવા મળ્યાં હતાં. ૧૫૭ કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે ૩૨ કાઉન્ટર્સે ૫૨-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ ૩ ટકા વધી ૧૧.૮૨ના સ્તરે બંધ રહ્યો હતો.



મંગળવારે ભારતીય બજારે મજબૂત ગેપ-અપ ઓપનિંગ દર્શાવ્યું હતું. જોકે, સુધારો ટકી શક્યો નહોતો અને બજાર નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું.


નિફ્ટીનો ઓપનિંગ હાઈ એ જ તેનો ઈન્ટ્રા-ડે હાઈ બની રહ્યો હતો. જ્યારે નીચામાં ૧૯,૦૫૬ની સપાટી પર ટ્રેડ થયો હતો. બેન્ચમાર્ક જોકે, ૧૯ હજારની સપાટી જાળવી રાખી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર ૮૫ પોઇન્ટ્સ પ્રીમિયમ સાથે ૧૯,૧૬૫ પર બંધ દર્શાવતો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં ઊંચું હતું. આમ, થટાડે લોંગ પોઝિશનમાં વૃદ્ધિ જોતાં બજાર સુધારો જાળવી શકે છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે ૧૮,૮૦૦ના સ્ટોપલોસ સાથે લોંગ પોજિશન જાળવી શકાય છે. ઉપરમાં ૧૯,૧૦૦ પર ૧૯,૩૦૦ સુધીની તેજી સંભવ છે. વૈશ્વિક બજારોમાં સ્થિરતા પરત ફરી રહી છે. ક્રૂડના ભાવમાંથી રિસ્ક પ્રીમિયમ દૂર થઈ રહ્યું છે. જેને જોતાં બજારમાં ગભરાટભરી વેચવાલીની શક્યતા ઓછી છે. જોકે, મિડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં હાલમાં કોઈ બાઉન્સની સંભાવના નથી અને તેઓ ધીમો ઘસારો જાળવી રાખે તેમ જણાય છે. આમ, નવી ખરીદી માટે લાર્જ-કેપ્સ ઓછા જોખમી જણાય છે.



મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એસબીઆઈ લાઈફ, ટાઈટન કંપની, એચડીએફ્સી લાઈફ, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, તાતા કન્યૂમર, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, હિદાલ્કો, સિપ્લાનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, એમએન્ડએમ, સન ફાર્મા, આઈશર મોટર્સ, એલટીઆઈ માઈન્ડટ્રી. ઓએનજીસી, ભારતી એરટેલ,રિલાયન્સઈન્ડસ્ટ્રીઝ,આઈસીઆઈસીઆઈ બેંક, બ્રિટાનિયા, એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, ઈન્ફોસિસ અને એચડીએસી બેંકમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો રિઅલ્ટી, મીડિયા, પીએસઈ, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ઓટો, બેન્કિંગ, ફાર્મામાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી રિઅલ્ટી ઇન્ડેક્સ ૧.૩ ટકા ઊછળ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટિજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ ગોદરેજ પ્રોપર્ટી, સૌભામાં મજબૂતી જોવા મળી હતી. 



જ્યારે હેમિસ્ફિયર, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મીડિયા એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઝી એન્ટરટેઇનમેન્ટ, પીવીઆર આઈનોક્સ, સન ટીવી નેટવર્ક અને ટીવી ટુડે નેટવર્કમાં ખરીદી નીકળી હતી. નિફ્ટી પીએસઈ ઇન્ડેક્સ ૦.૪૨ ટકા પોઝિટિવ જોવા મળતો હતો. જેના ઘટકોમાં આરઈસી, પાવર ફાઈનાન્સ, આઈઓસી, ભારત ઈલેક્ટ્રિક, એચપીસીએલ, બીપીસીએલ, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પો, એનટીપીસી, આઈઆરસીટીસી, નાલ્કો પોઝિટિવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ નિફ્ટી ઓટો ૦.૭ ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, સોના બીએલડબ્લ્યુ. બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોઈ, હીરો મોટોકોર્પ, એમઆરએફ, મધરસન સુમી, અશોક લેલેન્ડ, બોશમાં નરમાઈ જોવા મળતી હતી. 



 નિફ્ટી ફાર્મામાં પણ ૦.૬ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જૈના ઘટકોમાં સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈ, લ્યુપિન, બાયોકોન, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા નરમ જોવા મળતાં હતાં. નિફ્ટી બેંક ૦.૪૫ ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈડીએસી ફર્સ્ટ બેંક, બંધન બેંક, પીએનબી, ફેડરલ બેંક, એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી.

Nifty 50,


Nifty 50 share price,

Nifty 50 chart live,

Nifty 50 today,

Nifty 50 live,

Nifty 50 News for Tomorrow,

Nifty 50 prediction today,

આજના શેર બજાર ભાવ,

કયા શેર ખરીદવા,

Share market live chart today,

Today, market live,

Tomorrow share market up or down,

Reason for market,

today Moneycontrol,